વ્યક્તિને જ્યારે તેનું નસીબ સાથ આપે છે ત્યારે માણસ આંખનાં પલકારે સફળતાનાં શિખરે પહોંચી જાય છે. એવું જ કંઈક ચેન્નઈમાં ફૂડ ડિલીવરી બૉયનું કામ કરનારા વ્યક્તિ સાથે થયું. આ વ્યક્તિનું નસીબ એટલું ખુલ્યું કે તેને સીધો ઈન્ટરનેશનલ ક્રિકેટ ટીમનાં સપોર્ટ સ્ટાફમાં તેને શામેલ કરી દેવાયો.
લોકેશ કુમારનું નસીબ ચમક્યું
29 વર્ષીય લોકેશ કુમાર કે જે 48 કલાકમાં ફૂડ ડિલીવરી બૉયથી સીધા ઈન્ટરનેશનલ ટીમ સાથે જોડાઈ ગયાં. લોકેશ વર્લ્ડ કપ 2023 માટે નેધરલેન્ડ્સ ટીમ સાથે સંકળાયેલા છે. તે નેટ બોલર્સ ટીમની સાથે ટ્રેનિંગ કરશે અને અલૂરમાં શરૂ થનારી પ્રી-વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સનાં બેટ્સમેનને સ્પિન બોલિંગનો સામનો કઈ રીતે કરવો એ શિખવાડશે.
5 વર્ષ ફૂડ ડિલીવરીનું કામ કર્યું
લોકેશ કુમાર 5 વર્ષથી ફૂડ ડિલીવરી બૉયનું કામ કરી રહ્યાં હતાં. નેધરલેન્ડ્સની ટીમે નેટ બૉલર માટે એક જાહેરાત બહાર પાડી. લેફ્ટ હેન્ડનાં તેજ બોલરથી ચાઈનામેન બનેલ લોકેશનું સિલેક્શન નેધરલેન્ડની ટીમ મેનેજમેન્ટ તરફથી કરવામાં આવ્યું. આ ટીમે આશરે 10 હજાર બોલર્સનું ટેસ્ટિંગ કર્યું હતું. આ લોકોએ મોબાઈલ એપ્લિકેશન પર વીડિયો અપલોડ કરીને નેટ બોલર માટે અપ્લાય કર્યું હતું.
નેધરલેન્ડ ટીમ સાથે જોડાયો લોકેશ
લોકેશે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે,' આ મારા કરિયરની સૌથી અમૂલ્ય પળોમાંની એક છે. મેં અત્યાર સુધી TNCA થર્ડ ડિવીઝન લીગમાં પણ નથી રમ્યું. લોકેશ બુધવારે જ નેધરલેન્ડ ટીમનાં કેમ્પમાં શામેલ થયાં. તેમણે જણાવ્યું કે મેં 4 વર્ષો સુધી પાંચમા ડિવીઝનમાં રમ્યું અને હાલની સીઝન માટે ચોથા ડિવીઝન સંગઠન ઈન્ડિયન ઓયલ એન્ડ આરસી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. નેધરલેન્ડ ટીમ દ્વારા નેટ બોલરનાં રૂપમાં મારું સિલેક્શન થયા બાદ મને લાગે છે કે આખરે મારા ટેલેન્ટને ઓળખ મળી જ ગઈ.'