બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / kangana ranaut says those wishing her ill will be forever miserable

મનોરંજન / ફિલ્મ 'Tejas'ની નિંદા કરનારાઓ પર કંગના રનૌતના પ્રહાર, કહ્યું 'જેઓ મારું ખરાબ ઇચ્છે છે...'

Arohi

Last Updated: 03:17 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kangana Ranaut: કંગના રણૌતની હાલની રિલીઝ ફિલ્મ 'તેજસ' બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ પ્રદર્શન કરી રહી છે. હવે એક્ટ્રેસે ક્રિટિક્સ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. કંગનાએ કહ્યું છે કે જે તેના માટે ખરાબ વિચારી રહ્યું છે તે હંમેશા દુખી જ રહેશે.

  • બોક્સ ઓફિસ પર 'તેજસ'નું ખરાબ પ્રદર્શન 
  • કંગનાએ ક્રિટિક્સ પર ઠાલવ્યો ગુસ્સો 
  • કહ્યું- મારા માટે ખરાબ વિચાર્યું તો...

કંગના રણૌતની ફિલ્મ 'તેજસ'ને ક્રિટિક્સ પાસેથી સારા રિવ્યૂ નથી મળી રહ્યા અને બોક્સ ઓફિસ પર કલેક્શન પણ ઓછુ થયું છે. હવે કંગનાએ ઓપન ઈન્વિટેશન મોકલ્યું છે એ લોકો માટે જેમને તેમની આ ફિલ્મ પસંદ નથી આવી. તેમણે કહ્યું કે આવા લોકો તેમનું ફેન ક્લબ જોઈન કરી શકે છે. 

કંગનાની આ પોસ્ટ ટ્વીટર પર ફિલ્મ 'તેજસ' રિલીઝ થયાના બે દિવસ બાદ આવી છે. કંગનાએ કહ્યું છે કે તેમને કુદરતે જીવનમાં કંઈક ખાસ વસ્તુઓ કરવા માટે મોકલ્યા છે. તેમણે એવું પણ કહ્યું કે કેવી રીતે તેમણે પોતાનું સપનું સાચુ કરવા માટે 15 વર્ષની ઉંમરમાં હિમાચલ પ્રદેશ છોડી દીધુ હતું. 

શું કહ્યું કંગનાએ? 
કંગનાએ કહ્યું, "એ બધા જ લોકો જે મારૂ ખરાબ ઈચ્છે છે તેમનું જીવન હંમેશા દુખોથી ભરેલું રહેશે. કારણ કે તેમને જીવનભર દરરોજ મારૂ ગૌરવ જોવું પડશે. મેં 15 વર્ષની ઉંમરમાં કંઈ પણ લીધા વગર ઘર છોડી દીધુ હતું. ત્યારથી હું સતત પોતાના ભાગ્યને સવારી રહી છું. એ વાતનો પાક્કો પુરાવો છે કે હું મહિલા સશક્તિકરણ અને પોતાના દેશ ભારત માટે મહત્વપૂર્ણ કામ કરવા માટે બની છું. હવે આવા લોકોના માનસિક સ્વાસ્થ્ય માટે હું તેમને મારા ફેન ક્લબોમાં શામેલ થવાની વિનતી કરૂ છું. આ પ્રકારે તે મોટી યોજના સાથે જોડાશે. હું ઈચ્છુ છું કે મારા ચાહકો તેમના પ્રત્યે દયાળુ હોય અને તેમને રસ્તો બતાવો."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ