બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / lassa fever in nigeria in corona time world gujarati news

BIG NEWS / કોરોના મહામારીની વચ્ચે લાસા ફિવરે વધાર્યું ટેન્શન: આ દેશમાં 123 લોકોના મોત, જાણો શું છે લક્ષણો

Dhruv

Last Updated: 09:23 AM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર વિશ્વમાંથી હજુ કોરોના તો ગયો નથી ત્યાં તો વધુ એક બીમારીએ ટેન્શન વધાર્યું છે. નાઈજીરીયામાં લાસા ફિવરથી 123 લોકોનાં મોત થયાં છે જે એક ગંભીર બાબત છે.

  • નાઈજીરિયામાં ઝડપથી ફેલાઈ રહેલ લાસા ફિવર વિશ્વ માટે એક નવો પડકાર
  • નાઈજીરીયામાં આ વર્ષે 88 દિવસમાં લાસા ફિવરથી 123 લોકોના મોત
  • મનુષ્ય સામાન્ય રીતે તેની ઝપેટમાં આફ્રિકન મલ્ટિમૈમેટ ઉંદરોના કારણે આવે છે

કોરોના મહામારી વચ્ચે નાઈજીરિયામાં ઝડપથી ફેલાઈ રહેલ લાસા ફિવર વિશ્વ માટે એક નવો પડકાર ઉભો કરી શકે છે. નાઈજીરીયા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) અનુસાર, નાઈજીરીયામાં આ વર્ષે 88 દિવસમાં લાસા ફિવરથી 123 લોકોના મોત થયા છે. આ સાથે અત્યાર સુધીમાં 659 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે.

બ્રિટનમાં બે દર્દીઓ મળી આવ્યાં છે જ્યારે એકનું મોત થયું છે. લાસા ફિવર પર કાબુ મેળવનારા 25% દર્દીઓમાં બહેરાશ જોવા મળે છે. જેમાંથી અડધાં દર્દીઓની એકથી ત્રણ મહિનામાં સાંભળવાની ક્ષમતા ચાલી જાય છે.

લસા વાયરસ બીમારીનું મૂળ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના જણાવ્યાં અનુસાર, લાસા ફિવર એક્યુટ વાયરલ હૈમોરેજિક ફિવર હોય છે કે જે લાસા વાયરસના કારણે થાય છે. લાસાનો સંબંધ વાયરસોના પરિવાર એરિનાવાયરસ સાથે છે. મનુષ્ય સામાન્ય રીતે તેની ઝપેટમાં આફ્રિકન મલ્ટિમૈમેટ ઉંદરોના કારણે આવે છે. ઘરનો સામાન અથવા તો ખાદ્ય પદાર્થ કે જે ઉંદરોના યુરિન અને ગંદકીથી સંક્રમિત હોય છે તેનાથી બીમારી ફેલાય છે.

નાઇજીરીયામાં લાસાનો પ્રકોપ

21થી 30 વર્ષની વયના લોકો સૌથી વધુ સંક્રમિત થયા
આ વર્ષે 45 સ્વાસ્થ્યકર્મીઓ આ રોગની ઝપેટમાં આવ્યાં
36માંથી 23 રાજ્યોમાં આ સંક્રમણની પુષ્ટિ થઈ છે
જાન્યુઆરીથી માર્ચ વચ્ચેનો મૃત્યુ દર 18.7 ટકા

80 ટકા દર્દીઓમાં કોઈ જ લક્ષણો નહીં

ડબ્લ્યુએચઓનાં જણાવ્યાં અનુસાર, લાસા ફિવરની ઝપેટે ચડનારા 80 ટકા લોકોમાં સંક્રમણનાં કોઈ જ લક્ષણો દેખાતા નથી. પાંચમાંથી એક સંક્રમિતને ગંભીર તકલીફ ઉભી થાય છે. આ વાયરસથી શરીરના મુખ્ય અંગો જેવાં કે, લીવર, બરોળ અને કીડનીને સંપૂર્ણ રીતે પ્રભાવિત કરે છે. ગંભીર દર્દીઓમાં મોતનું કારણ ઓર્ગન ફેલ્યોર હોય છે.

21 દિવસ સુધી રહે છે તાવની અસર

મનુષ્ય પર લાસા ફિવરની અસર બેથી 21 દિવસ સુધી રહે છે. અમેરિકી સ્વાસ્થ્ય એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) અનુસાર, આ રોગની પુષ્ટિ સૌ પ્રથમ વાર 1969માં નાઈજીરીયાના લાસા શહેરમાં થઈ હતી. ત્યાર બાદ તેનું નામ લાસા રાખવામાં આવ્યું હતું. દર વર્ષે સરેરાશ એક લાખથી ત્રણ લાખ કેસો સામે આવે છે અને પાંચ હજાર લોકોનાં મોત નિપજે છે. બેનિન, ઘાના, માલી, સિએરા લિયોન અને નાઇજીરીયામાં તેનો પ્રકોપ વધારે માત્રામાં છે.

કોરોના જેવાં જ લાસા ફિવરનાં લક્ષણો

ડબ્લ્યુએચઓનાં જણાવ્યાં અનુસાર, જે વ્યક્તિ લાસા વાયરસના સંપર્કમાં આવે છે તેને સૌથી વધારે તાવ આવવો, માથાનો દુ:ખાવો થવો, ગળામાં દુ:ખાવો થવો, સ્નાયુઓમાં દુ:ખાવો થવો, છાતીમાં દુ:ખાવો થવો, ઝાડા, ઉધરસ અને પેટમાં દુ:ખાવો થવો તેમજ ઉબકા આવે છે. ગંભીર દર્દીઓને ચહેરા પર સોજો આવવા લાગે છે, ફેફસામાં પાણી ભરાઇ જાય છે તો મોં અને નાકમાંથી લોહી નીકળે છે. દર્દીનું બ્લડ પ્રેશર પણ ઝડપથી ઘટવા લાગે છે.

નાઇજીરીયામાં કોરોના સાથે હવે લાસા ફિવરનો ખતરો

નાઈજીરિયામાં અત્યાર સુધીમાં કોરોનાના 2,55,341 કેસ નોંધાયા છે. તો કોરોનાનાં કારણે 3142 દર્દીઓના મોત થયા છે. 2.49 લાખથી વધુ દર્દીઓ સ્વસ્થ થયા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, જો આ મહામારીની વચ્ચે લાસા ફિવરનો પ્રકોપ વધશે તો તે નાઈજીરિયાની સાથે-સાથે વિશ્વનાં અન્ય દેશો માટે પણ મુશ્કેલી વધારી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ