બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Kangana Ranaut said in the Javed Akhtar defamation case like Sushant I also thought of committing suicide
Megha
Last Updated: 10:12 AM, 29 February 2024
અભિનેત્રી કંગના રનૌત માત્ર તેના કામ માટે જ નહીં પરંતુ તેના વિવાદિત નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે. બધા જાણે છે કે કંગના રનૌત અને જાવેદ અખ્તર વચ્ચે ઘણા વર્ષોથી કાનૂની લડાઈ ચાલી રહી છે. સમયની સાથે આ મામલો પણ હેડલાઈન્સમાં આવતો રહે છે અને આ વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાતો નથી. એવામાં હવે ફરી એકવાર અભિનેત્રીને આ મામલે કોર્ટમાં હાજર થવું પડ્યું હતું.
ADVERTISEMENT
જાણીતું છે કે જાવેદ અખ્તરે કંગના સામે ફોજદારી માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદ 2020 માં સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા પછી કંગનાના ઇન્ટરવ્યુ સાથે સંબંધિત છે. આ દરમિયાન કંગનાએ કોર્ટને કહ્યું કે સુશાંતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બહારના લોકોને કેવી રીતે હેરાન કરવામાં આવે છે તેની ફરિયાદ કરી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મને બહારના વ્યક્તિ તરીકે જે સતામણીનો સામનો કરવો પડે છે તેની પણ મેં ફરિયાદ કરી હતી. આ દરમિયાન કંગનાએ એ પણ જણાવ્યું કે તેના મગજમાં આત્મહત્યાનો વિચાર આવ્યો હતો.
ADVERTISEMENT
કંગના રનૌતે અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટમાં પોતાનું નિવેદન આપતા કહ્યું કે સિનેમા ઉદ્યોગમાં બહારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મેં પણ આનો સામનો કર્યો છે. અભિનેત્રીએ વધુમાં કહ્યું કે જ્યારે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી ત્યારે મારા મગજમાં પણ આ વિચાર આવ્યો હતો કારણ કે સુશાંતની આત્મહત્યાની મારા પર મોટી અસર પડી હતી.
કંગનાએ જણાવ્યું કે 2016માં જ્યારે તેની અને રિતિક વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે જાવેદ અખ્તરે તેને પોતાના ઘરે બોલાવી અને ધમકી આપી હતી. જોકે, જાવેદે અભિનેત્રીના આ દાવાને ખોટો ગણાવ્યો હતો. આ વિશે કંગના કહે છે કે આ મીટિંગ પછી તે ખૂબ જ હતાશ થઈ ગઈ હતી અને એવું લાગતું હતું કે તે ડિપ્રેશનમાં છે.
કંગનાએ સ્પષ્ટતા કરી હતી કે ઇન્ટરવ્યુના ફ્લોમાં તેણે જાવેદ અખ્તરનું નામ લીધું હતું. આ વાતચીત દ્વારા અભિનેત્રી લોકોને જણાવવા માંગતી હતી કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બહારના લોકો સાથે કેવું વર્તન કરવામાં આવે છે.
વધુ વાંચો: રકુલ બાદ હવે તાપસી પન્નુ બેડમિન્ટન ખેલાડી સાથે લેશે સાત ફેરા!, કહ્યું 'હું મારી પર્સનલ લાઇફ...'
જણાવી દઈએ કે આ દિવસોમાં કંગના રનૌત પણ તેની આગામી ફિલ્મ 'ઈમરજન્સી'ને લઈને ચર્ચામાં છે. જો કે છેલ્લા કેટલાક સમયથી કંગનાની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. આવી સ્થિતિમાં માત્ર કંગના જ નહીં પરંતુ મેકર્સને પણ આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. જોવાનું એ રહે છે કે આવનારી ફિલ્મ 'ઇમરજન્સી' બોક્સ ઓફિસ પર કેવો કમાલ બતાવે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.