Kangana Ranaut may be in trouble once again, summons sent by Mumbai Police for questioning
બોલિવૂડ /
ફરી એક વાર મુશ્કેલીમાં મૂકાઈ શકે છે કંગના રનૌત, પૂછપરછ માટે મુંબઈ પોલીસે મોકલ્યું સમન
Team VTV12:00 AM, 21 Jan 21
| Updated: 12:01 AM, 21 Jan 21
16 જાન્યુઆરીએ મુંબઈ પોલીસે તપાસનો અહેવાલ રજૂ કરવા માટે અદાલત પાસેથી વધુ સમયની માંગણી કરી હતી, જેના પછી કોર્ટે રિપોર્ટ સબમિટ કરવા માટે 1 ફેબ્રુઆરી સુધીનો સમય વધારી આપ્યો હતો.
કંગના રનૌતની વધી શકે છે મુશ્કેલી
જાવેદ અખ્તરે કર્યો છે માનહાનિ અંગેનો કેસ
કંગનાએ કહ્યું તેને પરેશાન કરવામાં આવી રહી છે
મુંબઈ પોલીસે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતને આજે સમન્સ મોકલ્યું છે. આ સમન્સમાં અભિનેત્રીને 22 જાન્યુઆરીએ પોલીસ સમક્ષ હાજર થવા જણાવવામાં આવ્યું છે. બોલિવૂડના જાણીતા લેખક જાવેદ અખ્તરે કંગના પર માનહાનિનો દાવો કર્યો હતો. લેખકે કંગના સામે ડિસેમ્બર 2020માં અંધેરીની એક કોર્ટમાં બદનક્ષી અંગેનો દાવો કરીને કેસ દાખલ કરાવ્યો હતો, જેમાં કંગના પર આરોપ મૂકવામાં આવ્યો છે કે એક મીડિયા ચેનલને પોતાનો ઇન્ટરવ્યુ આપતી વખતે કેટલીક એવી બાબતો આવી હતી જેનાથી જાવેદ અખ્તરની છબીને નુકસાન થયું હતું.
કોર્ટે રિપોર્ટ સોંપવા માટે 1 ફેબ્રુઆરી સુધીનો આપ્યો સમય
કોર્ટમાં જાવેદ અખ્તર વતી કંગના દ્વારા બોલવામાં આવેલા ભાગનું રેકોર્ડિંગ પણ સંભળાવવામાં આવ્યું હતું, જેમાં તે જાવેદ અખ્તર વિશે બોલી રહી હતી. આ બાબતે તપાસ કરવા અને 16 જાન્યુઆરીએ રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવી હતી. 16 જાન્યુઆરીએ પોલીસે તપાસનો અહેવાલ રજૂ કરવા માટે વધુ સમય માંગ્યો હતો, ત્યારબાદ કોર્ટે રિપોર્ટ આપવા માટે 1 ફેબ્રુઆરી સુધીનો સમય વધારી આપ્યો હતો.
મહત્વનું છે કે રાજદ્રોહના કેસમાં મુંબઈની બાંદ્રા પોલીસે પણ કંગના રનૌતની પૂછપરછ કરી હતી. આ મહિનાની શરૂઆતમાં આ પૂછપરછ બાદ કંગનાએ કહ્યું હતું કે તેને પરેશાન કરવામાં આવી રહી છે. કંગનાએ કહ્યું હતું કે "મારે દેશમાંથી જવાબો જોઈએ છે, કે હું તમારી સાથે ઊભી રહી હતી, અને હવે તમને લોકોએ મારો ટેકો બનવો પડશે."
મેં દેશહિતમાં ઉઠાવ્યો અવાજ : કંગના રનૌત
આ સિવાય બોલિવૂડ એક્ટ્રેસે વધુમાં જણાવ્યું હતું કે જ્યારેથી મેં દેશના હિતમાં અવાજ ઉઠાવ્યો છે, ત્યારથી મારું સતત શોષણ કરવામાં આવી રહ્યું છે, મારું મકાન તોડી પાડવામાં આવ્યું છે, મારા પર ઘણા બિનજરૂરી કેસો બનાવવામાં આવ્યા છે, ત્યાં સુધી કે મારા પર હસવા બદલ પણ કેસ કરવામાં આવ્યો છે.