બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શેરબજારની તેજી શું સૂચવે છે? કેમ અચાનક ધારાસભ્યો જ કરી રહ્યા છે સરકારને ફરિયાદ, જાણો ગાંધીનગરની ગલીઓની વાત

સંજય'દ્રષ્ટિ' / શેરબજારની તેજી શું સૂચવે છે? કેમ અચાનક ધારાસભ્યો જ કરી રહ્યા છે સરકારને ફરિયાદ, જાણો ગાંધીનગરની ગલીઓની વાત

Sanjay Vibhakar

Last Updated: 10:30 AM, 27 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારની તેજી જોતા ગાંધીનગરના બાબુઓમાં એવી ચર્ચા છે કે લાગે છે કે એક્ઝિટ પોલના તારણો લીક થઈ ગયા છે, એટલે ભવિષ્ય જાણી ગયેલા ખેલાડીઓ ઈન્વેસ્ટ કરી રહ્યા છે. ઈનવેસ્ટમેન્ટ પરથી યાદ આવ્યું કે ગુજરાત સરકારના અધિકારી મોના ખંધારને સરકારે તાઈવાન મોકલ્યા છે, જેથી ગુજરાતની ધરતી પર સેમિકંડક્ટર ચીપનું ઉત્પાદન કરવાની વાત આગળ વધારી શકાય.

શું એક્ઝિટ પોલ લીક થઈ ગયા?

લોકસભાની ચૂંટણી માટે હજુ 1લી જુને છેલ્લા તબક્કાનુ મતદાન બાકી છે. ત્યાર બાદ 1લીએ જ સાંજે સાતેક વાગ્યાની આસપાસ વિવિધ એજન્સીઓના એક્ઝિટ પોલની જાહેરાત થશે. જેમાં કયા પક્ષને કેટલી બેઠકો મળી શકે તેમ છે અને કયા પક્ષની સરકાર રચાશે તેનો વર્તારો આવી જશે.જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી એક્ઝિટ પોલ સાચા પડી રહ્યા છે. કેટલીયે વાર તો એવુ થયુ છે કે, તમામ એક્ઝિટ પોલે જે તારણો કાઢ્યા હોય તેના કરતા પણ થોડી બઠકો વધુ મળતી હોય છે. સચિવાલયમાં બાબુઓ ચર્ચા કરી રહ્યા છે કે, છેલ્લા થોડાક દિવસોથી શેરબજારમાં વ્યાપક તેજી થઈ રહી છે. શેરબજારના નિષ્ણાતો ખુબ જ હોશિયાર છે. એક્ઝિટ પોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળશે અને નરેન્દ્ર મોદી જ ફરીથી વડાપ્રધાન બનશે એવા તારણો હોવાની માહીતી તેઓ પાસે આવી ગઈ હશે. તો જ શેરબજારમા આટલી તેજી સંભવ છે.એટલે કે એક્ઝિટ પોલ જાહેર થતા પહેલા જ તેના તારણો લીક થઈ ગયા છે. જેને લઈને શેરબજારના સટ્ટોડીયાઓ તેમજ મોટા રોકાણકારોએ ખરીદી શરૂ કરી દીધી છે. હવે 1લી જૂને જાહેર થનારા એક્ઝિટ પોલના તારણ પર સમગ્ર દેશની નજર રહેશે. જો ખરેખર ભાજપને બહુમતિ મળશે અને મોદી ફરીથી વડાપ્રધાન બનશે એવા તારણો આવે તો માની લેવાનુ કે ખરેખર એક્ઝિટ પોલના તારણોને જાણોજોઈને લીક કરાયો હતો.

ભાજપના જ ધારાસભ્યો કરી રહ્યા છે ફરિયાદ

ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનુ શાસન છે. ભાજને શિસ્તબધ્ધ પાર્ટી ગણવામાં આવે છે. જેથી કાર્યકારો અને નેતાઓ પણ જાહેરમાં બોલવાનુ કે પક્ષના અથવા તો સરકારના નિર્ણયો સામે બોલવાનુ કે વિરોધ કરવાનુ ટાળતા આવ્યા છે. ભાજપનાં છેલ્લા ઘણા વર્ષથી ખાસ કોઈ એ પ્રકારની અનઈચ્છનીય ઘટના બની નથી. પરંતુ લોકસભાની ચૂંટણી દરમિયાન જ ભાજપના કેટલાક ધારાસભ્યો, સાસંદ અને અમુક નેતાઓએ પ્રજાના વિવિધ સ્થાનિક પ્રશ્નોને લઈને સરકારને ભીંસમાં લેવાનુ શરુ કર્યુ છે. ભાજપના કડીના ધારાસભ્ય કરસન સોલંકીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપરાંત મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલને પોતાના વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની લેખિતમાં ફરિયાદ આપી છે.ત્યાર પહેલા મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહીડા, જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા, સુરત-વરાછાના ધારાસભ્યા કુમાર કાનાણી, ઉંમરગામના ધારાસભ્ય રમણ પાટકરે પણ પ્રજાના વિવિધ પ્રશ્નોને લઈને જાહેરમાં સરકારની ટીકા કરી હતી. તેમજ સરકારમાં પણ ફરિયાદ આપી હતી. એ અગાઉ વડોદારાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતના ઈનામદારે રાજીનામાનુ નાટક કરી સરકાર અને હાઈકમાન્ડનું નાક દબાવ્યુ હતુ. ચૂંટણી સમયે જ નાક દબાવવાથી પોતાના કામો થઈ શકશે તેમજ હાલમાં કોઈ કાર્યવાહી નહી થાય એવુ ધારીને વિરોધ કરવાની હીંમત કરાઈ રહી છે.હવે ચર્ચા એવી થઈ રહી છે કે, જો ભાજપ સરકાર સ્પષ્ટ બહુમતિ સાથે કેન્દ્રમાં આવશે તો ટૂંક સમયમાં જ બળવાખોર નેતાઓ અને અંદરખાનેથી વિરોધ કરનારા સામે કડક કાર્યવાહી કરાશે.

વધુ વાંચો: હજુ બે દિવસ સહન કરવી પડશે કાળઝાળ ગરમી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ

અધિકારી ગયા તાઈવાન, રોકાણ આવશે ગુજરાત

પંચાયત વિભાગનો નિયમિત ચાર્જ સંભાળી રહેલા ગુજરાતના સિનિયર મહિલા આઈએએસ અધિકારી મોના ખંધાર પાસે ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો વધારાનો હવાલો પણ છે. છેલ્લા એક વર્ષથી તેઓ વધારાની જવાબદારી સફળતાથી સંભાળી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ડેપ્યુટેશન પર જાપાનમાં ત્રણ વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ તેઓની કામગીરીથી સરકાર સંતુષ્ટ છે. ગુજરાતમાં સેમિકંડક્ટરના ઉત્પાદન માટે મોટી કંપનીઓ ગુજરાતમાં આવે તે માટે અનેક પ્રયત્નો કરાઈ રહ્યા છે. તાઈવાનમાં વિશ્વમાં સૌથી વધુ સેમિકંડક્ટરના પ્લાન્ટો છે. જેમાં વિવિધ ચિપ્સનુ ઉત્પાદન થાય છે. આઈટી-સોફ્ટવેર ઉપરાંત ઈલેક્ટ્રોનિક્સમા પણ તાઈવાનનો જાપાન પછી બીજો નંબર આવે છે. ટેકનોલોજીમાં પણ તાઈવાન અવ્વલ છે.થોડા સમય પહેલા કેન્દ્ર સરકારના આઈટી મંત્રાલય દ્રારા નિર્ણય કરાયો હતો કે, તાઈવાનમાં ભારતની એક ટીમ મોકલવી. ત્યાં જઈને ટીમના અધિકારીઓ ત્યાંની કંપનીઓના સીઈઓ તેમજ સરકારના અધિકારીઓ સાથે મીટીંગો કરીને વિવિધ જાણકારી મેળવે. એટલુ જ નહી, તાઈવાનની કંપનીઓ ગુજરાતમાં આવીને પોતાના પ્લાન્ટ નાખી શકે કે કેમ તેની પણ ચકાસણી કરાશે. ગુજરાત ઉપરાંત દેશના અન્ય કયા રાજ્યોમાં તાઈવાનની કંપનીને રોકાણ કરવામાં રસ છે તેની જાણકારી મેળવાશે. સફળતા મેળવવા માટે ગુજરાતમાંથી અગ્ર સચિવ મોના ખંધારને કેન્દ્રીય ટીમ સાથે તાઈવાન જવાનુ આમંત્રણ મળ્યુ છે. જેને પગલે મોના ખંધાર તાઈવાન જવા રવાના થયા છે. વિદેશી રોકાણ અને સેમિકંડક્ટર ચીપ જેવી જબરજસ્ત ઉપયોગી ચીપના ઉત્પાદનનું ભારતને હબ બનાવવા સરકાર ઉત્કૃષ્ટ પ્રયાસો કરી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Stock Market Taiwan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ