બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Lost or torn mark sheet of class 10-12? So order at home in this way, the board provides the facility
ADVERTISEMENT
ક્યાંય પણ નોકરી કરવા માટે ત્યાં આપણે ધોરણ 10 અને ધોરણ 12 ની માર્કશીટ આપવી પડે છે અને એ સિવાય પણ આ માર્કશીટનું મહત્વ કેટલું છે?એ વિશે આપણે બધા જાણીએ છીએ. એવામાં જો ભૂલથી પણ તમારી આ ધોરણ 10 કે 12 ની માર્કશીટ ખોવાઈ ગઈ હશે તો નોકરી મેળવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એવામાં જો તમારી માર્કશીટ ખોવાઈ છે અને તમે પણ મૂંઝવણમાં મુકાયા છો તો આ સમાચાર તમારા કામના છે. આજના આ આર્ટીકલમાં અમે તમને જણાવશું કે GSEBની SSC and HSC ડુપ્લિકેટ માર્કશીટ કેવી રીતે મેળવી શકાય છે..

ADVERTISEMENT
આની શરૂઆત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી
જો કે પહેલા SSC and HSC ડુપ્લિકેટ માર્કશીટ માટે ગાંધીનગરની મુલાકાત લેવી પડતી હતી પણ આ ડિજિટાઇઝેશનના જમાનામાં ઘરે બેઠા બેઠા તમે SSC and HSC ડુપ્લિકેટ માર્કશીટ મેળવી શકો છો. તમન જણાવી દઈએ કે આ માટે તમારે સત્તાવાર વેબસાઇટ www.gsebeservice.com સાઈટની મુલાકાત લેવી પડશે. gsebeservice.com એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) સાથે સંકળાયેલ વેબસાઇટ છે, જેમાં એ ધોરણ 10 ના વર્ષ 1952 થી વર્ષ 2020 અને ધોરણ 12 ના વર્ષ 1976 થી વર્ષ 2019 સુધીના તમામ પરિણામના રેકોર્ડ્સ એકઠા કરેલા છે. જાણકારી માટે જણાવી દઈએ કે આ GSEB SSC and HSC Duplicate Marksheet Download Online પ્રક્રિયાની શરૂઆત શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી.

ADVERTISEMENT
ધોરણ 10 કે 12 ની ડુપ્લિકેટ માર્કશીટ આ રીતે મેળવો
આ માટે સૌ પ્રથમ gsebeservice.com વેબસાઇટની મુલાકાત લેવી
આ પછી વેબસાઇટ પર રજીસ્ટર કરવા માટે જરૂરી વિગત અને મોબાઈલ નંબર ઉમેરો
રજીસ્ટર મોબાઈલ નંબર પર આવેલ OTP ઉમેરીને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરો
એ પછી વેબસાઇટમાં મેનુ વિભાગમાં Students Tab પર ક્લિક કરીને તેમાં Online service ટેબ ખોલો
આ પછી જો તમે જે ધોરણની ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માંગતા હોય તે શોધી તેના પર ક્લિક કરીને સબમિટ કરો
આ રીતે ડુપ્લિકેટ માર્કશીટ માટે અરજી કરો.
જણાવી દઈએ કે ડુપ્લિકેટ માર્કશીટ પ્રમાણપત્ર ફી રૂ. 50, સ્થળાંતર ફી રૂ. 100 અને સમકક્ષ પ્રમાણપત્ર ફી રૂ. 200 સ્પીડ-પોસ્ટ ચાર્જ રૂ. 50 છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.