બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health brisk walking daily reduce heart attack risk simple tips to boost heart health
Last Updated: 09:08 AM, 20 January 2024
ADVERTISEMENT
હાર્ટ એટેકના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો નાની ઉંમરમાં લોકો હ્રદયરોગનો ભોગ બની રહ્યા છે. હાર્ટ સુધી ઓક્સિજનયુક્ત બ્લડ ના પહોંચી શકવાને કારણે હાર્ટ એટેક આવે છે. હ્રદયરોગ નિષ્ણાંતો અનુસાર લોકો ખરાબ લાઈફસ્ટાઈલ, અનહેલ્ધી ફૂડ, શારીરિક એક્ટિવિટીનો અભાવ, ધૂમ્રપાન અને પ્રદૂષણના કારણે યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે.
શિયાળામાં હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. શિયાળામાં ઠંને કારણે, હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓ સંકોચાઈ જાય છે અને તેની હૃદય પર અસર થાય છે. ધમનીઓમાં ગાંઠ થવા લાગે છે, ત્યારે હાર્ટ એટેક આવે છે. હાર્ટ એટેક આવે ત્યારે તાત્કાલિક સારવાર ન મળે તો તેનું મૃત્યુ થઈ શકે છે. હાર્ટ એટેકથી બચવા માટે લોકોએ સમયાંતરે તેમના હૃદયની તપાસ કરાવવી જોઈએ.
ADVERTISEMENT
રોજ આ કામ કરવાથી હાર્ટ એટેકનું જોખમ નહીં રહે
હાર્ટ એટેકથી બચવા માટે હેલ્ધી ડાયટનું સેવન કરવું જોઈએ અને સમયસર સૂઈ જવું જોઈએ અને સમયસર ઊઠવું જોઈએ. ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન ના કરવું. દરરોજ સવારે 40 મિનિટમાં 4 કિલોમીટરનું બ્રિસ્ક વોક કરવી જોઈએ. બ્રિસ્ક વોકમાં સામાન્ય વોક કરતા ઝડપથી ચાલવાનું હોય છે. નિયમિતરૂપે ઝડપથી ચાલવાથી હાર્ટ હેલ્ધી રહે છે અને હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે.
ADVERTISEMENT
શિયાળામાં શરીરનું તાપમાન ગરમ રાખવું
હાર્ટ એટેક ના આવે તે માટે શરીરનું તાપમાન ગરમ રાખવું જોઈએ અને ગરમ ખોરાકનું સેવન કરવું જોઈએ. જંક ફૂડનું સેવન ના કરવું. ઠંડી વધુ હોય ત્યારે ઘરની બહાર ન નીકળવું જોઈએ. ગરમ કપડાં પહેરીને જ ઘરની બહાર નીકળવું. જે લોકો હ્રદયરોગની દવાઓ લેતા હોય તેમણે સમયસર દવાનું સેવન કરવું. સમયસર દવા ન લેવાથી તબિયત વધુ ખરાબ થઈ શકે છે અને હાર્ટ એટેક આવી શકે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.