બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / 'મારી દીકરી અમેરિકા ગઈ કે નહીં...', વડોદરાના લુણા ગામની ખુશ્બુ પટેલને USથી કરાઇ છે ડિપોર્ટ
Last Updated: 02:47 PM, 5 February 2025
ADVERTISEMENT
અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈ પ્રથમ વિમાન અૃતસર એરપોર્ટ આજે આવી પહોંચશે. આ પ્લેનમાં 33 ગુજરાતીઓને પણ ડિપોર્ટ કરવામાં આવ્યા છે. વડોદરાનાં પાદરાના લુણા ગામની ખુશ્બુ પટેલ પણ ડિપોર્ટ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ખુશ્બુ પટેલ આવતીકાલે અમૃતસર એરપોર્ટ પર આવી પહોંચશે.
ADVERTISEMENT
25 દિવસ પહેલા અમેરિકા ગઈ હોવાની પરિવારની કબૂલાત
આ સમગ્ર મામલે ખુશ્બુનાં પરિવારજનો દ્વારા VTV NEWS સાથે ખાસ વાતચીત કરી હતી. ખુશ્બુનાં પિતા જયંતિ પટેલે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, 25 દિવસ પહેલા ખુશ્બુ અમેરિકા ગઈ હોવાની પરિવારે કબૂલાત કરી હતી. તેમજ મીડિયાનાં માધ્યમથી ડિપોર્ટની માહિતી મળી હોવાનું જણાવ્યું હતું.
ગેરકાયદેસર ભારતીયોને લઈ વિમાન ભારત પહોંચ્યું
અમેરિકાનું લશ્કરી વિમાન ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને ભારત પહોંચી ચુક્યું છે. અમેરિકન C-17 વિમાન દ્વારા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનું પહેલું ગ્રુપ ભારત પહોંચી ગયું છે. આ વિમાનમાં 104 ભારતીયો સવાર છે. આ વિમાન અમૃતસર એરપોર્ટ પર પહોંચી ગયું છે, જ્યાં પોલીસ અને વહીવટીતંત્ર સતર્ક છે. એરપોર્ટ પર હાજર અમેરિકન દૂતાવાસના એક અધિકારીએ જણાવ્યું કે વિમાનમાં કુલ 104 ભારતીયો છે, જેમાં 13 બાળકો, 79 પુરુષો અને 25 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ભારતીયોમાંથી 33 લોકો ગુજરાતના છે જે અમૃતસર એરપોર્ટની અંદર જ રહેશે અને તેમને ત્યાંથી સીધા ગુજરાત મોકલવામાં આવશે.
ભારતીયોને મેક્સિકો-અમેરિકા સરહદ પરથી પકડવામાં આવ્યા
મળતી માહિતી મુજબ, અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોને મેક્સિકો-અમેરિકા સરહદ પરથી પકડવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ભારતથી કાયદેસર રીતે ગયા હતા પરંતુ તેમણે ડંકી રૂટથી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ભારત પહોંચવા પર આ લોકોની ધરપકડનો કોઈ આધાર નથી કારણ કે તેમણે કોઈપણ રીતે ભારતીય કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી.
કયા રાજ્યના કેટલા લોકો?
આ વિમાનમાં પંજાબના 30, હરિયાણાના 33, ગુજરાતના 33, મહારાષ્ટ્રના 3, ઉત્તર પ્રદેશના 3 અને ચંદીગઢના 2 લોકો છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને યુએસ એરફોર્સનું સી-17 ગ્લોબમાસ્ટર વિમાને ટેક્સાસ નજીકના યુએસ મિલિટરી બેઝ પરથી ઉડાન ભરી હતી. આ વિમાનમાં 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.