બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Movie Review / know the review of Dream Girl starrer Ayushmann Khurrana and Nushrat Bahrucha

મૂવી રિવ્યૂ / એક ક્લિક કરીને જાણો કેવી છે આયુષ્માનની 'ડ્રીમ ગર્લ'

Juhi

Last Updated: 12:54 PM, 13 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાંબા સમયથી આયુષ્માન ખુરાના પોતાના કેરેક્ટર્સને લઇને સતત એક્સપરિમેન્ટ્સ કરતો આવ્યો છે. આ જ કારણે 'બરેલી કી બરફી', 'શુભ મંગલ સાવધાન', 'અંધાધુન', 'આર્ટિકલ 15' જેવી ફિલ્મોમાં તેની શાનદાર એક્ટિંગ જોવા મળી, જેના કારણે તેણે નેશનલ એવોર્ડ પણ મળ્યો. આ વખતે ફર્સ્ટ ટાઇમ ડિરેક્ટર રાજ શાંડિલ્યના ડિરેક્શનમાં 'ડ્રીમ ગર્લ' આયુષ્માન ફરી એક અલગ અંદાજમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેણે પોતાના રોલની સાથે એક્સપિરિમેન્ટ્ કરતા મહિલાના અવાજમાં એન્ટરનેટ કરતો જોવા મળી રહ્યો છે.

સ્ટોરી:

મથુરામાં પોતાના પિતા જગજીત સિંહ ( અનુ કપૂર)ની સાથે રહેનારો કરમ સિંહ (આયુષ્માન ખુરાના) બેરોજગારીથી પરેશાન છે. પિતાની દુકાન છે, પરંતુ ઘર ગિરવી મૂકેલુ છે અને તેમના માથે અનેક પ્રકારની બેંક લોન ચાલી રહી છે. કરમ સિંહ બાળપણથી છોકરીનો અવાજ સારી રીતે નીકાળી શકે છે અને આ જ કારણથી ઘરની આસપાસ થતી રામલીલામાં તેણે સીતા અને કૃષ્ણલીલામાં રાધાનો રોલ આપવામાં આવતો હતો. પોતાની આ કલાને કારણે તે રૂપિયા કમાઇ લેતો હતો, તેમ છતાં તેના પિતા જગજીત સિંહને દિકરાની આ કલાથી આપત્તિ છે. તેઓ ઇચ્છે છે કે, કરમ સિંહ કોઇ સારી જગ્યાએ નોકરી કરે. નોકરીની શોધમાં જ્યારે કરમ સિંહને છોટૂ (રાજેશ શર્મા) ના કૉલ સેન્ટરમાં મોટા પગારની સાથે નોકરી મળે છે. પરંતુ શરત માત્ર એ છે કે, તેણે મહિલાની અવાજમાં પોતાના ક્લાયન્ટ્સની સાથે વાત કરવાની રહેશે. દેવા અને ઘરની જરૂરિયાતાનો ધ્યાનમાં રાખીને તે આ નોકરી કરવા માટે ત્યાર થઇ જાય છે. તેનો આ રાઝ તેના મિત્ર (મનજોત સિંહ) અને તેની મંગતેર માહી (નુસરત ભરૂચા) ને પણ ખબર નથી. કૉલ સેન્ટરમાં પૂજા બનીને મીઠી-મીઠી વાત કરનારા કરમના અવાજનો જાદુ પોલીસ કર્મી રાજપાલ (વિજય રાજ), માહીના ભાઈ મહેન્દ્ર (અભિષેક બેનર્જી, કિશોર ટોટો (રાજ ભણસાલી), રોમા (નિધિ બિશ્ત) અને તેના પિતા જગજીત સિંહને પણ વંશમાં કરી લે છે. આ બધા તેની પાછળ લગ્ન કરવા માટે ઉતાવળા થઇ જાય છે. પરંતુ આગળ શું થાય છે તે માટે ફિલ્મ જોવાની રહેશે.

 

રિવ્યૂ:

પહેલી વખત ડિરેક્શન કરી રહેલા રાજ શાંડિલ્યએ સારી કૉમેડી ફિલ્મ બનાવી છે. જાણીતા લેખક હોવાને કારણે તે સ્ટોરીમાં હાસ્ય અને મનોરંજનની ક્ષણો લાવી શક્યા છે. ફર્સ્ટ હાફ સુધી ફિલ્મ ઘણી ધીમી લાગે છે. જોકે સેકન્ડ હાફમાં સ્ટોરી સ્પીડ પકડે છે. પ્રિ-કલાઇમેક્સમાં કોમેડી ઑફ એરર દર્શકોને હસાવવામાં મદદ કરશે. સ્ક્રીનપ્લે ઠીક છે. ફિલ્મમાં એન્ડમાં જ્યારે ડિકેર્ટર મેસેજ આપવાનો પ્રયત્ન કરે છે કે, સોશ્યલ મીડિયા પર ઘણા મિત્રો હોવા છતાં રિયલ લાઇફમાં વ્યકિત એકલો હોય છે જે હૃદયને સ્પર્શી નથી શકતો. 

એક્ટિંગ:

આયુષ્માન ખુરાના આ ફિલ્મમાં ઓડિયન્સને પેટ પકડીને હસાવશે ચોક્કસથી. પૂજાના રૂપમાં તેનુ વૉઇસ મોડ્યુલેશન અને બોડી લેંગ્વેજ શાનદાર છે, તેણે પોતાના કેરેક્ટરને જસ્ટિસ આપ્યો છે. આયુષ્માનના પિતા બનેલા અનુ કપૂરનું કામ સારું છે અને ઘણા સીન્સમાં તે આયુષ્માન પરથી લાઇમલાઇટ છીનવી લે છે. નુસરત ભરૂચાને સ્ક્રીન પર કંઈ ખાસ કરવાનો મોકો નથી મળ્યો, છતાં તેણે સારું કામ કર્યુ છે. મનજોત સિંહ અને વિજય રાજ પણ હસાવવામાં પાછળ નથી પડતા. અભિષેક બેનર્જી, નિધિ બિશ્ત, રાજ ભણસાલીએ પોતાના રોલને સારી રીતે કર્યા છે. 

 

મ્યૂઝિક:

મીત બ્રધર્સના સંગીતમાં દિલ કા ટેલિફોન, રાધે રાધે ગીત સારા છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ સારું છે અને સાથે જ સોંગ્સની કોરિયોગ્રાફી સારી છે. 

ફિલ્મ જોવી કે નહીં:

જો તમે પણ કોમેડી ફિલ્મોના શોખિન હોવ અને આયુષ્માનના ફેન છો તો ચોક્કસથી આ ફિલ્મ જોવી જોઇએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Ayushmann Khurrana Bollywood Entertainment dream girl movie review Movie Review
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ