બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Bring these 5 changes in your lifestyle from today itself
Last Updated: 04:47 PM, 20 January 2024
ADVERTISEMENT
આજકાલ કેન્સર જેવી જીવલેણ બિમારીનો લોકો મોટી સંખ્યામાં ભોગ બની રહ્યાં છે. કેન્સરની બિમારીનો વધારે ખતરો એ લોકોને રહે છે કે જે લોકોની લાઈફસ્ટાઈલ ખરાબ હોય.જેમ કે વધારે પડતું દારૂનું સેવન કરવું, એક્સરસાઈઝ ન કરવી, ખાવાપીવાની ખોટી આદતો અને વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરવાથી શરીરમાં કેન્સર થવાની સંભાવના વધે છે.

ADVERTISEMENT
કેન્સરના ઘણા પ્રકાર હોય છે. જેમ કે લિવરનું કેન્સર, સ્કિન કેન્સર, પેટનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર સહિત અનેક પ્રકારના કેન્સર જોવા મળી રહ્યાં છે. જો શરીરના કોઈ ભાગમાં ગાંઠ જોવા મળે તો તે કેન્સરનું રૂપ પણ ધારણ કરી શકે છે. જો કે બધી જ ગાંઠ કેન્સરની હોય તેવુ જરૂરી નથી. જો સમય પર કેન્સર જેવી બિમારીની જાણ થઈ જાય તો તેને નિવારી શકાઈ છે. જેથી સૌથી પહેલા તો આપણે આપણી આદતોને બદલવી જોઈએ
આ અદતોના કારણે વધી શકે છે કેન્સરનો ખતરો
ADVERTISEMENT
મોબાઈલનો વધારે પડતો ઉપયોગ
જો આપણે મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરીએ કેન્સરનો ખતરો વધી શકે છે. આજકાલ મોટા ભાગના લોકો મોબાઈલ ફોન અને લેપટોપનો જરૂર કરતા વધારે ઉપયોગ કરે છે. ઘણા લોકો તો એવા હોય છે કે તેઓ આખો દિવસ મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ કરે છે. જેના કારણે કેન્સર જેવી બિમારીનો ખતરો વધે છે. મોબાઈલમાં રેડિયો ફ્રીક્વન્સી એનર્જી નીકળે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.
સતત સ્ટ્રેસ રહેવો
જે લોકોને સ્ટ્રેસ, અંઝાયટી, માનસિક પરેશાની વધારે રહેતી હોય તો તેમને કેન્સર જેવી બિમારીનો ખતરો વધારે છે. જો તમે સ્ટ્રેસ વધારે લેતા હોય તો બ્લડ પ્રેશર પણ વધે છે.. અને હાર્ટી બીટ વધે છે.. અને બ્લડ પ્રેશરની સમસ્યા ઉભી થાય છે.સ્ટ્રેસ લેવાથી સુગર લેવલ પણ વધી જાય છે. જેના કારણે કેન્સર જેવી બિમારીઓનો ખતરો વધી જાય છે.
ADVERTISEMENT
સ્મોકિંગ અને આલ્કોહોલનું વધારે પડતું સેવન
આજકાલ સ્મોકિંગ અને આલોકોહોલનું સેવન લોકો ફેશન અને સ્ટેટસ બનાવવા માટે કરી રહ્યાં છે.. પણ આ વ્યસનની અસર સીધી જ તમારા લીવર, મોઢા અને ગળા પર છે.. જે આગળ જતા કેન્સરનું રૂપ ધારણ કરી શકે છે. સ્મોકિંગ અને આલ્કોહોલ પીવાથી મોઢાના કેન્સર, ગળા અને લીવરના કેન્સરનું જોખમ વધે છે.
વધારે પડતું બેસવુ
લાંબા સમય સુધી એકને એક જગ્યા પર બેસીને નોકરી કરવાથી અનેક રોગો થાય છે. જો તમે પણ લાંબા સમય સુધી બેસીને કાન કરો છો અને તેની સામે ખૂબ ઓછી શારીરિક પ્રવૃત્તિ કરો છો તો તે તમને નુકસાન પહોંચાડે છે. બા સમય સુધી બેસી રહેવાથી આંતરડાનું કેન્સર અને ફેફસાનું કેન્સર થઈ શકે છે. જ્યારે સૂર્યપ્રકાશના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ત્વચાના કેન્સરનું જોખમ પણ રહેલું છે.
ADVERTISEMENT
વધુ વાંચો: નમકના કારણે દર વર્ષે લાખો લોકો ગુમાવી રહ્યા છે જીવ! WHOએ કહ્યું ગ્લોબલ કીલર, જાણો કેમ
મોટાપો પણ એક કારણ હોય શકે છે
ખરાબ લાઈફસ્ટાઈલના કારણે વજન ઝડપથી વધે છે.. જેના કારણે આપણે મોટાપાનો શિકાર બનીએ છીએ.. ત્યારે સ્થૂળતા અને હોર્મોન્સમાં ફેરફાર અનેક બીમારીઓનું કારણ બને છે. વજન વધવાને કારણે શરીરમાં કેન્સર જેવી બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. જેથી દરરોજ એક્સરસાઈઝ તો કરવી જ જોઈએ...
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.