બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 09:35 AM, 29 February 2024
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્ન બાદ હવે વધુ એક બોલિવૂડ સેલિબ્રિટીના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર, બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ ટૂંક સમયમાં તેના બોયફ્રેન્ડ મેથિયાસ બોએ સાથે લગ્ન કરવા જઈ રહી છે, જે બેડમિન્ટન ખેલાડી છે. એવામાં ચાલો જાણીએ કે તેમના લગ્ન ક્યારે અને ક્યાં થશે.
ADVERTISEMENT
સૂત્રોનું માનીએ તો તાપસી અને તેનો બોયફ્રેન્ડ આ વર્ષે માર્ચમાં લગ્ન કરશે. બંને છેલ્લા 10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે એમને પોતાના સંબંધોને એક પગલું આગળ લઈ જવા માટે તૈયાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મથિયાસ બો અને તાપસી પન્નુ ટૂંક સમયમાં ઉદયપુરમાં ભવ્ય લગ્ન કરશે.
ADVERTISEMENT
તાપસી પન્નુ માર્ચ મહિનામાં તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માત્ર નજીકના સંબંધીઓ અને મિત્રો જ સામેલ થશે. આ લગ્ન શીખ અને ક્રિશ્ચિયન બંને રીતિ-રિવાજ પ્રમાણે થશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ તેમના લગ્નનું સ્થળ પસંદ કર્યું છે અને આ લગ્ન ખાનગી રાખવામાં આવશે.
એવામાં હવે લગ્નના અહેવાલો પર તાપસીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું- 'મેં મારા અંગત જીવનને લઈને ક્યારેય કોઈ સ્પષ્ટતા નથી આપી અને ન તો ક્યારેય આપીશ.' તાપસી બોલિવૂડ ડેબ્યુ દરમિયાન મેથિયાસ બોએને મળી હતી. ત્યારથી બંને સાથે છે.અભિનેત્રી કહે છે કે જો તમારા સંબંધો સારા છે તો તમને કોઈ બોજ નથી લાગતો.
વધુ વાંચો: સુશાંતની બહેનને એક દિવસ પહેલા ભાઈના મોતનો આભાસ થયો હતો, મર્ડરમાં મોટો ઘટસ્ફોટ
જણાવી દઈએ કે 43 વર્ષીય મેથિયસ ડેનમાર્કના બેડમિન્ટન ખેલાડી છે. તે બે વખત યુરોપિયન ચેમ્પિયન અને ઓલિમ્પિક મેડલિસ્ટ રહી ચૂક્યો છે. તેણે વર્ષ 2020માં બેડમિન્ટનમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે માર્ચમાં આ બંને લગ્ન કરશે કે નહીં એ જોવાનું રહ્યું..
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.