બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Lack of permanent teachers in government schools of Ahmedabad

વાસ્તવિકતા / અમદાવાદની સરકારી શાળાઓની દયનીય હાલત! 'શિક્ષકોની ઘટ'ના કારણે બાળકો હવે કોના ભરોસે, જુઓ કયા માધ્યમની કેવી સ્થિતિ?

Priyakant

Last Updated: 01:10 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં કાયમી શિક્ષકોની ઘટ, સરકારી અંગ્રેજી શાળાઓમાં કાયમી શિક્ષકો નથી તો હિન્દી માધ્યમમાં પણ કાયમી શિક્ષકોની મોટી ઘટ

  • અમદાવાદના સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકોની ઘટ
  • સરકારી અંગ્રેજી શાળાઓમાં કાયમી શિક્ષકો નથી
  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં કાયમી શિક્ષકોની ઘટ
  • હિન્દી માધ્યમમાં પણ કાયમી શિક્ષકોની મોટી ઘટ
  • બાળકોનું ભવિષ્ય સરકાર ખરાબ કરી રહી છે: મનીષ દોશી
  • ત્વરિત ધોરણે કાયમી શિક્ષકોની સરકાર ભરતી કરે: મનીષ દોશી

અમદાવાદના સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકોની ઘટ હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ અમદાવાદની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં કાયમી શિક્ષકોની ઘટ છે. આ સાથે સરકારી અંગ્રેજી શાળાઓમાં કાયમી શિક્ષકો નથી તો હિન્દી માધ્યમમાં પણ કાયમી શિક્ષકોની મોટી ઘટ હોવાનું સામે આવ્યું છે. AMCની અંગ્રેજી માધ્યમની ધોરણ 1થી 5ની 36 સ્કૂલમાં એકપણ કાયમી શિક્ષક નહીં હોવાનું પણ સામે આવ્યું છે. 

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં કાયમી શિક્ષકોની ઘટ સામે આવી છે. વિગતો મુજબ હાલમાં ધોરણ 1થી 5ના શિક્ષકોનો આંકડો સામે આવ્યો છે. અમદાવાદમાં ધોરણ 1થી 5ની અંગ્રેજી માધ્યમની 54 સ્કૂલ છે. 54માંથી 36 સ્કૂલોમાં એકપણ કાયમી શિક્ષક નથી. એટલે કે, AMCની અંગ્રેજી માધ્યમની ધોરણ 1થી 5ની 36 સ્કૂલમાં એકપણ કાયમી શિક્ષક નથી. સ્કૂલ બોર્ડની અંગ્રેજી માધ્યમની 54 સ્કૂલમાં 8 હજાર 88 બાળકો વચ્ચે માત્ર 39 કાયમી શિક્ષક છે. અંગ્રેજી માધ્યમમાં  255ના મહેકમ સામે 216 શિક્ષકોની ઘટ છે. 

હિન્દી માધ્યમમાં શું છે હાલત ? 

હાલમાં હિન્દી માધ્યમમાં પણ ખૂબ ખરાબ હાલત હોવાનું સામે આવ્યું છે. હિન્દી માધ્યમમાં પણ કાયમી શિક્ષકોની મોટી ઘટ છે. કાયમી શિક્ષકો ન હોવાથી પ્રવાસી શિક્ષકોના ભરોસે બાળકો છે. જોકે અનેક સ્કૂલોમાં તો એક પણ કાયમી શિક્ષક પણ નહિ હોવાનું સામે આવ્યું છે. એક તરફ સ્માર્ટ સ્કૂલ અને અંગ્રેજી શિક્ષણની વાતો બીજી તરફ શિક્ષકો વિનાની શાળા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં હિન્દી માધ્યમમાં ધોરણ 1થી 5ની 54 સ્કૂલ છે, જેમાં 16 હજાર 964 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 247 શિક્ષક છે, 459 શિક્ષકની મહેકમ સામે માત્ર 247 શિક્ષકો ભરોસે સ્કૂલો ચાલે છે. વિગતો મુજબ હિન્દી માધ્યમમાં 212 શિક્ષકોની ઘટ તો હિન્દી માધ્યમની 4 સ્કૂલ એકપણ કાયમી શિક્ષક નથી. જેને લઈ હિન્દી માધ્યમની શાળાઓ પણ પ્રવાસી શિક્ષકોના ભરોસે છે. 


 
શું કહ્યું કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ? 

આ તરફ શાળાઓમાં શિક્ષકોની ઘટ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, હાલ અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં ખૂબ ખરાબ સ્થિતિ છે. અત્યાર સુધી આદિવાસી વિસ્તારમાં શિક્ષકો નથી એવું સાંભળ્યું હતું પણ હવે તો સ્માર્ટ સિટીમાં જ શિક્ષકો નથી તેવું સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સરકાર બાળકોનું ભવિષ્ય ખરાબ કરી રહી છે,  સરકાર ત્વરિત ધોરણે કાયમી શિક્ષકોની ભરતી કરે. 

અંગ્રેજી માધ્યની શાળાની સ્થિતિ શું છે? હિન્દી માધ્યમની શાળાની સ્થિતિ શું છે?
  • અમદાવાદમાં અંગ્રેજી માધ્યમની 54 સ્કૂલ
  • AMC સ્કૂલ બોર્ડની હિન્દી માધ્યમ પ્રાથમિક સ્કૂલોની ખરાબ હાલત
  • 54 સ્કૂલમાંથી 36 સ્કૂલમાં નથી એકપણ કાયમી શિક્ષક
  • અમદાવાદમાં હિન્દી માધ્યમમાં ધોરણ 1થી 5ની 54 સ્કૂલ
  • ધોરણ 1થી 5ની 36 સ્કૂલમાં એકપણ કાયમી શિક્ષક નહીં
  • 54 સ્કૂલોમાં 16 હજાર 964 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 247 શિક્ષક
  • 65 સ્કૂલમાં માત્ર 39 શિક્ષક કાયમી
  • 459 શિક્ષકની મહેકમ સામે માત્ર 247 શિક્ષકો ભરોસે ચાલે છે સ્કૂલો
  • 8 હજાર 88 બાળકો વચ્ચે માત્ર 39 કાયમી શિક્ષક
  • હિન્દી માધ્યમમાં 212 શિક્ષકોની ઘટ
  • અંગ્રેજી માધ્યમમાં 255ના મહેકમ સામે 216 શિક્ષકોની ઘટ
  • હિન્દી માધ્યમની 4 સ્કૂલ એકપણ કાયમી શિક્ષક નહીં
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ