બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / latest-gujarati-film-hu-narendra-modi-banva-mangu-chu

NULL / ગુજરાતી ફિલ્મી પડદે જોવા મળશે નરેન્દ્ર મોદી જાણો કેમ

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ભારતના વડાપ્રધાનની લોકપ્રિયતા ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ ખુબ છે ત્યારે તેઓ કેટલાક લોકોનો આદર્શ પણ બન્યા છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતી ત્યારથી શરૂ કરીને ભારતના વડાપ્રધાન સુધીની એક લાંબી સફરની ઝાંખી કરાવવા જાણીતી ગુજરાતી ફિલ્મોના ડાયરેક્ટર અનિલ નરયાની એક ગુજરાતી ફિલ્મ લઇને આવી રહ્યાં છે જેનું નામ છે 'હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું'.

નજીકના ભવિષ્યમાં રજુ થનાર આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીના બાળપણની વાર્તા અને તેમના સંઘર્ષકાળને આવરી લેવામાં આવ્યો છે. ચાની લારી પર કામ કરનાર એક બાળક સમગ્ર રાષ્ટ્રનો વડાપ્રધાન કઇ રીતે બને છે તેની આ વાત આલેખાઇ છે. આ ફિલ્મ ખાસ કરીને બાળકો અને યુવાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે જેથી તેમને પ્રેરણારૂપ બને. ડાયરેક્ટર સાથેની વાતચીતમાં તેમણે જણાંવ્યુ હતુ કે આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ પૂર્ણ થઇ ચૂક્યું છે. આ ફિલ્મનું શૂટિંગ ખાસ કરીને અમદાવાદ વડોદરા અને સુરતમાં કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે નજીકના ભવિષ્યમાં લોન્ચ થનાર આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીની તમામ પ્રકારની જીવમશૈલીને આવરી લેવામાં આવી છે. આ ફિલ્મમાં બાળ નરેન્દ્રનો રોલ આરવ નાયક નામનાં કલાકારે ભજવ્યુ છે. જ્યારે જાણીતી હિન્દી ફિલ્મ પીપલી લાઇવથી જાણીતા બનેલ ઓમકાર દાસ પણ આ ફિલ્મમાં રોલ ભજવી રહ્યા છે.

આ ફિલ્મ 17 નવેમ્બરના રોજ ગુજરાત ખાતે રીલીઝ થશે. ત્યારબાદ થોડા સમયમાં તેને અન્ય ભાષાઓમાં પણ તેને ઢાળવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ