બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Lpg gas cylinder price latest news customer can get refill from nearest gas distributor Government of India
ADVERTISEMENT
આવનારા સમયમાં ગેસ સિલિન્ડર ધારકો પોતાની મરજીથી ડિસ્ટ્રીબ્યુટરની પસંદગી કરી શકશે, જો આવું થશે તો એલપીજી ગ્રાહકો સિલિન્ડરને રિફિલ કરાવતી સમયે સિલિન્ડર લેવામાં સરળતા અનુભવશે. આ સમયે સંસદના ચોમાસુ સત્રમાં કહેવાયું છે કે સરકારે ગેસ ગ્રાહકોને આ મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. તેઓ કયા ડિસ્ટ્રીબ્યુટરથી ગેસ મેળવવા ઈચ્છે છે તેનો નિર્ણય લઈ શકશે.

ADVERTISEMENT
પીએમ મોદીએ નક્કી કર્યો છે ખાસ પ્લાન
પીએમ મોદીએ સસ્તી ઉર્જા માટે ખાસ પ્લાન નક્કી કર્યો છે. સરકાર આ દિશામાં પ્રયાસ કરીને ગેસ ગ્રાહકોને સશક્ત બનાવવા માટે પીએસયૂ એમઓસીના એલપીજી કસ્ટમરને રિફિલ પોચાની પસંદગીના ડિસ્ટ્રીબ્યુટરથી લેવાનો વિકલ્પ અપાયો છે, સરકારે નિર્ણય લીધો છે કે ગ્રાહક પોતાની રીતે ડિસ્ટ્રીબ્યુટરની પસંદગી કરી શકશે.
શું છે સરકારનો પ્લાન
સરકારને એક એવી સિસ્ટમ તૈયાર કરી છે જેના આધારે ગ્રાહકો પોતાની પસંદગીના વિતરકની પસંદગી કરી શકશે. સરકારે એ પણ પૂછ્યું કે આ નિયમને દેશમાં ક્યારે લાગૂ કરાશે. સરકારના આ પગલાના કારણે વિતરકોની વચ્ચે સ્વસ્થ પ્રતિસ્પર્ધા થશે અને સાથે જો તેઓ યોગ્ય સેવા આપે છે તો તેમની રેટિંગ પણ સુધરશે.
ADVERTISEMENT

શું કહ્યું પેટ્રોલિયમ રાજ્ય મંત્રીએ
તેઓએ કહ્યું કે રજિસ્ટર્ડ લોગઈનનો ઉપયોગ કરીને મોબાઈલ એપ કે ઓએમસી વેબ પોર્ટલની મદદથી એલપીજી સિલિન્ડર બુક કરાવી શકાશે. આ સમયે રેટિંગ વિતરકના પહેલા લેનદેન પર આધારિત રહેશે. એલપીજી રિફિલની ડિલિવરી માટે ગ્રાહકો પોતાના ક્ષેત્રના લિસ્ટમાંથી કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટરને ફક્ત ટેપ કરીને કે ક્લિક કરીને પસંદ કરી શકશે.
ADVERTISEMENT
ક્યાં શરૂ કરવામાં આવી છે આ સેવા
હાલમાં શરૂઆતના તબક્કામાં આ સેવા જૂન 2021માં ચંડીગઢ, કોયમ્બતૂર, ગુડગાંવ, પુના, રાંચીમાં શરૂ કરવામાં આવી છે. આ સુવિધા શરૂ કરવાનો હેતુ ગ્રાહકોને સમયસર રિફિલ સિલિન્ડર આપવાનો છે. આ પગલાથી તેઓને સ્પર્ધા સાથે રેટિંગ સુધારવામાં મદદ મળશે અને સાથે ગ્રાહકોની જરૂરિયાત પણ જલ્દી પૂરી થશે.
રિફિલ સિલિન્ડર મળવામાં મોડું થવાના કારણે લેવાયો છે નિર્ણય
અનેક રાજ્યોમાં ગેસ રિફિલ સિલિન્ડર મળવામાં મોડું થઈ રહ્યું હતું અને તેના કારણે ગ્રાહકોને મુશ્કેલીઆવી રહી હતી. આવી ફરિયાદો વધારે આવવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. જેથી ગ્રાહકોને ઝડપથી સિલિન્ડર મળી શકે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનને મળેવી જાણકારી અનુસાર મળતી જાણકારી અનુસાર હાલમાં તેની પાસે તત્કાળ એલપીજી સેવા શરૂ કરવા માટેની યોજના નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.