બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / દહીંની સાથે આ વસ્તુઓનું કરો સેવન, શરીરની અનેક સમસ્યાઓ થશે દૂર અને મળશે ગજબના ફાયદા
Last Updated: 03:31 PM, 16 April 2025
દહીં અને ચિયા સીડ્સના ફાયદા
ADVERTISEMENT
દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ અને ચિયા સીડ્સમાં રહેલા હાઈ ફાઈબર પાચનક્રિયા સુધારવામાં મદદરૂપ થાય છે. ચિયા સીડ્સ પાણીમાં ફૂલીને જેલ જેવુ સ્વરૂપ ધરાવે છે, જે આંતરડાની સફાઈ કરીને કબજિયાતમાંથી રાહત આપે છે. દહીં સાથે તેનું સેવન ગટ હેલ્થ સુધારવામાં મદદરૂપ થાય છે અને પેટની તકલીફો ઓછી થાય છે.
ADVERTISEMENT
જો તમે વજન ઓછું કરવામાંગો છો, તો દહીં અને ચિયા સીડ્સનું કોંબિનેશન તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. ચિયા સીડ્સમાં વધુ માત્રામાં ફાઈબર હોય છે, જેના કારણે લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને અનહેલ્ધી ક્રેવિંગ્સ ઓછા થાય છે. દહીંમાં રહેલું પ્રોટીન મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, જેના કારણે ફેટ બર્નિંગની પ્રક્રિયા ઝડપી બને છે.
દહીં કેલ્શિયમનું ઉત્તમ સ્ત્રોત છે, જે હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. ચિયા સીડ્સમાં પણ કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજ તત્વો હોય છે, જે હાડકાંની ડેન્સિટી વધારવામાં મદદરૂપ થાય છે. તેથી દહીં અને ચિયા સીડ્સના સેવનથી ઓસ્ટિઓપોરોસિસ જેવી બિમારીઓથી બચી શકાય છે.
દહીંમાં રહેલા સારા બેક્ટેરિયા શરીરને રોગોથી લડવાની શક્તિ વધારવામાં મદદ કરે છે. ચિયા સીડ્સમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ અને ઓમેગા-3 ફેટી એસિડસ ઇન્ફ્લેમેશન ઘટાડે છે અને ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. નિયમિત રીતે તેનું સેવન કરવાથી શરદી-ખાંસી અને બીજા ઇન્ફેક્શન્સથી બચી શકાય છે.
દહીં અને ચિયા સીડ્સ બંને ચામડી માટે ખૂબ જ ફાયદાકારક છે. દહીંમાં રહેલું લેક્ટિક એસિડ ચામડીમાં નરમાશ જાળવી રાખે છે અને ગ્લો વધારવામાં મદદ કરે છે. ચિયા સીડ્સમાં રહેલું ઓમેગા-3 ચામડીનો સોજો ઘટાડે છે અને મોઢા પરથી પિમ્પલ્સ તથા કરચલીઓથી બચાવે છે. આ કોમ્બિનેશન વાળને પણ મજબૂત અને ચમકદાર બનાવવામાં મદદરૂપ છે.
ચિયા સીડ્સમાં પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ હોય છે, જે શરીરને ઊર્જા આપે છે. દહીં સાથે તેનું સેવન થવાથી લાંબા સમય સુધી શરીરને એનર્જી મળે છે, થાક ઘટે છે અને સ્ટેમિના વધે છે. આ એથ્લેટ્સ અને ફિટનેસ શોખીનો માટે શ્રેષ્ઠ સ્નેક ઓપ્શન સાબિત થઈ શકે છે.
ચિયા સીડ્સ બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ છે, કારણકે તેમાં રહેલા ફાઈબરને લીધે ગ્લુકોઝ શોષણ ધીમું થાય છે. દહીંનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ પણ ઓછો હોય છે, જેના કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી બને છે. તેથી દહીં અને ચિયા સીડ્સનું કોમ્બિનેશન ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે પણ ઉપયોગી બની શકે છે.
વધુ વાંચો: ઉનાળામાં પહેરો આવા કપડા, શરીર પરસેવાથી નહીં ભીંજાય અને દુર્ગંધ પણ નહીં આવે
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.