બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Latest Update on Israel-Hamas war, 100 crore grants approved for municipalities samachar supar fast news

2 મિનિટ 12 ખબર / ઈઝરાયલ-હમાસ યુદ્ધની લેટેસ્ટ અપડેટ, નગરપાલિકાઓ માટે 100 કરોડની ગ્રાન્ટ મંજૂર, ટીમ ઈન્ડિયાનો જલવો

Dinesh

Last Updated: 07:26 AM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : ચોમાસામાં વરસાદને કારણે નગરોમાં માર્ગોને થયેલા નુકસાનની મારામત માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્‍વયે રકમ ફાળવવા મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે.

ભારતીય જનતા પાર્ટીએ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને લઈ હવે એવી ચર્ચા થઈ રહી છે કે, ભાજપ ટૂંક સમયમાં સંગઠનાત્મક ફેરફાર કરી શકે છે. લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં ભાજપ સંગઠનમાં ફેરફાર થાય તેવા એંધાણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત બાદ નવાજૂની સર્જાય તેવા એંધાણ સર્જાયા છે. રાજકીય સૂત્રો પાપ્ત માહિતી મુજબ ગુજરાત ભાજપ સંગઠનમાં ધડમૂળથી માળખું બદલાવવાની પણ પૂરે પૂરી શક્યતા છે. સંગઠનમાં પડેલા ખાલી પદોમાં નવા ચેહરાઓને સ્થાન મળે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. જેમાં મોરચાના પદાધિકારીઓમાં પણ નવા ચહેરાને સ્થાન મળે તેવી પણ વાત છે. જૂના જોગીઓને અને નવા જોગીઓ સાથે સમાવેશ કરીને સ્થાન અપાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. હાલ પ્રદેશ ભાજપના સંગઠનમાં બે મહામંત્રીના રાજીનામા બાદ પદો ખાલી પડેલા છે.

gujarat Politics Full possibility of change in Gujarat BJP organization

Gandhinagar News: ચોમાસામાં વરસાદને કારણે નગરોમાં માર્ગોને થયેલા નુકસાનની મારામત માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્‍વયે રકમ ફાળવવા મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે.  મુખ્યમંત્રીએ ચોમાસામાં વરસાદને કારણે નગરોના માર્ગો - રસ્તાઓને થયેલા નુકસાનની મરામત માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી કુલ 100 કરોડ રૂપિયા 157 નગર પાલિકાઓને ફાળવવાની મંજૂરી આપી છે.100 કરોડ રૂપિયાની આ રકમમાંથી ‘અ’ વર્ગની 22 નગર પાલિકાઓને પ્રત્યેકને રૂપિયા 1 કરોડ પ્રમાણે 22 કરોડ રૂપિયા તેમજ ‘બ’ વર્ગની 30 નગર પાલિકાઓને નગર પાલિકા દીઠ રૂપિયા 80 લાખ પ્રમાણે કુલ 24 કરોડ રૂપિયા, ‘ક’ વર્ગની 60 નગર પાલિકાઓને પ્રત્યેકને રૂપિયા 60 લાખ મુજબ કુલ 36 કરોડ રૂપિયા અને ‘ડ’ વર્ગની 45 નગર પાલિકાઓને નગર પાલિકા દીઠ રૂપિયા 40 લાખ પ્રમાણે કુલ 18 કરોડ રૂપિયા આવા રોડ રિસરફેસિંગ કામો માટે ફાળવવામાં આવશે.

100 crore rupees will be allocated to 157 municipalities of Gujarat for road resurfacing works

Surat News: સાત સમંદર પાર વસવાટ કરી ડોલરમાં રૂપિયા કમાવવાના ઓરતા મોટાભાગના યુવાનોને જાગ્યા છે, વિદેશ જવાની લ્હાયમાં લોકો સાથે અનેકવાર ઠગાઈની ઘટનાઓ પણ બનતી હોય છે. ત્યારે અન્ય સાથે થયેલી ઠગાઈની ઘટનાઓ બાદ પણ લોકો લાલચમાં આવી જઇ સોશિયલ મીડિયા મારફતે અથવા એજન્ટ મારફતે વિદેશ જવાની લ્હાયમાં લાખો રૂપિયા ખોઈ બેસે છે. અત્યાર સુધીમાં આવી અનેક છેતરપિંડીની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે ફરી આવી ઠગાઈની ઘટના સુરતમાં બની છે. સુરતમાં એજન્ટે વર્ક વિઝાના નામે 15 લોકોને ચૂનો લગાવ્યો છે. જે બાદ આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

Fraud of lakhs of rupees in the name of work visa with 15 people in Surat

નવરાત્રીના પર્વને ગણતરીના દિવસો જ બાકી છે. ખેલૈયાઓ અને ગરબા આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે અનેક જગ્યાએ ગરબા આયોજકો દ્વારા ગરબામાં ફરજિયાત તિલકનો નિયમ બનાવવામાં આવ્યો છે. એટલે કે 'નો તિલક, નો એન્ટ્રી'નો નિયમ બનાવવામાં આવ્યો છે. કેટલાક લોકો આયોજકોના નિર્ણયને સ્વીકારી રહ્યા છે, તો કેટલાક આ નિર્ણયની ભારે ટીકા કરી રહ્યા છે. એવામાં હવે આ મામલે પંચમહાલ જિલ્લાના કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે.ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પોતાના મત વિસ્તારના લોકો અને ગરબા આયોજકોને અપીલ કરી છે કે નવરાત્રીમાં ગરબા માટે આવતા તમામ લોકો તિલક કરીને આવે.

મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેની સ્થિતિ ફરી એકવાર વણસી ગઈ છે. હમાસના ઉગ્રવાદીઓએ શનિવારે વહેલી સવારે ગાઝા પટ્ટી પર હુમલો કર્યો. સૌપ્રથમ તેઓએ ઇઝરાયેલ પર હજારો રોકેટ છોડ્યા અને પછી જમીન દ્વારા સતત હુમલો કરીને તેઓ ઇઝરાયેલમાં પ્રવેશ્યા. કેટલાક ઉગ્રવાદીઓ પેરાગ્લાઈડરનો ઉપયોગ કરીને સરહદમાં પ્રવેશ્યા હતા. કેટલાક ઉગ્રવાદીઓ રસ્તા દ્વારા ઇઝરાયેલમાં પ્રવેશ્યા અને તેઓએ જોયેલા દરેકને ગોળી મારી દીધી. આ અચાનક મોટા પાયે થયેલા હુમલા બાદ ઈઝરાયેલમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તાત્કાલિક ઈમરજન્સી બેઠક બોલાવી છે અને દેશમાં યુદ્ધની જાહેરાત કરી છે.

Israel attack live: 10 Nepalese students killed in Hamas attack, embassy official in Israel confirms

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે એર ઈન્ડીયાએ ઈઝરાઈલ જનારી તેની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ 14 ઓક્ટોબર 2023 સુધી ઈઝરાઈલમાં એર ઈન્ડીયાની એક પણ ફ્લાઈટ ઓપરેટ નહીં થાય. એરલાઈન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેલ અવીવથી આવતી-જતી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. અમારા મુસાફરો અને ક્રૂની સલામતી માટે, અમારી ફ્લાઇટ્સ આજદિન સુધી સ્થગિત રહેશે.કંપનીના પ્રવક્તાએ એમ પણ કહ્યું હતું કે 14 ઓક્ટોબર 2023 સુધીના સમયગાળા માટે જે લોકોએ રિઝર્વેશન કરાવ્યું છે તેમની મદદ માટેના શક્ય હોય તેટલા પ્રયાસો કરાશે. એર ઇન્ડિયા અઠવાડિયામાં દર પાંચ દિવસે દિલ્હીથી તેલ અવીવની પાંચ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.

Israel-Hamas conflict: Air India cancels Tel Aviv flights till October 14

Education News: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ કહ્યું કે, 'વર્ષમાં બે વખત ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સામેલ થવું જરૂરી નથી.' તેમણે કહ્યું કે, તે સંપૂર્ણપણે વૈકલ્પિક હશે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાના તણાવને ઘટાડવાનો છે.ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, "સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન (CABE)નું પુનર્ગઠન કરવામાં આવી રહ્યું છે કારણ કે તેનું જૂનું વર્ઝન ખૂબ વ્યાપક છે અને આજની શિક્ષા પ્રણાલીની માંગો અલગ છે. એવા સમયે જ્યારે આપણે NEPની સાથે એક આદર્શ બદલાવ (પરિવર્તન) કરી રહ્યા છીએ, ત્યારે CABEને પણ ફરીથી તૈયાર કરવાની જરૂર છે." 

education minister dharmendra pradhan said appearing for class 10-12 board exams twice a year will not be mandatory

દેશભરમાં નવરાત્રીને લઈ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ગરબાએ પરંપરાગત નૃત્યનો પ્રકાર છે. જેના માટે ગુજરાત વિશ્વભરમાં જાણીતું છે. ત્યારે હવે જેમ જેમ નવરાત્રી નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાતમાં ગરબા પ્રેમીઓમાં ઉત્સાહમાં વધારો થઈ રહ્યો છે. મહેસાણા શહેરમાં 25 સ્થળે ગરબાની મંજૂરી અપાઇ અપાઈ છે તો બીજી તરફ રાજ્યના તમામ મોટા શહેરમાં  નવરાત્રિને લઈ પ્રેક્ટિસ ધૂમ ચાલી રહી છે. મહેસાણા શહેરમાં 25 સ્થળે ગરબાની મંજૂરી અપાઇ છે. ગરબા આયોજકોને સ્થળ પર ડૉક્ટર હાજર રાખવા સૂચના પણ આપી છે. મેડિકલ ટીમ સાથે CCTVની વ્યવસ્થા ફરજિયાત કરવા જણાવ્યું છે. ઇમરજન્સીમાં 108ની મદદ મળી રહે તેવી વ્યવસ્થા કરવા તાકીદ કરાઈ છે. અત્રે જણાવીએ કે, 4 નવરાત્રી મહોત્સવમાં એકી સાથે 18 હજાર ખેલૈયાઓ રમી શકશે.

Garba lovers in Gujarat are getting excited, the craze for Avanwa steps

GST કાઉન્સિલે કોર્પોરેટ જગતે સહાયક કંપનીઓને આપવામાં આવતી ગેરંટી પર 18 ટકા GST લાગશે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતા અને રાજ્યના સમકક્ષવાળી પરિષદે GST દર 28 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દીધો છે. દારૂ પર કર લગાવવાનો અધિકાર રાજ્યોને સોંપી દેવામાં આવ્યો છે. ENAને GSTમાંથી છૂટ આપવામાં આવશે. ઔદ્યોગિક ઉપયોગમાં લેવામાં આવતા ENA પર 18 ટકા GST લગાવવામાં આવશે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 52મી GST પરિષદ બેઠક પછી જણાવ્યું કે, શીરે પર GSTમાં કાપ મૂકતા શેરડીના ખેડૂતોને ફાયદો થશે. જેથી પશુ ચારો બનાવવા માટે થતા ખર્ચામાં ઘટાડો થશે

nirmala sitharaman cut gst on many products in 52th gst council meeting

કંગના રનૌતની આગામી ફિલ્મ 'તેજસ'નું મોસ્ટ અવેટેડ ટ્રેલર આજે એટલે કે એરફોર્સ ડે પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અભિનેત્રી એક એરફોર્સ પાયલોટની ભૂમિકા ભજવી રહી છે. ટ્રેલરમાં જોવા મળ્યું કે કંગનાના પાત્રને પાકિસ્તાનમાં પકડાયેલા ભારતીય જાસૂસને બચાવવાનું તાત્કાલિક કાર્ય સોંપવામાં આવ્યું છે. 2 મિનિટ 33 સેકન્ડના ટ્રેલરમાં ઘણી બધી વસ્તુઓ બતાવવામાં આવી છે, જે ન માત્ર ફિલ્મની વાર્તા સમજવામાં મદદ કરે છે પણ બીજું શું જોવા મળશે તે પણ બતાવે છે. ટ્રેલરની શરૂઆતમાં જ કંગના રનૌતના અવાજમાં સાંભળવા મળે છે, 'જો તમે ભારતને છોડશો તો તમને છોડશું નહીં' આ પછી કહેવામાં આવે છે કે જો કોઈ સરળ મિશન હોય તો તેજસ ગિલ (કંગના રનૌત)ને ન લો પરંતુ જો કોઈ મિશન હોય જે ખૂબ જ મુશ્કેલ હોય અને દરેક વિચારશે કે તે કોણ કરશે તો જ તેજસને લો. આ પછી કંગનાની એન્ટ્રીનું કારણ અને તેનું નામ પણ જણાવવામાં આવ્યું છે.

વર્લ્ડ કપ 2023ની પાંચમી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી જીત સાથે શ્રીગણેશ કર્યા છે. પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી. પરંતુ આ નિર્ણય ઓસ્ટ્રેલિયા માટે ખરાબ સાબિત થયો હતો. ભારતીય સ્પીનરો સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો ખાસ કમાલ કરી શક્યા ન હતા અને આખી ટીમ 199 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને જીત માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટ ભારતે 4 વિકેટ ગુમાવીને પૂરો કર્યો હતો. ભારતની ખરાબ શરૂઆત પછી વિરાટ કોહલી અને કે.એલ.રાહુલે ભારતની બાગડોળ સંભાળી હતી. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની પાંચમી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ ભારતની જીતના હીરો રહ્યા હતા. 200 રનના ટાર્ગેટ માટે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમની શરુઆત ખુબ જ ખરાબ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ માત્ર બે રનમાં ભારતની ત્રણ વિકેટ ઝડપી લીધી હતી. ત્યારપછી એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયન બોલરો સામે શરણાગતિ સ્વીકારશે, પરંતુ કોહલી અને રાહુલે પોતાની શાનદાર બેટિંગથી મેચને પલટાવી નાખી હતી. 

IND vs AUS: India win World Cup with Sriganesh, 'Virat' wins by 6 wickets against Australia, Rahul remains unbeaten

ક્રિકેટના મેદાનમાં 14 ઓક્ટોબર 2023 ના રોજ અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર જંગ ખેલાશે. ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI દ્વારા મેચ માટે 14,000 ટિકિટો જારી કરવાની જાહેરાત કરી છે. જે ટિકિટનું 8 ઓક્ટોબર 2023ના રોજ બપોરે 12 વાગ્યાથી વેચાણ શરૂ કરવામાં આવશે. ઇચ્છુક લોકો ICC ક્રિકેટ વર્લ્ડ કપની સત્તાવાર ટિકિટિંગ વેબસાઇટ પરથી ટિકિટ ખરીદી શકે છે. બીજી તરફ BCCIની 14 હજાર ટિકિટો બહાર પાડવાની જાહેરાતને લઈને લોકો માં સવાલો પણ ઉભા થઇ રહ્યા છે કેમ કે ટૂર્નામેન્ટના સત્તાવાર ટિકિટિંગ પાર્ટનર BookMyShow દ્વારા અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન મેચને પગલે સ્ટેડિયમ હાઉસફુલ હોવાનું જણાવાય રહ્યું છે.

BCCI to release 14,000 tickets for India-Pakistan match

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ