બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If you have a habit of sitting in the toilet for a long time, flush it immediately! Otherwise the pain of this painful disease will not be tolerated

હેલ્થ / ટોયલેટમાં વધારે સમય બેસવાની ટેવ હોય તો તાત્કાલિક ફલ્સ કરી દેજો! નહીંતર આ દર્દનાક બીમારીની પીડા સહન નહીં થાય

Vishal Khamar

Last Updated: 11:16 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકો ટોયલેટ ગયા પછી સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું શરૂ કરી દે છે, જેના કારણે તેઓ ત્યાં લાંબા સમય સુધી બેસી રહે છે. આ તેમના ગુદામાર્ગને અસર કરે છે અને પાઈલ્સનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. લોકોએ શૌચાલયમાં જરૂર કરતાં વધુ સમય સુધી ન બેસવું જોઈએ.

  • ટોયલેટમાં બેસીને ફોનનો ઉપયોગ કરવાથી પાઈલ્સનું જોખમ વધી શકે છે
  • લાંબા સમય સુધી શૌચાલયમાં બેસી રહેવાથી પાઈલ્સનાં દર્દીઓ થઈ શકે છે
  • લોકોએ ટોઇલેટમાં 5-10 મિનિટ જ બેસવું જોઈએ

આજકાલ લોકો સ્માર્ટફોનનો ખૂબ ઉપયોગ કરે છે. લોકો ખાતા-પીતા અને મુસાફરી દરમિયાન પણ ફોનનો ઉપયોગ કરતા રહે છે. મોટી સંખ્યામાં લોકો તેમના ફોન પણ ટોયલેટમાં લઈ જાય છે અને ત્યાં લાંબા સમય સુધી બેસી રહે છે. લાંબા સમય સુધી ટોયલેટમાં બેસી રહેવું ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. ડોકટરોના મતે, આમ કરવાથી લોકો પાઈલ્સના દર્દી બની શકે છે. ટોયલેટમાં બેસીને લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરવાથી તમારા ગુદામાર્ગ પર દબાણ આવે છે અને તમે યોગ્ય રીતે શૌચ કરી શકતા નથી. જેના કારણે કબજિયાત અને પાઈલ્સ સહિત અનેક ગંભીર બીમારીઓનો ખતરો વધી જાય છે. ક્યારેક ફિશરની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.

<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/કબજિયાત' title='કબજિયાત'>કબજિયાત</a> માટેનો સર્વશ્રેષ્ઠ ઈલાજ, આ ઉપાય કરતાં જ રોજ સવારે પેટ થઈ જશે એકદમ  સાફ | Foods To Clean The Stomach In The Morning

નવી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના પ્રિવેન્ટિવ હેલ્થ એન્ડ વેલનેસ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડૉ.સોનિયા રાવતના જણાવ્યા અનુસાર ટોયલેટ ગયા પછી ફોનનો ઉપયોગ કરવો ખૂબ જ નુકસાનકારક છે. આમ કરવાથી ગુદા પર દબાણ આવે છે અને ત્યાંની નસોમાં સોજો આવી શકે છે. જેના કારણે કબજિયાત અને પાઈલ્સ ની સમસ્યા થઈ શકે છે. જો તમે પાઈલ્સ ના દર્દી છો તો આ ભૂલ ક્યારેય ન કરો. આમ કરવાથી રક્તસ્ત્રાવ થઈ શકે છે અને સ્થિતિ ગંભીર બની શકે છે. લોકોએ ટોઇલેટમાં 5-10 મિનિટ જ બેસવું જોઈએ. આનાથી વધુ સમય બેસી રહેવાથી પાઈલ્સ થઈ શકે છે. દરેક વ્યક્તિએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને ફોનને ટોયલેટમાં લઈ જવાની કે લાંબો સમય બેસી રહેવાની ભૂલ ન કરવી જોઈએ.

વધુ વાંચોઃ ડૂબતા વ્યક્તિને તારવો છે? તો અપનાવજો આ 12 ટિપ્સ, નહીં જાય જીવ!

ડોકટરોના મતે, પાઈલ્સથી બચવા માટે, લોકોએ ટોઈલેટમાં ફોન ન લઈ જવા જોઈએ અને શૌચ કરતી વખતે વધુ બળ લગાવવાનું ટાળવું જોઈએ. શૌચાલયમાં લાંબા સમય સુધી બેસવાનું ટાળવું જોઈએ. કબજિયાત પણ પાઈલ્સનું કારણ હોઈ શકે છે. કબજિયાતના દર્દીઓ સામાન્ય રીતે લાંબા સમય સુધી શૌચાલયમાં બેસીને તાણ સાથે શૌચ કરે છે. આવી સ્થિતિમાં કબજિયાતના દર્દીઓએ પણ આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પાઈલ્સથી બચવા માટે લોકોએ સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ અને ફાઈબરથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. જો કબજિયાત હોય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ