બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / lunar eclipse on sharad purnima should offer kheer in puja or not

Sharad Purnima / શરદ પૂનમે જ ચંદ્રગ્રહણ: રાત્રે ખીર નો ભોગ લગાવવો કે નહીં? દૂર કરો કન્ફ્યુઝન, જાણી લો નિયમ

Manisha Jogi

Last Updated: 12:27 PM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરદ પૂનમની રાત્રે ચંદ્રના કિરણો અમૃત વરસાવે છે. આવતીકાલે શરદ પૂનમ છે અને શરદ પૂનમની રાત્રે ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. ચંદ્રમાના પ્રકાશમાં ખીર રાખવી કે નહીં, તે બાબતે લોકોમાં મૂંઝવણ છે.

  • શરદ પૂનમની રાત્રે ચંદ્રના કિરણો અમૃત વરસાવે છે
  • શરદ પૂનમની રાત્રે ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે
  • ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રમાના પ્રકાશમાં ખીર રાખવી કે નહીં?

શરદ પૂનમની રાત્રે ચંદ્રના કિરણો અમૃત વરસાવે છે, આ કારણોસર રાત્રે ખીર બનાવીને ખુલ્લા આકાશ નીચે મુકવામાં આવે છે. શરદ પૂનમની રાત્રે ખીરનો ભોગ લગાવ્યા પછી તે પ્રસાદ તરીકે લેવામાં આવે છે. આ પ્રકારે કરવાથી આરોગ્ય સારું રહે છે. આવતીકાલે શરદ પૂનમ છે અને શરદ પૂનમની રાત્રે ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. ચંદ્રમાના પ્રકાશમાં ખીર રાખવી કે નહીં, તે બાબતે લોકોમાં મૂંઝવણ છે. 

ચંદ્રગ્રહણ ક્યારે છે
ભારતીય સમય અનુસાર ચંદ્રગ્રહણ રાત્રે 1:05 વાગ્યાથી 2:24 વાગ્યા સુધી રહેશે. ચંદ્રગ્રહણનો સૂતકકાળ સાંજે 04:12 વાગ્યાથી શરૂ થશે, આ દરમિયાન તમામ મંદિર બંધ રહે છે. આ દિવસે ચંદ્ર સોળે કલાએ પરિપૂર્ણ થાય છે. માનવામાં આવે છે કે, શરદ પૂનમની રાત્રે ચંદ્ર અમૃત વરસાવે છે. આ કારણોસર શરદ પૂનમની રાત્રે ચંદ્રની રોશનીમાં ખીર રાખવામાં આવે છે. ચંદ્રના કિરણોને કારણે મનને શીતળતા પ્રાપ્ત થાય છે. ચંદ્રગ્રહણને કારણે મન અને બ્રેઈન પર ખરાબ અસર થાય છે. જેથી ચંદ્રગ્રહણ દરમિયાન કેટલાક કામ ના કરવા જોઈએ. 

મેષ રાશિમાં ગ્રહણ
ચંદ્રગ્રહણ મેષ રાશિ અને અશ્વિન નક્ષત્રમાં લાગી રહ્યું, જેથી મેષ રાશિમાં ગજકેસરી યોગ બનશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે અને તમામ રાશિના જાતકો પર શુભ તથા અશુભ અસર થશે. જ્યોતિષ અનુસાર આ ચંદ્રગ્રહણ વૃષભ, મિથુન, કન્યા અને કુંભ રાશિના જાતકો માટે શુભ છે. 

ચંદ્રગ્રહણ સમયે ખીર ના રાખવી
ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે અને તેનો સૂતક કાળ માન્ય ગણવામાં આવશે છે. આ વર્ષે ચંદ્રગ્રહણ લાગતુ હોવાથી શરદ પૂર્ણિમાના દિવસે ખીર ચંદ્રની રોશનીમાં રાખવાથી તે દૂષિત થઈ જશે. આ દૂષિત ખીર ખાવાથી નુકસાન થઈ શકે છે. આ કારણોસર શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાને કારણે ચંદ્રની રોશનીમાં ખીર ના રાખવી અને ભગવાનને તેનો ભોગ નહીં લગાવી શકાય. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ