આજે વડા પ્રધાન ગુજરાત સહિત દેશને વધુ 9 વંદે ભારત ટ્રેનની ભેટ આપશે. જેમાં સૌરાષ્ટ્રને પ્રથમ વંદે ભારત ટ્રેન મળશે. જે ટ્રેન જામનગરથી અમદાવાદા વચ્ચે દોડશે. વંદે ભારત ટ્રેન જામનગરથી અમદાવાદ વચ્ચે 6 સ્ટોપ લેશે.
આજે દેશને વધુ 9 વંદે ભારત ટ્રેનની મળશે ભેટ
વર્ચ્યૂઅલી PM મોદી 9 ટ્રેનની કરાવશે શરૂઆત
આજે સૌરાષ્ટ્રને પ્રથમ વંદે ભારત ટ્રેન મળશે
આજે દેશને વધુ 9 વંદે ભારત ટ્રેનની ભેટ મળશે. વડાપ્રધાન મોદી આજે 9 વંદે ભારતને લીલીઝંડી આપશે. આજે વડાપ્રધાન મોદી 9 ટ્રેનની શરૂઆત કરાવશે. આ 9 ટ્રેન શરૂ થતા ભારતમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા 33 થશે. ત્યારે જેમાં જામનગર- અમદાવાદ, હૈદરાબાદ-બેંગલુર, કાસરગોડ-તિરૂવનંતપુરમ, જયપુર-ઉદયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, ચેન્નઈ-તિરૂનેલવેલી, પુરી-રાઉરકેલા, વિજયવાડા-ચેન્નઈ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થશે.
WR to introduce Train No. 22925/22926 Jamnagar – Ahmedabad Vande Bharat SF Exp
જામનગર-અમદાવાદ વચ્ચે વંદે ભારત શરૂ થશે
પ્રધાનમંત્રીએ આજે દેશને 9 વંદે ભારત ટ્રેનની ભેટ આપી હતી. વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલી રીતે 9 ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. 9 ટ્રેનની ભેટ સાથે ગુજરાતમાં સૌરાષ્ટ્રને પહેલી વંદે ભારત ટ્રેન મળતા સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે આ ટ્રેન જામનગરથી અમદાવાદ વચ્ચે પ્રથમ વંદે ભારત ટ્રેન દોડશે. તેમજ આ ટ્રેન 6 સ્ટોપ કરશે. જેમાં જામનગરથી રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી અને અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન દોડશે.
જામનગરથી અમદાવાદ સુધી 955 રૂપિયામાં મુસાફરી કરી શકશે
આજે હાપાથી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપવામાં આવશે. આ ટ્રેન વહેલી સવારે 5.30 વાગ્યેથી રવાનાં થશે અને સપ્તાહમાં છ દિવસ ટ્રેન દોડશે. ત્યારે હવે વંદે ભારત ટ્રેનમાં જામનગરથી અમદાવાદ સુધી 955 રૂપિયામાં મુસાફરી કરી શકશે. અમદાવાદથી જામનગર 1120 રૂપિયામાં મુસાફરી કરી શકશે. તેમજ જામનગરથી અમદાવાદ એક્ઝીક્યુટિવ ક્લાસનું ભાડું 1790 રૂપિયા હશે. તેમજ અમદાવાદથી જામનગર એક્ઝીક્યુટિવ ક્લાસનું ભાડું 1985 રૂપિયા હશે.