બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / સુરત / Locals of Surat made a poster against BJP corporators which went viral

વિવાદ / 'ગુમ થયેલ છે! 3 કોર્પોરેટરો, જેને મળે...' સુરતના સ્થાનિકોની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ

Malay

Last Updated: 11:25 AM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતના રાજમાર્ગ, ચૌટા બજાર, કોટ્સફીલ રોડ સહિતના કોટ વિસ્તારમાં ફેરિયા, લારી, પાથરણાવાળાના દબાણોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટર વાયરલ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

 

  • સુરતના 3 કોર્પોરેટર ગુમ થયા
  • કોર્પોરેટર વિરુદ્ધના પોસ્ટર વાયરલ
  • કોર્પોરેટર ગુમ થયાનો પોસ્ટરમાં ઉલ્લેખ

સુરતના કોટ વિસ્તારમાં દબાણોથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.  આ મામલે થોડા દિવસ અગાઉ જ મારામારીનો પણ બનાવ બન્યો હતો, ત્યારે સ્થાનિકો સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને કોર્પોરેટરો સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. સુરતના ત્રણ કોર્પોરેટર ગુમ થયાનું પોસ્ટર વાયરલ થતાં રાજકીય ગરમાવો ફેલાયો છે. પોસ્ટરમાં કોર્પોરેટર મળે તો ટ્રાફિક અને દબાણ હટાવવા હાજર કરવાનો ઉલ્લેખ કરાયો છે.

ભાજપના કોર્પોરેટરો વિરુદ્ધના પોસ્ટરો વાયરલ
સુરત મહાનગર પાલિકાના ભાજપના કોર્પોરેટર રેશ્મા લાપસીવાલા, મનીષા મહાત્મા અને નરેશ રાણા વિરુદ્ધનું પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. આ પોસ્ટર લીમડા ચોક, ઘંટી શેરી, બાલાજી રોડના સ્થાનિકો દ્વારા વાયરલ કરવામાં આવ્યું છે. આ પ્રકારના મેસેજો થકી સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. 

'....હવે જનતા પાસે હાથ જોડાવી રહ્યા છે'
પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, 'ગુમ થયેલ છે!! કોટ વિસ્તારના 3 કોર્પોરેટરો. જેને મળે તેઓ તાત્કાલિક આ લોકોને લઈને દબાણો દૂર કરાવવા રાજમાર્ગ પર હાજર કરો. હાથ જોડીને વોટ માંગનારાઓ હવે જનતા પાસે હાથ જોડાવી રહ્યા છે. લિં. લીમડા ચોક, ઘંટી શેરી, બાલાજી રોડના સ્થાનિક રહેવાસીઓ' 

દબાણોથી સ્થાનિકો ત્રાહિમામ 
અત્રે ઉલ્લેખયની છે કે, સુરત શહેરના રાજમાર્ગ, ચૌટા બજાર, કોટ્સફીલ રોડ સહિતના કોટ વિસ્તારમાં રોડ પર દબાણનો જટીલ પ્રશ્ન છે. છેલ્લા કેટલાંક સમયથી ફેરિયા લારીવાલા-પાથરણાવાળાના દબાણો વધી ગયા છે. જેના કારણે  સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે. તાજેતરમાં ચૌટા બજાર ખાતે આ મામલે સ્થાનિકો અને કોર્પોરેટરના PA વચ્ચ ઝપાઝપી પણ થઈ હતી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ