બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / lemon race viral video child race winning moment

ધીરજ રાખો / Viral Video: 'ધૈર્ય રાખનાર અને સ્થિર રહેનાર જીતે છે', આ બાળકનો વીડિયો ઘણુ શિખવે છે

Premal

Last Updated: 07:47 PM, 5 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્યારેક-ક્યારેક જીત માટે ધીરજ રાખવી અતિ આવશ્યક છે. જરૂરી નથી કે જે ઉતાવળ રાખે છે તે જ જીતે છે. સસલા અને કાચબાની વાર્તા આપણને ધીરજ રાખતા શિખવાડે છે.

  • ધીરજ રાખનારા લોકો કોઈ પણ રેસમાં જીતી જાય છે
  • બાળકોએ લીંબુ-ચમચીની રેસમાં ભાગ લીધો 
  • ત્રણ બાળકોની ચમચીમાંથી લીંબુ પડતા હારી જાય છે

ધીરજ રાખશો તો મળશે સફળતા

સસલુ જ્યા ભાગીને રેસમાં હારી જાય છે તો કાચબો ધીમે-ધીમે ચાલીને પણ પોતાનુ લક્ષ્ય પ્રાપ્ત કરે છે અને જીત પ્રાપ્ત કરે છે. તો હવે ધીરજ દર્શાવતા બાળકનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ચાર બાળકો રેસ લગાવી રહ્યાં છે, તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં લીંબુ-ચમચીની રેસ લગાવવામાં આવે છે. મોંઢામાં ચમચી અને ચમચીમાં લીંબુ રાખીને બાળકો રેસ લગાવી રહ્યાં છે અને જો લીંબુ પડ્યુ તો તેની હાર થાય છે. 

ઉતાવળ કરી તેના લીંબુ પડી ગયા !

વીડિયોમાં જોઇ શકાય છે કે ચારમાંથી ત્રણ બાળકો લીંબુ ચમચીની રેસ દરમ્યાન ફટાફટ દોડે છે. આ ઉતાવળના કારણે ત્રણ બાળકોની ચમચીમાંથી લીંબુ પડી જાય છે અને તેઓ હારી જાય છે. પરંતુ એક બાળક એવો છે, જે ધીરજ રાખે છે અને ધીમે-ધીમે આગળ વધે છે. તે પોતાનુ સંપૂર્ણ ધ્યાન લીંબુ નીચે ના પડે તેની પર આપે છે અને ધીરે-ધીરે આગળ વધે છે. ત્યારબાદ પરિણામ એવુ નિકળે છે કે આ બાળક રેસ જીતી જાય છે. તો વીડિયોમાં પણ જોઇ શકાય છે કે જે લોકો ઉતાવળ કરે છે તેઓ રેસમાં હારી જાય છે.

વીડિયોને 30 લાખથી વધુ લોકોએ જોયો

આ વીડિયોને સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને 30 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. તો  8 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. આ સાથે યુઝર્સ આ વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યાં છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ