બ્રેકિંગ ન્યુઝ
Nirav
Last Updated: 07:36 PM, 24 March 2021
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે આજે ઘરેલું તેલ કંપનીઓએ લાંબા સમય પછી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડ્યા છે. દિલ્હીમાં પેટ્રોલ 18 પૈસા અને ડીઝલ 17 પૈસા સસ્તુ થયું છે.
ADVERTISEMENT
પેટ્રોલ અને ડીઝલના નવા દરો આજે જાહેર કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે આજે ઘરેલું તેલ કંપનીઓએ લાંબા સમય પછી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડ્યા છે. દિલ્હીમાં પેટ્રોલ 18 પૈસા અને ડીઝલ 17 પૈસા સસ્તુ થયું છે. બુધવારે પેટ્રોલ દિલ્હીના બજારમાં 90.99 રૂપિયા અને ડીઝલ 81.30 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચ્યું હતું. આ પહેલા, સતત 24 દિવસ આ કિંમતો સ્થિર રહી હતી, અને તેમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. ગયા મહિને પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત 16 દિવસ સુધી વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે બંને ઇંધણના ભાવ લગભગ દરેક શહેરમાં એક સમયે તેની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા.
ક્રૂડના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં, ક્રૂડ તેલની કિંમતમાં 15 દિવસમાં 10% જેટલો ઘટાડો થયો છે. યુરોપમાં કોરોનાની ત્રીજી લહેરને કારણે ત્યાં બળતણની માંગમાં ઘટાડો થવાની સંભાવના છે. પરિણામે, ક્રૂડ તેલની કિંમત પ્રતિ બેરલ 71 ડોલર થી ઘટીને 64 ડોલર થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વિદેશી વિનિમય દરોની સાથે શું છે તેના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાને કારણે ઘરેલું ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડ્યા છે.
પેટ્રોલ 16 દિવસમાં 4.74 રૂપિયા મોંઘુ થયું હતું
પરંતુ ફેબ્રુઆરીથી સતત પેટ્રોલના ભાવમાં 16 દિવસનો વધારો થયો હતો, પેટ્રોલની 4.74 રૂપિયા મોંઘું થઈ ગયું હતું, અને મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 97.57 જેટલો થઈ ગયો હતો, જે મેટ્રો શહેરોમાં સૌથી વધુ હતું. ભોપાલમાં XP પેટ્રોલની કિંમતો રુ.102.12 પર પહોંચી હતી. આ સાથે, લગભગ તમામ શહેરોમાં પેટ્રોલની કિંમતો તેના હાઈએસ્ટ લેવલ પર જઈ પહોંચી હતી.
ડીઝલની કિંમતોમાં 16 દિવસોમાં 4.52નો વધારો
પેટ્રોલની સાથે ડીઝલની કિંમતોમા ભડકો થયો હતો, ફેબ્રુઆરી મહિનાના છેલ્લા 16 દિવસમાં તેની કિંમત 4.52 રૂપિયા વધી ગઈ હતી. નવા વર્ષમાં ડીઝલની કિંમતમાં આશરે દોઢ મહિનામાં 25 દિવસ સુધી જ કિંમતોમાં વધારો થયો છે. પરંતુ આ દિવસોમાં ડીઝલ 7.60 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે. ભોપાલમાં તે 89.76 રૂપિયાના ભાવે વેચાઇ રહ્યું છે. તે ઓલટાઇમ હાઇ પણ બની ગયું હતું.
તમારા શહેરમાં જાણો આજના ભાવ
પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાય છે અને સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવને જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સ્પેસ પેટ્રોલ પમ્પનો કોડ લખીને 9292992249 પર મેસેજ મોકલીને આ માહિતી મેળવી શકે છે. જ્યારે કે ભારત પેટ્રોલિયમના ગ્રાહકો RSP લખીને 9223112222 પર મોકલીને માહિતી મેળવી શકે છે. તે જ સમયે, હિન્દુસ્તાન પેટ્રોલિયમના ગ્રાહકો HPPrice લખીને અને તેને 9222201122 નંબર પર મોકલીને કિંમત જાણી શકે છે.
જાણો ગુજરાતમાં આજના ભાવ
અમદાવાદમાં પેટ્રોલ આજે 88.18 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ આજે 87.61 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે, બંનેના ભાવમાં આજે 13 પૈસાનો ઘટાડો નોંધાયો છે, એવી જ રીતે વડોદરામાં આજે પેટ્રોલ 87.80 અને ડીઝલ 87.24 રૂપિયા હતું, જેમાં બંનેમાં અનુક્રમે 18 અને 17 પૈસાનો ઘટાડો થયો છે, સુરતમાં પેટ્રોલ આજે 88.15 અને ડીઝલ 87.61 રૂપિયે પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે, જેમાં અનુક્રમે 38 અને 36 પૈસાનો ઘટાડો થયો છે અને રાજકોટમાં આજે પેટ્રોલ 88.00 અને ડીઝલ 87.45 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે, જેમાં બંનેની કિંમતોમાં 10 પૈસાનો ઘટાડો થયો છે. આમ ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટી છે, પણ સૌથી વધુ ઘટાડો સુરતમાં નોંધાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.