બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / ઉનાળામાં પહેરો આવા કપડા, શરીર પરસેવાથી નહીં ભીંજાય અને દુર્ગંધ પણ નહીં આવે
Last Updated: 02:52 PM, 16 April 2025
સંભવ છે કે તમને શિયાળાની ઋતુ વધુ પસંદ હોય, પણ હવે ઉનાળાની 'લૂ' માટે પોતાને તૈયાર કરો. કારણ કે, શિયાળા બાદ ઉનાળાનું આવવું સ્વાભાવિક છે. આ ઋતુ સાથે લાવે છે તીવ્ર ગરમી અને ગરમ તાપમાન. આવા સમયમાં લોકોને આરોગ્યથી લઈ ત્વચા સુધી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ADVERTISEMENT
જો તમે ઈચ્છો તો તમારા આઉટફિટ્સમાં થોડો ફેરફાર કરીને આ કંટાળાજનક ઋતુને રંગીન અને આનંદમય બનાવી શકો છો. તો ચાલો જાણીએ કે ઉનાળામાં કયા પ્રકારના કપડા પહેરવા અને કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ જેથી આ આળસ ભરેલી ઋતુ પણ તમને સુંદર લાગવા લાગે?
ઉનાળામાં આવા કપડા પહેરો
ADVERTISEMENT
ઉનાળામાં કોટન, લિનન અને ખાદી જેવા કુદરતી કાપડો પહેરવા જોઈએ. કોટનના કપડા પરસેવાને સરળતાથી શોષી લે છે અને ત્વચાને ગરમીમાં રાહત આપે છે.
આ ઋતુમાં જો તમે આરામ સાથે સ્ટાઇલિશ દેખાવા માંગો છો તો પેસ્ટલ રંગો અને ફ્લોરલ પ્રિન્ટવાળા કપડા પહેરો. જેમ કે સફેદ, આછો વાદળી, ગુલાબી રંગ પસંદ કરો.
આ ઋતુમાં ઢીલા અને હવાની અવરજવર ધરાવતા કપડા પહેરવા સૌથી શ્રેષ્ઠ રહે છે, કારણ કે તે શરીરને ઠંડક આપે છે અને પરસેવાને ઝડપથી સૂકાવવામાં મદદ કરે છે. ટાઈટ કપડાં શરીરમાં હવા આવવાની પ્રક્રિયાને અટકાવે છે, જેના લીધે વધારે ગરમી લાગે છે.
ઉનાળામાં કયા આઉટફિટ ના પહેરવા?
ઘણા લોકો આ ઋતુમાં એક ઉપર એક કપડા પહેરે છે, જે યોગ્ય નથી. આ તપતા ઉનાળાની ઋતુમાં લેયરિંગ ભૂલથી પણ ન કરો. લેયરિંગ કરવાથી ખૂબ વધારે ગરમી લાગે છે અને તમે તણાવગ્રસ્ત પણ અનુભવી શકો છો.
ઉનાળાના ઋતુમાં મિનિમલ અને સરળ લુક જ રાખો. પાર્ટી કે કોઈ ઇવેન્ટમાં જવું હોય તો તમારા લુકમાં વધુ પ્રયોગ ન કરો. આ ઋતુમાં સરળ લુક સૌથી વધુ સૌમ્ય અને સુંદર લાગે છે.
વધુ વાંચો: જો તમે પણ ગોગલ્સ પહેરતા હોય તો ચેતી જજો, આંખોને થઈ શકે છે મોટું નુકસાન, જાણો
જો તમે ભારે ગરમી અને પરસેવાથી બચવા માંગો છો તો સિન્થેટિક કપડાં જેમ કે પૉલિએસ્ટર, નાયલોન અને રેયોન જેવા ફેબ્રિક્સ ટાળો. આવા ફેબ્રિક્સમાં ખૂબ વધારે ગરમી લાગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.