બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / સુરત / Keeping in view the Diwali festivities, ST department will run extra buses

સુવિધા / દિવાળીના તહેવારોને ધ્યાને રાખતા ST વિભાગ દોડાવશે એક્સ્ટ્રા બસો, ફટાફટ નોટ કરી લો આ તારીખ, સમય અને સ્થળ

Vishal Khamar

Last Updated: 10:33 AM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીનાં તહેવાર દરમ્યાન સુરતથી પોતાનાં વતન જતા લોકો સાથે ખાનગી વાહન માલિકો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોય છે. જેને ધ્યાન રાખી આ વખતે સુરત ડાયમંડ એસોસીએશન તથા GSRTC દ્વારા દિવાળીનાં તહેવારમાં પોતાનાં વતન જતા લોકો માટે વધારાની વિશેષ બસોનું આયોજન કર્યું છે.

  • દિવાળીનાં તહેવાર નિમિત્તે સૌ કોઈ પોતાનાં પરિવાર સાથે માદરે વતન જાય છે
  • દિવાળીનાં તહેવાર દરમ્યાન ખાનગી વાહન માલિકો દ્વારા ચલાવાય છે ઉઘાડી લૂંટ
  • સુરત ડાયમંડ એસોસિયેશન તેમજ GSRTC દ્વારા કરાયું વધારાની એક્સ્ટ્રા બસોનું આયોજન 

 દિવાળીનાં તહેવારમાં સૌ  કોઈ પોતાનાં પરિવાર સાથે માદરે વતન જતા હોય છે. જેને ધ્યાને રાખી સુરત ડાયમંડ એસોસીયેશન તથા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડાયમંડ સીટી સુરત ખાતે વેપાર ધંધાર્થે સૌરાષ્ટ્ર, પંચમહાલ, અમદાવાદ, ઉત્તર ગુજરાત તથા મહારાષ્ટ્રનાં લોકો માટે વધારાની એસ.ટી. બસોનું આયોજન કર્યું છે. દિવાળીમાં પોતાનાં ઘરે જતા લોકો એડવાન્સ બુકીંગ પણ કરાવી શકે છે. 

મુસાફરો માટે ગ્રુપ બુકીંગની પણ વ્યવસ્થા કરાઈ
મુસાફરોને સરળતા રહે તે માટે ગ્રુપ બુકીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મુસાફરો 51 સીટનું ગ્રુપ બુકીંગ કરાવી શકશે.  એક્સ્ટ્રા બસ તા. 7.11.2023 થી 11.11.2023 નાં રોજ સાંજે 4 થી રાત્રે 10 કલાકે ઉપડશે. ત્યારે સૌરાષ્ટ્રનાં મુસાફરોએ બસમાં બેસવાનું સ્થળ શ્રીસ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યાસંકુલ, કાપોદ્રા,  સુરત નક્કી કરવામાં આવ્યું છે.  તેમજ એડવાન્સ ઓનલાઈન બુકીંગ WWW.GSRTC.IN પર જઈને તમે ગ્રુપ બુકીંગ અને મોબાઈલ એપ GSRTC થી પણ બુકીંગ કરાવી શકશો. તેમજ ગ્રુપ બુકીંગ તા. 21.9.2023 થી તા. 31.10.2023 સુધી સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ, સુરત ખાતે ચાલુ રહેશે.

કેટલું ભાડુ નક્કી કરાયું
સુરત ડાયમંડ એસોસીયેશન તથા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવાળીનાં તહેવારમાં માદરે વતન જતા લોકો માટે ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અમુક રૂટ મુજબ ભાડુ પણ નક્કી કરવામાં આવ્યું છે.  સુરતથી અમરેલીનાં 395 રૂપિયા, સારવકુંડલાનાં 420 રૂપિયા, ભાવનગરનાં 345 રૂપિયા, મહુવાનાં 400 રૂપિયા, ગારીયાધારનાં 380 રૂપિયા, રાજકોટનાં 380 રૂપિયા, જૂનાગઢનાં  430 રૂપિયા, જામનગરનાં 435 રૂપિયા, અમદાવાદનાં 280 રૂપિયા, ડીસાનાં 380 રૂપિયા, પાલનપુરનાં 370 રૂપિયા, દાહોદનાં 300 રૂપિયા, ઝાલોદનાં 305 રૂપિયા, ક્વાંટનાં 260 રૂપિયા, છોટાઉદેપુરનાં 270 રૂપિયા તેમજ લુણાવાડાનું 280 રૂપિયા ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ