બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / know about the banke bihari temple of vrindavan

ચરણ દર્શન / અખાત્રીજ પર વર્ષમાં એક જ વાર ભક્તોને થાય છે બાંકે-બિહારીના ચરણ દર્શન, જાણો શું છે લોકવાયકા

Khevna

Last Updated: 11:21 AM, 3 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અક્ષય તૃતીયાનાં દિવસે વૃંદાવનનાં બાંકે બિહારી મંદિરમાં ઠાકુરજીનાં ચરણોનાં દર્શનનો લાભ મળવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચે છે. જાણો આ મંદિર વિષે વિગતવાર.

  • વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરમાં મનાવાય છે અખાત્રીજ 
  • અખાત્રીજનાં દિવસે જ કરાવવામાં આવે છે ચરણોનાં દર્શન 
  • મોટી સંખ્યામાં દર્શન માટે શ્રદ્ધાળુઓ પહોંચે છે 

વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરમાં મનાવાય છે અખાત્રીજ 

કૃષ્ણની નગરી વૃંદાવનમાં સ્થિત સપ્ત દેવાલયોમાં અખાત્રીજનાં પર્વની તૈયારીઓ થઇ ગઈ છે. અહીનાં બાંકે બિહારી મંદિરમાં ઠાકુરજીની શીતળતા પ્રદાન કરવા માટે ચંદનનો લેપ લગાવવામાં આવે છે. મંગળવારે એટલે કે આજે અખાત્રીજનાં દિવસે વર્ષમાં એકવાર બાંકે બિહારી પોતાના ભક્તોને ચરણ દર્શન આપશે. વર્ષમાં એકવાર થનાર ઠાકુરજીનાં ચરણ દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહી પહોંચે છે. 

મોટી સંખ્યામાં પહોંચે છે શ્રદ્ધાળુઓ 
વૃંદાવન સ્થિત બાંકે બિહારી મંદિરમાં દર્શન માટે આમ તો રોજ હજારો શ્રદ્ધાળુઓ દેશનાં ખૂણેખૂણેથી પહોંચે છે, પરંતુ અક્ષય તૃતીયાનાં દિવસે અહી વર્ષમાં માત્ર એકવાર ઠાકુરજીનાં દર્શન થાય છે. આવામાં કોઈપણ શ્રદ્ધાળુ પોતાના આરાધ્યનાં ચરણનાં દર્શનની અદભૂત ક્ષણો છોડવા માંગે નહીં, એટલે મોટી સંખ્યામાં આ દિવસે શ્રદ્ધાળુઓ અહી આવે છે. માન્યતા છે કે પ્રભુનાં ચરણોનાં દર્શન કરવાથી ભક્તોને વીશેષ કૃપા મળે છે. સાથે જ આ દિવસે ભગવાનનાં ચરણો પર ચંદનનો લેપ લગાવવામાં આવે છે. 

આ કારણે નથી થતા ચરણોનાં દર્શન 
પૌરાણિક કથા અનુસાર, બાંકે બિહારીનાં અદ્ભુત રૂપમાં સાક્ષાત રાધા અને કૃષ્ણ સમ્મિલિત છે. સ્વામી હરિદાસજીએ તેમને પોતાની ભક્તિ અને સાધનાથી પ્રગટ કર્યા હતા. લગભગ પાંચ સો વર્ષ પહેલા જ્યારે નિધિવનમાં બાંકે બિહારીજી પ્રગટ થયા હતા, ત્યારે હરિદાસજી આખો દિવસ ઠાકુરજીની સેવા કરતા હતા. ઠાકુરજીની સેવા કરતા કરતા આર્થિક સંકટ પણ આવી ગયો હતો. એક દિવસ સ્વામીજી જ્યારે ઉઠ્યા, ત્યારે ઠાકુરજીનાં ચરણોમાં એક સ્વર્ણ મુદ્રા જોઈ. આ મુદ્રાથી તેમણે ઠાકુરજીની સેવા અને ભોગરાગની વ્યવસ્થા કરી. ત્યાર બાદ જ્યારે પૈસાની જરૂર પડતી, ત્યારે ઠાકુરજીનાં ચરણોમાંથી એક સ્વર્ણ મુદ્રા મળી આવતી. એટલા માટે ઠાકુરજીનાં ચરણોનાં દર્શન કરાવવામાં આવતા નથી. ત્યારે અક્ષય તૃતીયાનાં દિવસે ભક્તો માટે ઠાકુરજીનાં ચરણોનાં દર્શન કરાવવામાં આવ્યા, ત્યારથી જ આ પરંપરા ચાલી આવે છે. માન્યતા છે કે ઠાકુરજીનાં ચરણોનાં દર્શન કરવાથી દરેક ઈચ્છા પૂરી થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ