ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / excessive salt intake kills millions yearly who report says global killer

સાવધાન / નમકના કારણે દર વર્ષે લાખો લોકો ગુમાવી રહ્યા છે જીવ! WHOએ કહ્યું ગ્લોબલ કીલર, જાણો કેમ

Published By: Vikram Mehta

Last Updated: 03:34 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીઠાનું વધુ પ્રમાણમાં સેવન ના કરવું જોઈએ. મીઠાનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી કઈ બિમારીઓ થઈ શકે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

ADVERTISEMENT

  • મીઠાનું વધુ પ્રમાણમાં સેવન ના કરવું
  • WHOએ એલર્ટ જાહેર કર્યું
  • મીઠું વધુ પ્રમાણમાં ખાવાથી બિમારીઓ થઈ શકે છે

મીઠાનું વધુ પ્રમાણમાં સેવન ના કરવું જોઈએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મીઠાનું વધુ પ્રમાણમાં સેવન કરવા બાબતે એલર્ટ જાહેર કર્યું છે. મીઠાનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી દર વર્ષે 1.89 મિલિયન લોકોનું મૃત્યુ થાય છે. મીઠાનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી કઈ બિમારીઓ થઈ શકે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મીઠાનું વધુ સેવન કરવાથી થતી બિમારી
હાર્ટ પ્રોબ્લેમ

મીઠામાં સોડિયમ હોય છે. સોડિયમનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી શરીરમાં પાણી જમા થવા લાગે છે. શરીરમાં પાણી વધવાને કારણે બ્લડ વેસલ્સ પર વધુ પ્રેશર આવે છે અને બ્લડપ્રેશર હાઈ રહે છે. નિષ્ણાંતો અનુસાર હાઈ બ્લડ પ્રેશરના કારણે હાર્ટ એટેક, હાર્ટ સ્ટ્રોક અને હાર્ટ ફેલિયરનું જોખમ રહે છે. 

કિડનીની બિમારી
મીઠાનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી કિડની સંબંધિત બિમારીઓ થવાનું જોખમ રહે છે. મીઠાનું વધુ સેવન કરવાથી કિડની પર પ્રેશર આવે છે. નિષ્ણાંતો અનુસાર સોડિયમનું વધુ સેવન કરવાથી કિડની ફેઈલ થવાનું જોખમ રહે છે. 

બેચેની રહે છે
નિષ્ણાંતો અનુસાર ડાયટમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય તો અનિંદ્રાની સમસ્યા થવા લાગે છે. અનિંદ્રા અને ઓછી ઊંઘને કારણે બેચેની તથા માનસિક પરેશાની થઈ શકે છે. 

હાડકાં નબળા પડે છે
સોડિયમનું વધુ સેવન કરવાથી હાડકાં નબળા પડવા લાગે છે. જેના કારણે હાડકાંમાં મજબૂતી ઓછી થતી હોય છે. નાની ઉંમરે કમરનો દુખાવો, ઘુંટણનો દુખાવો જેવી બિમારીઓ થાય છે. 

વધુ વાંચો: લાઇફમાં હાર્ટ એટેકથી બચવું છે? તો રોજ સવારમાં જાગીને કરો આ કામ, હાર્ટ રહેશે હેલ્ધી

એક દિવસમાં મીઠાનું કેટલું સેવન કરવું?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર વ્યક્તિએ દરરોજ પાંચ ગ્રામ મીઠાનું સેવન કરવું જોઈએ. એક ચમચીથી વધુ મીઠાનું સેવન ના કરવું. શરીરમાં સોડિયમની માત્રા ઓછી કરવા માટે જંક ફૂડનું સેવન ના કરવું જોઈએ. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

સંકળાયેલા મુદ્દાઓ

excessive salt intake salt global killer salt intake per day who report about salt intake મીઠાનું વધુ પ્રમાણમાં સેવન Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ