કોમેન્ટ /
કંગનાએ બ્રિટિશ રાણીનું સમર્થન કરી ગાંધીજી પર સાધ્યું નિશાન, કહ્યું 'તે મહાન નેતા, પણ સારા પતિ કે પિતા નહોતા'
Team VTV05:33 PM, 12 Mar 21
| Updated: 05:45 PM, 12 Mar 21
કંગના રનૌતે આજે એક નિવેદનમાં દેશના રાષ્ટ્રપિતા ગણાતા મહાત્મા ગાંધીના વ્યક્તિત્વ પર પ્રશ્નાર્થ સર્જ્યું હતું, અભિનેત્રીએ તેના નિવેદનમાં ગાંધીજીના સારા પતિ અને સારા પિતા હોવા ઉપર પણ સવાલો ઉભા કર્યા હતા.
કંગના રનૌતનું વધુ એક વિવાદિત નિવેદન
ટ્વિટર પર પોસ્ટ લખીને કહ્યું તેઓ સારા પતિ કે પિતા ન હોઇ શકે
બ્રિટિશ મહારાણીનું સમર્થન કરીને કહ્યું એકમાત્ર મહિલા શાસક
બોલીવૂડની બિન્દાસ અભિનેત્રી કંગના રનૌત હરહંમેશા તેના ખુલ્લીને તેના વિચારો રજૂ કરતી હોય છે, બોલિવૂડની પંગા ગર્લ જો કે તેના નિવેદનો દ્વારા ઘણા લોકો સાથે પંગા લઈ ચૂકી છે અને હવે તેણે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પણ આરોપોના કઠેડામાં ઉભા કરી દીધા છે, જો કે આ વખતે તેના આ નિવેદનથી આ મામલે વિવાદનો મધપૂડો છંછેડાય તેવી પૂરી શક્યતા છે.
May not be an ideal MIL/wife/sister,but she is a great Queen,she carried forward her father’s dream, saved the crown better than any son could have. We can’t play every role to perfection even if we excel at one should be enough. She saved the crown. Let her retire like a Queen.
કંગનાએ તેના નિવેદનમાં કહ્યું હતું ગાંધીજીના સારા પિતા અને સારા પતિ હોવા ઉપર સવાલ ઉઠાવ્યા હતા, તેણે કહ્યું હતું કે ઘણી જગ્યાએ એવો ઉલ્લેખ છે કે તે પોતાની પત્નીને ઘરથી શૌચાલય સાફ કરવાની ના પાડવાના કારણથી ઘરની બહાર કાઢી નાખતા હતા, તે એક મહાન નેતા જરૂર હતા, પણ એક મહાન પતિ ન હોઈ શકે.
બ્રિટેનના પ્રિન્સ હેરી અને તેની પત્ની અને અમેરિકન એક્ટ્રેસ મેગન મોર્કેલએ રવિવારે એક ટીવી ઇન્ટરવ્યૂમાં મોટા ખુલાસાઓ કર્યા હતા,જેના પછી બૉલીવુડની કવીન કંગનાએ પણ આ મામલે ઘણા ટ્વીટ કર્યા હતા, જેમાં મહાત્મા ગાંધીજીના પારિવારિક વ્યક્તિત્વને લઈને પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
શું કહ્યું કંગના રનૌતે?
કંગનાએ લખ્યું હતું કે મહાત્મા ગાંધીજી પર તેમના પોતાના છોકરાઓ દ્વારા જ ખરાબ હોવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો અને ઘણી જગ્યાએ એવો પણ ઉલ્લેખ છે કે તેઓ તેમની પત્નીને ઘરના શૌચાલયની સફાઈ કરવાની મનાઈ કરવાના લીધે ઘણી વાર ઘરની બહાર ધકેલી દેતા હતા, તે એક મહાન નેતા હતા પણ એક મહાન પતિ ન હોઈ શકે, જો કે દુનિયા માફ કરી દે છે જ્યારે પણ એક પુરુષની વાત આવે છે.
Mahatma Gandhi was accused of being a bad parent by his own children, there are various mentions of him pushing his wife out of the house for refusing to manually clean guets toilets, he was a great leader may not a great husband but the world is forgiving when it comes to a man
બોલીવુડની અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે છેલ્લા અમુક દિવસોમાં એક પરિવારની ઉપર અમુક લોકોએ એકપક્ષીય વાતો કરીને ખોબ જ ગોસિપ કરી, અને ખૂબ જ સંભળાવ્યું, તેમને જજ કરવામાં આવ્યા, ઓનલાઇન લીન્ચિંગ કરવામાં આવ્યું, મેં ક્યારેય પણ સાસુ, વહુ અને સાજીશ જેવા ઇન્ટરવ્યૂ નથી જોયા કેમ કે આવી ચીજો મને બિલકુલ નથી ગમતી, હું માત્ર એટલું કહેવા માંગુ છું કે આખી દુનિયામાં તે એકમાત્ર જ મહિલા શાસક બચી છે.' નોંધનીય છે કે તે બ્રિટનની મહારાણીની વાત કરી રહી હતી.
પ્રિન્સ હેરીની પત્ની મેગને શું કહ્યું હતું ?
હોલીવુડ સ્ટાર ઓપ્રા વિન્ફ્રે સાથેની વાતચીતમાં મેગને કહ્યું હતું કે શાહી પરિવારની સાથે સમય પસાર કરવા દરમિયાન તેને સુસાઇડ કરવાના વિચારો આવતા હતા, તે બિલકુલ જીવવા માંગતી નહોતી. તેના જીવનની સૌથી મોટી ભૂલ એ હતી કે તેણે શાહી પરિવારની ઉપર ભરોસો કર્યો. શાહી પરિવારે તેને વચન આપ્યું હતું કે તેમને હંમેશા સુરક્ષિત રાખવામાં આવશે. જો કે ક્યારેય પણ એવું થઇ નથી શક્યું. હેરીની જગ્યાએ જો પ્રિન્સેસ ડાયના હોત, તો આજે આ વસ્તુથી ઘણી નારાજ થઇ જાત.