બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Kidnapping of an 8 year old girl on the pretext of getting a T shirt in the mall

તપાસ તેજ / મોલમાં ટી-શર્ટ અપાવવાના બહાને 8 વર્ષની બાળકીનું અપહરણ, એકાંત સ્થળ બાદમાં.., સુરતમાં સનકી ઝડપાયો

Kishor

Last Updated: 08:09 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં આઠ વર્ષની બાળકીને મોલમાં ટી-શર્ટ અપાવવાના બહાને આરોપીએ અપહરણ કરી શારીરિક અડપલા અને છેડતી કર્યાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.

  • સુરતના રાંદેર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના
  • આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી અડપલા
  • પોલીસે ચાર અલગ અલગ ટિમો બનાવી આરોપીને દબોચી લીધો

સુરતના રાંદેર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક શખ્સ ટ્યુશનેથી ઘરે જતી આઠ વર્ષની બાળકીને મોલમાં ટી-શર્ટ અપાવવાના બહાને ઓટો રિક્ષામાં અપહરણ કરી એકાંત સ્થળે લઈ ગયો હતો. જ્યા શારીરિક અડપલા અને છેડતી કર્યાનું બહાર આવતા ઓટો રીક્ષા ચાલક આરોપીની રાંદેર પોલીસે ધરપકડ કરી જેલના સળિયા ગણતો કરી દીધો છે. આરોપી અગાઉ વર્ષ 2019 માં પણ અઠવા પોલીસ મથકમાં અન્ય બાળકીની શારીરિક છેડતી કેસમાં ઝડપાઇ ચુક્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ચાર અલગ અલગ ટિમો બનાવી 60થી વધુ સીસીટીવી ફુટેજના આધારે 300 જેટલી ઓટો રીક્ષા તપાસવામાં આવી હતી.જ્યાં અંતે પોલીસ આરોપી સુધી પોહચી શકી હતી.

શારીરિક છેડછાડ અને અડપલા કરી

મથખડ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતા પરિવારની આઠ વર્ષની બાળકી ગત રોજ ટ્યુશને ગઈ હતી. જે ટ્યુશનેથી ઘરે પરત ફરતી વેળાએ અજાણ્યા ઓટો રીક્ષા ચાલકે બાળકીને મોલમાં નવી ટી-શર્ટ અપાવવાના બહાને રિક્ષામાં અપહરણ કરી લઈ ગયો હતો.જે બાદ એકાંતમાં લઇ જઇ તેણી સાથે શારીરિક છેડછાડ અને અડપલા કરી આરોપી નાશી છૂટ્યો હતો. બાદમાં ઘરે પરત ફરેલી બાળકીએ પરિવારજનોને હકીકત જણાવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક આ મામલે રાંદેર પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે પણ મામલાની ગંભીરતાને ધ્યાને લઇ અલગ અલગ ચાર જેટલી ટિમો બનાવી તપાસ હાથ ધરી હતી.

60 જેટલા સીસીટીવી ફૂટેજ ખંગોળી નાખવામાં આવ્યા

બાદમાં પોલીસે નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી.જ્યાં એક ઓટો રિક્ષામાં બાળકીને બેસાડી અજાણ્યો શખ્સ લઈ જતા કેદ થયો હતો.બીજી તરફ પોલીસ પાસે માત્ર સીસીટીવીમાં દેખાતી ઓટો રીક્ષાની જ કડી હતી.જ્યાં મહિલા પોલીસ દ્વારા પણ બાળકીની શાંતિપૂર્વક પુછપરછ હાથ ધરી કાઉન્સીલિંગ કરવામાં આવ્યું હતું.પોલીસની અલગ અલગ ટિમો દ્વારા આરોપીનું પગેરું મેળવવા શેરી,મોહલ્લા વિસ્તારમાં લાગેલા અંદાજીત 60 જેટલા સીસીટીવી ફૂટેજ ખંગોળી નાખવામાં આવ્યા હતા.જ્યારે 300 જેટલી ઓટો રીક્ષા તપાસવામાં આવી હતી.જ્યાં સીસીટીવીમાં દેખાતી વર્ણનવાળી ઓટો રિક્ષા મળી આવતા અંતે પોલીસ આરોપી સુધી પોહચી હતી અને રાંદેરના સુબેદાર સ્ટ્રીટમાં રહેતા આરોપી હોઝેફા મોહમ્મદ રફીક નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો.જે આરોપીની પુછપરછમાં તેણે માસૂમ આઠ વર્ષની બાળકીનું ટી-શર્ટ અપાવવાના બહાને અપહરણ કરી શારીરિક છેડતી કર્યાની કબૂલાત કરી હતી. 

બાદમાં પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી વર્ષ 2019 માં પણ અઠવા પીલીસ મથકના હાથે અન્ય બાળકીની શારીરિક છેડતી કેસમાં ઝડપાઇ ચુક્યો હતો.જ્યાં આરોપી માનસિક વિકૃત હોવાનું જાણવા મળે છે.હાલ તો આરોપીની ધરપકડ કરી વધુ તપાસ રાંદેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.અગાઉ આરોપીએ આ પ્રકારે અન્ય કોઈ બાળકી જોડે વિકૃત હરકત કરી છે કે કેમ તેની પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ