બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Lockdown lpg cylinder prices cut for the second consecutive month

ઘટાડો / લૉકડાઉનની વચ્ચે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર, LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો

Published By: Juhi

Last Updated: 05:21 PM, 1 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના સંક્રમણના લીધે આંતરરાષ્ટ્રીય સ્તર પર ચાલી રહેલી મંદીનો ફાયદો હવે સામાન્ય લોકોને મળવા જઇ રહ્યો છે. કુદરતી ગેસ બાદ હવે LPG ગેસની કિંમતોમાં પણ ભાવ ઘટવાની ભેટ મળી છે.

દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે રસોઇ ગેસની કિંમતોમાં રાજધાની દિલ્હીમાં નોન સબ્સિડી સિલિન્ડર (14.2 કિલો) પર 61 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા પછી નવો ભાવ 744 રૂપિયાનું થઇ ગયો છે. માર્ચમાં આ રસોઇ ગેસ સિલિન્ડર 805.50 રૂપિયામાં મળી રહ્યું હતું. નવી કિંમતો 1 એપ્રિલ મતલબ કે આજથી લાગૂ થઇ ગઇ છે. 

તો બીજી તરફ કોલકાતામાં 774.50 રૂપિયા, મુંબઇમાં 714.50 રૂપિયા અને ચેન્નાઇમાં 761.50 રૂપિયા થઇ ગઇ છે જે ક્રમશ: 839.50 રૂપિયા, 776.50 રૂપિયા અને 826 રૂપિયા હતી.

હવે પ્રત્યેક સિલિન્ડર પર 291.48 રૂપિયાની સબસિડી

ફેબ્રુઆરીમાં LPGના ભાવમાં અચાનક વધારા બાદ સરકારે ગેસ સિલિન્ડર પર મળનારી સબસિડીને લગભગ બમણી કરી નાખી હતી. પેટ્રોલિયમ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે રાજધાની દિલ્હીમાં પ્રતિ સિલિન્ડર 153.86 રૂપિયાની સબસિડીને વધારીને 291.48 રૂપિયા કરવામાં આવી છે. આ પ્રકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત જાહેર કરેલા કનેક્શન પર સબસિડીને 174.86 રૂપિયાથી વધારીને 312.48 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરી નાખી છે. ઘરગથ્થુ કનેક્શન પર ગ્રાહકને એક વર્ષમાં 12 સિલિન્ડર પર સબસિડી મળે છે. ત્યારપછી સિલિન્ડરની ખરીદી કરવા પર બજારભાવ ચૂકવવો પડે છે. 

કુદરતી ગેસની કિંમતમાં 26 % ઘટાડો

કુદરતી ગેસની કિંમતમાં મંગળવારે 26 % ઘટાડો કરવામાં આવ્યો હતો. આ કપાત બાદ ગેસના ભાવ 2014 પ્રમાણે થઇ ગયા છે. 2014માં જ ગેસના ભાવ માટે એક ફોર્મ્યૂલા નક્કી કરવામાં આવી હતી. ગેસની કિંમત ઘટવાનો અર્થ એ છે કે હવે સરકારને કંપનીઓ પાસેથી ઓછી કિંમત પર ગેસ મળશે. તેનો અર્થ એ કે ONGC જેવી ગેસ ઉત્પાદન કરતી કંપનીઓની આવકમાં ભારે ઘટાડો થશે. તેથી આશા છે કે CNG અને પાઇપ દ્વારા સપ્લાય થતા રસોઇ ગેસના ભાવ પણ હવે ઘટશે. 

સંકળાયેલા મુદ્દાઓ

India LPG Price Cut business gas cylinder Cut

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ