Kitchen Things Can Causes Cancer: શું તમે જાણો છો કે તમારા રસોડામાં પણ અમુક એવી વસ્તુઓ છે જે કેન્સર અને બીજી જીવલેણ બીમારીઓ માટે જવાબદાર છે. એવામાં તમારે તેનાથી બચીને રહેવું જોઈએ.
તમારા રસોડામાં પણ છે આ વસ્તુઓ?
તેનાથી થઈ શકે છે કેન્સર
જાણો કઈ રીતે બચીને રહેશો
નેશનલ કેન્સર રજીસ્ટ્રી પ્રોગ્રામ રિપોર્ટ 2022 અનુસાર ભારતમાં દર 9માંથી 1 વ્યક્તિમાં કેન્સરનો ખતરો છે. તેમાં બ્રેસ્ટ અને લંગ્સ કેન્સર વધારે પ્રભાવિત કરે છે. આપણા કિચનમાં અમુક એવી વસ્તુઓ રહેલી છે જેના કારણે કેન્સર સહિત ઘણી બિમારીઓ થવાનો ખતરો રહેલો છે.
નોન સ્કિક કૂકવેર
ભોજન રાંધતી વખતે પેનમાં ચોંટે નહીં તેના માટે લોકો નોન સ્ટિક પેન ખરીદે છે. પેનની અંદર કરવામાં આવેલી કોટિંગમાં કેમિકલ હોય છે જે ગરમ થવા પર રિલીઝ થાય છે અને તેનાથી કેન્સર થઈ શકે છે.
રિફાઈનિંગ ઓઈલ
ભોજનને સ્વાદિસ્ટ બનાવતા રિફાઈન્ડ ઓઈલનો ઉપયોગ દરેક ઘરના કિચનમાં કરવામાં આવે છે. ઘણા હેલ્થ ઓર્ગેનાઈઝેશન તેના નુકસાનના કારણે તેના પર રોકની સલાહ આપી ચુક્યા છે.
પાણીની બોટલ
શું તમે જાણો છો કે પ્લાસ્ટિકની બોટલને લાંબા સમય સુધી યુઝ કરવામાં આવે તો તેનાથી કેન્સર રિસ્ક વધી જાય છે. બોટલથી પાણી પીવાથી તે કેમિકલ રિલીઝ કરે છે જેમાં ઘણા ગંભીર નુકસાન છે.
ટાઈટ કંટેનર
ઘણા બોક્સ એવા હોય છે જેમાં બિસ્ફેનોલ-એ નામનું કેમિકલ હોય છે જે કેમિકલ ભોજન દ્વારા આપણા શરીરમાં જઈ શકે છે અને આપણને કેન્સરનો દર્દી બનાવી શકે છે.
મેદો
મેદાથી બનેલી વસ્તુઓ લોકોની પહેલી પસંદ બની ગઈ છે. મેદો આપણાં આંતરડામાં જામી જાય છે અને ધીરે ધીરે અહીં ઈન્ફેક્શન ફેલાવે છે. જેનાથી કેન્સર પણ થઈ શકે છે.