બ્રેકિંગ ન્યુઝ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
Last Updated: 11:56 PM, 7 May 2024
શાકિબ અલ હસન ફરી એકવાર વિવાદોમાં ફસાયેલો જોવા મળ્યો છે. બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડરે સેલ્ફી લેવા આવેલા ફેન પર હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શાકિબ તે યુવક પર હાથ ઉપાડીને તેની ગરદન મરોડતો જોવા મળે છે. આ ઘટના ઢાકા પ્રીમિયર લીગ દરમિયાન બની હોવાનું કહેવાય છે. શાકિબ ઢાકા પ્રીમિયર લીગમાં શેખ જમાલ ધનમોન્ડી ક્લબ તરફથી રમી રહ્યો છે. આ ઘટના ટોસ પહેલા બની હોવાનું કહેવાય છે. સાકિબ અલ હસન આ પ્રકારના વિવાદમાં ફસાયા હોય તેવું આ પહેલીવાર નથી. આ પહેલા તે અમ્પાયર પર બૂમો પાડવાની અને સ્ટમ્પ ઉખાડી નાખવાની ઘટનાઓમાં પણ સંડોવાયેલ છે.
ADVERTISEMENT
Shakib al Hasan 🇧🇩🏏 went to beat a fan who tried to take a selfie 🤳
— Fourth Umpire (@UmpireFourth) May 7, 2024
Your thoughts on this 👇👇👇 pic.twitter.com/k0uVppVjQw
મોબાઈલ પણ છીનવી લેવાનો પ્રયાસ
ADVERTISEMENT
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે શાકિબ મેદાનની બહાર ઊભો છે અને બે લોકો સાથે વાત કરી રહ્યો છે. આ દરમિયાન એક ચાહક તેની તરફ આવે છે. તેના હાથમાં મોબાઈલ છે અને તે શાકિબ સાથે સેલ્ફી લેવાની વિનંતી કરે છે. પરંતુ શાકિબ તેને ના પાડવા લાગે છે. તેમ છતાં તે વ્યક્તિ રાજી નથી થતો અને મોબાઈલ લઈને સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે.. તેનાથી ગુસ્સે થઈને શાકિબ પહેલા તેની તરફ આક્રમક રીતે આગળ વધે છે. ત્યારબાદ તેઓ એક હાથે તેનો મોબાઈલ છીનવી લેવાનો પ્રયાસ કરે છે. પછી તેનો એક હાથ ફેનની ગરદન પર પણ જાય છે અને તેને નીચેની તરફ દબાવી દે છે.
ટી20 વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશની તૈયારીઓથી સંતુષ્ટ નથી શાકિબ
નોંધનીય છે કે શાકિબ અલ હસન ટી20 વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશની તૈયારીઓથી સંતુષ્ટ નથી. તેણે કહ્યું કે જો અમે ગયા વર્લ્ડ કપમાં બહુ સારું ન રમ્યા તો અમે ખરાબ પણ નથી રમ્યા. જો આ અમારો બેન્ચમાર્ક છે તો અમારે અમારા પ્રદર્શનમાં વધુ સુધારો કરવાની જરૂર છે. શાકિબે કહ્યું કે જો અમારે વધુ સારું પ્રદર્શન કરવું હોય તો પહેલા રાઉન્ડમાં ઓછામાં ઓછી ત્રણ મેચ જીતવી જરૂરી રહેશે. સાકિબે પત્રકારો સાથે વાત કરતા આ વાત કહી. તેણે યુએસએ સામેની શ્રેણી જીતવાનું કારણ પણ જણાવ્યું. શાકિબે કહ્યું કે આ સાથે અમે અમેરિકાની પરિસ્થિતિઓને અનુરૂપ બનીશું. આ વર્લ્ડ કપમાં અમારા માટે ઘણું સારું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT