બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / liger star vijay deverakonda says mike tyson lovingly abused him on set

નિવેદન / બોક્સર ટાઈસન સેટ પર એવી ગાળો આપતા કે હું તો બોલી પણ નથી શકતો, 'લાયગર' વિજયનો ધડાકો

Premal

Last Updated: 04:08 PM, 25 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેતા વિજય દેવરકોંડાએ કહ્યું કે તેમની ફિલ્મ લાઈગરના ફિલ્માંકન દરમ્યાન તેના સહ-કલાકાર અને પૂર્વ વિશ્વ હેવીવેટ ચેમ્પિયન બોક્સર માઈક ટાયસને તેમને અંગ્રેજીમાં અપશબ્દો કહ્યાં હતા.

  • અભિનેતા વિજય દેવરકોંડાનો ખુલાસો
  • ફિલ્મ લાઈગરના ફિલ્માંકન દરમ્યાન બોક્સર માઈક ટાયસને તેને અપશબ્દો કહ્યાં હતા
  • વિજયે પ્રસિદ્ધ અમેરિકન બોક્સરના ભોજન અંગે કરી વાતચીત 

બોક્સર માઈક ટાયસને મને અંગ્રેજીમાં અપશબ્દો કહ્યાં: વિજય દેવરકોંડા

વિજયે કહ્યું, માઈક ટાયસને મને ખૂબ અપશબ્દો કહ્યાં. પરંતુ પ્રેમથી. અંગ્રેજીમાં અને તેમણે મને કહ્યું તે હું કઈ શકુ તેમ પણ નથી. પરંતુ હા મેં તેમની સાથે સારો સમય વિતાવ્યો. વિજયે બાદમાં પ્રસિદ્ધ અમેરિકન બોક્સરના ભોજન અંગે વાતચીત કરતા કહ્યું, તેમનો આહાર અમુક હદ સુધી અનન્યા પાંડે જેવો છે. લાઈગરમાં મુખ્ય ભૂમિકા નિભાવનારી અનન્યાએ એવુ પણ શેર કર્યુ કે તેમણે ટાયસન પાસેથી શું શીખ્યું છે અને તેમની બોન્ડિંગ કેટલી સારી હતી. તેમણે કહ્યું, અમે બંને ખૂબ ખાતા હતા. તેથી અમારી સેટ પર સારી બોન્ડિંગ હતી. માઈક સર પાસેથી મેં શીખ્યું કે ક્યારેય પણ કોઈ પણ વસ્તુને ના ના પાડે. 

માઈક સરને અમારી સાથે ખૂબ મજા આવતી હતી: વિજય દેવરકોંડા

તેમણે કહ્યું, તેઓ ભારતને તેના ભોજન, સંગીત અને લોકો માટે ખૂબ પ્રેમ કરે છે. હકીકતમાં તેઓ અમને ભારતીય ભોજન લાવવા માટે કહેતા હતા. જેમાં માઈક સરને ખૂબ મજા આવતી હતી. પરંતુ તેઓ અહીની ભીડથી ડરતા હતા. એક વખત તેઓ અહીં આવ્યાં હતા અને માત્ર હોટલમાં રોકાયેલા હતા. કારણકે તેઓ એરપોર્ટ અથવા કોઈ અન્ય સ્થાન પર એકત્રિત થયેલી ભીડથી ડરતા હતા. 

ટાઇનને સાઇન કરવો મુશ્કેલ હતુ 

ફિલ્મમાં માઈક ટાઇસનને કાસ્ટ કરવાને લઇને ચાર્મી કૌરે એક વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું, અમને માઇક ટાયસનને સાઈન કરવામાં 2 વર્ષ લાગ્યા છે. કોવિડ-19 હંમેશા વચ્ચે આવી જતો હતો. પરંતુ અમે વાતચીત ચાલુ રાખી અને આખરે અમે તેમને સાઈન કરી લીધા. તેમણે કહ્યું, આ દરમ્યાન સૌથી ખરાબ વાત એ હતી કે અમે અમેરિકા જઇ શકતા નહોતા અને તેઓ ભારત પાછા આવી શકતા નહોતા, કારણકે ભારત રેડ ઝોનમાં હતુ.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ