બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / khalistan london protest ink police shocking amritpal

દેશ વિરુદ્ધ પ્રોપેગન્ડા / લંડનમાં ભારતીય ઉચ્ચ આયોગ બહાર ખાલિસ્તાનીઓનો આતંક, સુરક્ષાકર્મીઓ પર ફેંકી શાહી

Bijal Vyas

Last Updated: 10:17 PM, 22 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ અમૃતપાલની શોધ ચાલી રહી છે તો બીજી તરફ તેના સમર્થનમાં ખાલિસ્તાની સમર્થક ટ્વિટર પર એક હેશટેગ ચલાવી રહ્યા છે

  • લંડનમાં ભારતીય ઉચ્ચ આયોગની બહાર આ હંગામો મચાવ્યો છે
  • નક્કી કરેલા કાવતરા હેઠળ ભારત વિરુદ્ધ પ્રોપેગેંડા ચલાવવામાં આવી રહ્યો છે
  • ખાલિસ્તાની સમર્થકો અમેરિકા, કેનેડા અને લંડનમાં સક્રિય થયા છે

લંડનના ભારતીય ઉચ્ચ આયોગની બહાર હંગામો થયો છે. ખાલિસ્તાન સમર્થકોએ સુરક્ષાકર્મિઓ પર શાહી ફેકી અને બેરિકેડ તોડવાનો પણ પ્રયત્ન કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ખાલિસ્તાન સમર્થકોએ આ રીતે હિંસક પ્રદર્શન કર્યુ છે. એક નક્કી કરેલા કાવતરા હેઠળ ભારત વિરુદ્ધ પ્રોપેગેંડા ચલાવવામાં આવી રહ્યો છે.  

જ્યારથી પંજાબ પોલીસ ભારતમાં અમૃતપાલની વિરુદ્ધમાં થઇ, ત્યારથી ખાલિસ્તાની સમર્થકો અમેરિકા, કેનેડા અને લંડનમાં સક્રિય થયા છે. તેમની તરફથી સતત વિરોધ થઈ રહ્યો છે. ટ્વિટર પર પણ એક નિશ્ચિત રણનીતિ હેઠળ કેટલાક હેશટેગ વાયરલ કરવામાં આવી રહ્યા છે. તેમના ખાલિસ્તાન અભિયાનને લોકોનું સમર્થન મળી રહ્યું છે તે બતાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. હવે લંડનમાં ભારતીય ઉચ્ચ આયોગની બહાર આ હંગામો મચાવ્યો છે. ઉચ્ચ આયોગ તરફ પાણીની બોટલો પણ ફેંકવામાં આવી છે.

 આ બધું થવાનું કારણ છે કે અમૃતપાલ સામે ભારતમાં કાયદાકીય રીતે કડક વલણ અપનાવ્યું  છે. તેની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 18 માર્ચે અમૃતપાલની ધરપકડ કરવાની તૈયારી હતી. પરંતુ તે ફરાર થઇ ગયો હતો. પોલીસે તેમના સોગંદનામામાં તેના વિશે વિગતવાર જણાવ્યું હતું.

એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે અમૃતપાલની ધરપકડ માટે 18 માર્ચે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ નાકા પણ તૈયાર હતી. તે જ સમયે અમૃતપાલ અને તેના વાહનોનો કાફલો ત્યાં આવ્યો. તે પોતે મર્સિડીઝ કારમાં હાજર હતો, તેના સાથીદારો અન્ય વાહનોમાં આવી રહ્યા હતા. પોલીસ નાકા પાસે કુલ ચાર વાહનો આવી ગયા અને તેમના કાફલાને પોલીસે તાત્કાલિક અટકાવી દીધો હતો. પરંતુ તેમણે રોકવાને બદલે વાહનની સ્પીડ વધારી દીધી હતી અને બેરિકેડ તોડી નાખ્યા. આ ઘટના અંગે એફઆઈઆર નોંધવામાં આવી હતી. ખાલચિયન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને તમામ પોલીસ સ્ટેશનોને એલર્ટ કરવામાં આવ્યા હતા. બેરીકેટ તોડીને ચાર ગાડીઓ ભાગી ગઇ હોવાની માહિતી આપવામાં આવી, તેમને પકડવાના છે.

પોલીસ કમિશનરે કહ્યું હતું કે અમૃતપાલ અને તેના સાથીઓએ ઝડપી ગાડી ચલાવી હતી. સાલેમા ગામની સરકારી શાળા પાસે પણ બેફામ ડ્રાઇવિંગ કરવામાં આવ્યું હતું. અમૃતપાલ પોતે ચોકલેટી રંગની ISUZU કારમાં બેઠેલો હતો. ત્યાં તે લોકોમાં ભય ફેલાવવા માટે પોતાની રાઈફલ હવામાં લહેરાવી રહ્યો હતો. ત્યાર બાદ તે ગાડીને સ્થળ પર છોડીને અન્ય ગાડી બ્રેઝામાં સવાર થયો. ત્યારબાદ તે અને તેના સાથીદારો શાહકોટ જવા રવાના થઇ ગયા હતા. અમૃતપાલ એક તરફ પ્લેટિના બાઇક પર બેઠેલો હતો ત્યારે તેનો બીજો સાથે બુલેટ લઇને નીકળી ગયો.

હવે એક તરફ અમૃતપાલની શોધ ચાલી રહી છે તો બીજી તરફ તેના સમર્થનમાં ખાલિસ્તાની સમર્થક ટ્વિટર પર એક હેશટેગ ચલાવી રહ્યા છે. સેમ કન્ટેટની સાથે ફર્ઝી એકાઉન્ટ દ્વારા અનેક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ