બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / ચોમાસામાં ફરવા જવાનો પ્લાન બનાવો છો? ફોલો કરો આ 5 ટિપ્સ, ટ્રિપ બની જશે યાદગાર!
Charmi Maheta
Last Updated: 06:23 PM, 13 June 2025
જો તમે વરસાદના દિવસોની રાહ જોઈ રહ્યાં છો અને આ દરમિયાન ફરવા જવાનું વિચારી રહ્યાં છો, તો ભારતમાં ઘણી બધી સુંદર અને શાંત જગ્યાઓ છે. ખાસ કરીને હિલ સ્ટેશનો અને ઐતિહાસિક સ્થળો. પરંતુ વરસાદના સમયને ધ્યાનમાં રાખીને કેટલીક મહત્વની ટીપ્સ છે જેને અનુસરીને તમે તમારી યાત્રા સરળ અને આનંદદાયક બનાવી શકો છો.
ADVERTISEMENT
હવામાનની જાણકારી
ADVERTISEMENT
જે જગ્યાએ જવાનું વિચારો છો ત્યાંનું વાતાવરણ કેવું છે એ વિશે ઓનલાઈન ચેક કરવું અથવા ત્યાં રહેતા કોઈ વ્યક્તિ પાસેથી માહિતી મેળવી લેવી. જેથી તમારે વાતાવરણ અનુસાર કઈ રીતે કપડાં અને સામાન પેક કરવો છે તે નક્કી કરી શકશો.
રહેવાની વ્યવસ્થા પહેલા જ ફાઈનલ કરો
ADVERTISEMENT
ફરવા જતાં પહેલાં ક્યાં અને કઈ હોટલમાં કે ગેસ્ટ હાઉસમાં રોકાવું છે તે નક્કી કરી લો. બને તો ઓનલાઈન બુકિંગ કરાવી લેવું જેથી ત્યાં પહોંચીને મુશ્કેલી ન પડે. એ પણ જોવું કે સ્થળ સસ્તું અને પ્રવાસ માટે અનુકૂળ હોય.
વોટરપ્રૂફ ટ્રાવેલ બેગ અને છત્રી સાથે રાખવી
ADVERTISEMENT
વરસાદમાં મોટાભાગની જગ્યાએ ભીંજાવાનું હોય છે. એટલે તમારા સામાનને ભીંજાતા બચાવવા માટે વોટરપ્રૂફ બેગ સાથે લઇ જાઓ. સાથે રેનકોટ અને છત્રી પણ રાખવી ન ભૂલશો, કારણ કે વધુ પલળ્યા પછી તમને ઠંડી લાગી શકે છે.
આ પણ વાંચો : બાઈકને ટ્રેનમાં કરી નાખો પાર્સલ, બીજા શહેરમાં લઈ જવું છે સરળ, જાણો પ્રોસેસ
ADVERTISEMENT
રોકડા રૂપિયા સાથે રાખો
તમારું UPI ચાલુ હોવું જોઈએ અને થોડી રકમ રોકડ રૂપમાં પણ સાથે રાખો. રોકડ પૈસાને પાણીથી બચાવવા માટે પ્લાસ્ટિક પાઉચમાં રાખવા કારણ કે ઘણી જગ્યાએ ઓનલાઈન પેમેન્ટ ચાલતું નથી હોતું. જરૂરી દવાઓ સાથે રાખો
ADVERTISEMENT
વરસાદી સિઝનમાં શરદી, ઉધરસ કે તાવ જેવી સમસ્યાઓ થવાની સંભાવના વધારે હોય છે. એટલે સામાન્ય દવાઓ જેમ કે તાવ, માથાનો દુખાવો, ગેસ્ટ્રિક અને એલર્જીની દવા સાથે રાખવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.