ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બાઈકને ટ્રેનમાં કરી નાખો પાર્સલ, બીજા શહેરમાં લઈ જવું છે સરળ, જાણો પ્રોસેસ

તમારા કામનું / બાઈકને ટ્રેનમાં કરી નાખો પાર્સલ, બીજા શહેરમાં લઈ જવું છે સરળ, જાણો પ્રોસેસ

Published By: Charmi Maheta

Last Updated: 03:50 PM, 13 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટુડન્ટ્સ હોય કે નોકરિયાત વર્ગ એક સ્થળેથી બીજા સ્થળે જવા બાઇક, કાર, સાઇકલનો ઉપયોગ દરેક લોકો કરે છે. પરંતુ મોટા ભાગના લોકો ટુ વ્હિલરનો ઉપયોગ કરતાં હોય છે. ક્યારેક કોઈને બદલી થાય, શિક્ષણાર્થે પોતાના વતનથી દૂર જાય તો સાથે પોતાનું સાધન કઈ રીતે લઈ જવું તે મૂંઝવણમાં મુકાઇ જાય છે. પરંતુ મૂંઝવણથી અટવાઈ જવાની જરૂર નથી કારણ કે ભારતીય રેલવે બાઇક પાર્સલ માટે સુરક્ષિત અને સસ્તી સુવિધા આપે છે.

ADVERTISEMENT

ભારતીય રેલવે દુનિયાનું ચોથું સૌથી મોટું નેટવર્ક છે, જે ખાલી યાત્રિકો નહીં પરંતુ માલસામાન પણ આપણાં ખિસ્સાને પોસાય તેમ ટ્રાન્સપોર્ટ કરે છે. જેથી તમારે પોતાનું ટુ વ્હિલર અન્ય શહેરમાં મોકલવું હોય તો ટ્રેન દ્વારા મોકલાવી શકો છો. ટ્રેનમાં બાઇક બે પદ્ધતિ દ્વારા મોકલાવી શકાય છે: 1) લગેજ (Luggage)જેમાં તમે પોતે મુસાફરી કરી બાઇક સાથે લઈ જઈ શકો છો, જ્યારે બીજું છે પાર્સલ (Parcel) તેમાં તમે બાઇક એકલું પહોંચાડી શકો છો. જો કે આમાં કેટલો ખર્ચ થશે, કયા પ્રકારના ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તે પણ જણાવી દઈએ.

પાર્સલ બુકિંગ કઈ રીતે કરવું ?

સૌથી પહેલા નજીક રેલવે સ્ટેશનની પાર્સલ ઓફિસમાં જાવ. ત્યાંથી તમામ માહિતી લઈને ડોક્યુમેન્ટ રેડી કરો. જેમાં બાઇકની RC બૂક, ઈન્સ્યોરન્સ પોલિસી, તમારું આઈડી પ્રૂફ જેમ કે આધાર અથવા ડ્રાઇવિંગ લાઈસન્સ. બુકિંગ વખતે બાઇકની ટાંકી ચેક કરવામાં આવે છે, તેમાં પેટ્રોલ ન હોવું જોઈએ એ ખાસ ધ્યાન આપવું.

સાવચેતી અને નિયમ

બાઇક જ્યારે મોકલવાનું હોય તેના અગાઉ દિવસે જ બુકિંગ તથા પેકિંગ કરાવી લેવું, પાર્સલ બુકિંગ માટે સવાર 10 કલાકથી 5 કલાક સુધી કરાવી શકાય છે. ખાસ હેડલાઇટ અને સાઈડ લાઇટની સુરક્ષા જરૂરી છે. આ ઉપરાંત જો બાઈકમાં પેટ્રોલ હશે તો 1000 રૂપિયા દંડ ભોગવવાનો વારો આવશે. મહત્વની બાબત તો એ છે કે બાઇક તમારા નામ પર હશે તો જ બુકિંગ થશે.

આ પણ વાંચો: શું દરેક વ્યક્તિ ઓપન કરાવી શકે છે જન ધન બેંક એકાઉન્ટ? જાણો યોગ્યતા સાથે ફાયદા

ભાડું કેટલું થશે ?

બાઇકનું ભાડું તેના વજન અને કેટલા દૂરના અંતરે મોકલવાનું છે તેના ઉપર હોય છે. જો 500કિમી દૂર મોકલાવવું હોય તો 1200 રૂપિયા સુધીનો ચાર્જ લાગે છે. જ્યારે પેકિંગ માટે 300થી 500 રૂપિયા લાગે છે.

જરૂરી ડોક્યુમેન્ટ્સ

RC બૂક

વીમાના ડોક્યુમેન્ટ્સ

ID આધાર અથવા ડ્રાઇવિંગ લાયસન્સ

સંકળાયેલા મુદ્દાઓ

AffordableOption IndianRailway BikeParcelByRailway

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ