બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Like smoking, this mobile will also cause cancer

આરોગ્ય ટિપ્સ / સ્મોકીંગની જેમ આ મોબાઈલ પણ કેન્સર કરાવશે! તમને પણ હોય આવી ટેવ તો આજે જ છોડો

Pooja Khunti

Last Updated: 10:19 AM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Causes Of Cancer: જરૂરતથી વધુ ફોનનો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ફોનનાં ઉપયોગથી લઈને ધુમ્રપાન સુધી ઘણી એવી આદતો છે, જે કેન્સરનું જોખમ વધારે છે.

  • વધુ પડતો ફોનનો ઉપયોગ કેન્સર થવાનાં જોખમને વધારે
  • તણાવને કારણે બ્લડ શુગર પણ વધવા લાગે છે
  • ધૂમ્રપાન અને દારૂનું વધુ પડતું સેવન 

આજે કેન્સર જેવી ઘાતક સમસ્યા જલ્દીથી વધી રહી છે. બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી ધરાવતા લોકોને કેન્સરનું જોખમ વધુ હોય છે. વધુ પડતો દારૂ પીવો, ધુમ્રપાન, કસરત ન કરવી, ખાનપાનની ખરાબ આદત અને વધુ પડતો ફોનનો ઉપયોગ કેન્સર થવાનાં જોખમને વધારે છે. દર વર્ષે કેન્સરનાં કારણે લાખો લોકો પોતાનો જીવ ગુમાવે છે. ફેફસાંનું કેન્સર, ચામડીનું કેન્સર, સ્તન કેન્સર, પેટનું કેન્સર વગેરે કેન્સરના ઘણા પ્રકાર છે. જ્યારે શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ બને છે, ત્યારે તે કેન્સરનું સ્વરૂપ લેવાનું શરૂ કરે છે. એવું જરૂરી નથી કે તમામ ગાંઠો કેન્સરગ્રસ્ત હોય. જ્યારે કેન્સર થાય છે, ત્યારે શરીરના કોષો ખૂબ જ ઝડપથી અને અસામાન્ય રીતે વધવા લાગે છે. જેના કારણે સમસ્યાઓ થવા લાગે છે. જો સમયસર સારવાર ન થાય તો કેન્સર જીવલેણ બની જાય છે. આવી સ્થિતિમાં તમારા માટે તમારી આદતોને યોગ્ય રાખવી ખૂબ જ જરૂરી છે.

આ આદતો કેન્સરનું જોખમ વધારે છે 

મોબાઈલનો વધુ પડતો ઉપયોગ
આજકાલ મોબાઈલ ફોન અને લેપટોપ જરૂરિયાત બની ગયા છે, પરંતુ કેટલાક લોકો દિવસભર ફોનમાં વ્યસ્ત રહે છે. આ આદત ખોટી છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગથી કેન્સર જેવી ખતરનાક બીમારી થઈ શકે છે. મોબાઈલ ફોન રેડિયો ફ્રીક્વન્સી એનર્જી ઉત્સર્જન કરે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. આથી મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ જ્યારે જરૂરી હોય ત્યારે જ કરવો જોઈએ.

ચિંતામાં રહેવું
જે લોકોને વધુ તણાવ, ચિંતા અને માનસિક સમસ્યાઓ હોય છે, તેમને કેન્સર થવાની શક્યતા વધી જાય છે. જ્યારે તમે વધુ પડતો સ્ટ્રેસ લો છો, ત્યારે તેનાથી બ્લડ પ્રેશરનું સ્તર વધે છે. જે હૃદયના ધબકારા વધારે છે અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાનું કારણ બને છે. તણાવને કારણે બ્લડ શુગર પણ વધવા લાગે છે. તેનાથી કેન્સર જેવી બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે.

વાંચવા જેવું: આજથી જ તમારી લાઇફસ્ટાઇલમાં લાવો આ 5 બદલાવ, નહીં તો વધી શકે છે કેન્સરનો ખતરો

ધૂમ્રપાન અને દારૂનું વધુ પડતું સેવન 
આજકાલ લોકોએ ધૂમ્રપાન અને દારૂને એક ફેશન અને સ્ટેટસ બનાવી દીધું છે. જ્યારે આ બંને આદતોની સીધી અસર ફેફસાં, મોં અને ગળા પર પડે છે. ધૂમ્રપાન અને દારૂ પીવાથી મોઢાનું કેન્સર, ગળા અને લીવરના કેન્સરનું જોખમ વધે છે.

લાંબા સમય સુધી બેસી રહેવું
લાંબા સમય સુધી બેસી રહેવાથી ઘણી બીમારીઓ થાય છે. જો તમે પણ લાંબા સમય સુધી બેસીને ખૂબ ઓછી શારીરિક પ્રવૃત્તિ કરો છો તો તે નુકસાનકારક છે. લાંબા સમય સુધી બેસી રહેવાથી આંતરડા અને ફેફસાનું કેન્સર થઈ શકે છે. સૂર્યપ્રકાશના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ત્વચાના કેન્સરનું જોખમ પણ રહેલું છે.

સ્થૂળતા 
ખરાબ જીવનશૈલીના કારણે વજન ઝડપથી વધવા લાગે છે. આવી સ્થિતિમાં સ્થૂળતા અને હોર્મોન્સમાં ફેરફાર અનેક બીમારીઓનું કારણ બને છે. વજન વધવાને કારણે શરીરમાં કેન્સર જેવી બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. તેથી શારીરિક પ્રવૃત્તિ કરો અને તંદુરસ્ત ખોરાક લો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ