બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Movie Review / know the review of Pal Pal Dil Ke Paas starrering karan deol
સ્ટોરી:
ADVERTISEMENT
ફિલ્મની વાર્તા છે એક વીડિયો બ્લોગર સહર સેઠી (સહર બાબાં) જે એક પર્વતારોહી કરણ સેહગલ (કરણ દેઓલ) સાથે ટ્રેકિંગ કરવા માટે નીકળે છે.કરણ એક ટ્રેકિંગ કંપની ચલાવે છે અને જ્યારે સહર દેશની સૌથી મોટી વીડિયો બ્લોગર છે જે ફેમિલીની સિશ્યૂએશનમાંથી બચવા માટે ટ્રેકિંગ કરવા માટે નીકળી જાય છે.કરણ સાથે ફરતા, લડતા-ઝઘડતા બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ જાય છે. શું તેમની લવ સ્ટ્રોરીનો હેપ્પી એન્ડિંગ આવશે? તે માટે તમારે ફિલ્મ જોવી પડશે,
ADVERTISEMENT
રિવ્યૂ:
ADVERTISEMENT
ફિલ્મનો ફર્સ્ટ હાફમાં લીડ કેરેક્ટર્સની એકબીજા સાથેની ઓળખાણ અને લડવા ઝઘડવામાં નીકળી જાય છે. જોકે આ સાથે જ ફિલ્મમાં હિમાચલ પ્રદેશના સુંદર લોકેશન્સ બતાવવામાં આવ્યા છે જેને જોઇને ઓડિયન્સને પણ મજા પડી જશે. ફિલ્મની સિનેમેટોગ્રાફી સારી છે, પરંતુ લીડ કેરેક્ટર્સ ઓડિયન્સ સાથે કનેક્ટ કરી નથી શકતા. લીડ પેરની કેમેસ્ટ્રી મિસિંગ છે. ફિલ્મનું મ્યૂઝિક સારું છે. ક્લાઇમેક્સમાં ભરપૂર ડ્રામા છે તેમ છતાં ઓડિયન્સ પોતાને કનેક્ટ નહી કરી શકે. બધા જ જાણે છે કે સની દેઓલ એક સાધારણ અને પ્યોર લવસ્ટોરી બનાવવા માગંતો હતો પરંતુ લીડ કેરેક્ટર્સના કારણે તે શક્ય ના થયું.
ADVERTISEMENT
એક્ટિંગ:
ADVERTISEMENT
સહરનું કેરેક્ટર એક વીડિયો બ્લોગર અને ઉભરતી સિંગરનું છે જેમાં તેણે જસ્ટિસ આપ્યો નથી. કરણ સ્ક્રીન પર નેચરલ લાગે છે પરંતુ ડાયલોગ ડિલિવરીમાં ઘણો સુધારો કરવાની જરૂર છે. સહર કેમેરા સામે કોન્ફિડન્ટ અને પ્રોમિસિંગ લાગે છે. ઈમોશનલ સીન્સમાં તે સારી છે, પરંતુ કોમેડી સીન્સ માટે તેણે પોતાનું ટાઇમિંગ સુધારવુ પડશે.
ફિલ્મ જોવી કે નહી:
ADVERTISEMENT
જો તમે દેઓલ ફેમિલીના ફેન્સ તો કરણના ડેબ્યૂ માટે ફિલ્મ જોઇ શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.