બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Kandhal Jadeja will file independent form if NCP does not give mandate on Kutiana seat

BIG NEWS / કુતિયાણા બેઠકને લઇ રાજકારણમાં ગરમાવો: ફરીવાર કાંધલ જાડેજા ભરી શકે છે અપક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ!, જાણો કારણ

Dinesh

Last Updated: 04:09 PM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુતિયાણા બેઠક પર એનસીપી મેન્ડેટ નહીં આપે તો કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરશે; અહી ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ સતત બે ટર્મથી NCP નેતા જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે.

  • એનસીપી મેન્ડેટ નહીં આપે તો કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરશે 
  • સોમવારે ફરીવાર કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરી શકે 
  • ગઇ કાલે કાંધલ જાડેજાએ એનસીપીના નામે ફોર્મ ભર્યું હતું

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, એવામાં તમામ રાજકીય પક્ષો તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરવા લાગ્યા છે. ભાજપે અગાઉ 160 ઉમેદવારો અને આજે વધુ 6 ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે નાથા ઓડેદરાને ટિકિટ આપી છે. કુતિયાણા વિધાનસભા બેઠક પર 'ગોડમધર'ના પુત્રનું રાજ છે. 

કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરશે 
કુતિયાણામાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ સતત બે ટર્મથી એનસીપી નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. ગત ચૂંટણીમાં NCPએ કાંધલ જાડેજાને ટિકિટ આપી હતી. પરંતું આ વખતે એનસીપી અજી સુધી મેન્ડેટ આપ્યું નથી અને જો નહીં આપે તો કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરશે તેવી માહિતી પાપ્ત થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, સોમવારે ફરીવાર કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરી શકે છે. ગઇ કાલે કાંધલ જાડેજાએ એનસીપીના નામે ફોર્મ ભર્યું હતું. જો એનસીપી મેન્ડેટ  ન આપે તો કાંધલે ફરી ફોર્મ ભરશે.

કુતિયાણા બેઠક પર 'ગોડમધર'ના પુત્રનું રાજ
સૌરાષ્ટ્રના દબંગ નેતા કાંધલ જાડેજાનો રાજકીય અને કૌટુંબિક ઈતિહાસ મોટો છે. કાંધલ જાડેજાના પિતા સરમણ મુંજા જાડેજા અને તેમના માતા સંતોકબેન જાડેજા પણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ખૂબ મોટી નામના ધરાવે છે. રાણાવાવ-કુતિયાણા બેઠક પર હાલમાં કાંધલ જાડેજા ધારાસભ્ય છે. રાણાવાવ-કુતિયાણા બેઠક પર સંતોકબેન જાડેજા તેમજ તેમના કાકા ભુરા મુંજા જાડેજા પણ ધારાસભ્ય રહી ચુક્યા છે. કાંધલ જાડેજાએ પ્રથમ વખત 2012માં એનસીપી માંથી રાણાવાવ-કુતિયાણા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી જીતતા આવતા ભાજપના ઉમેદવારને 18 હજારથી વધુ મતોથી પરાસ્ત કર્યા હતા.

2017માં કાંધલ જાડેજાએ 11 જેટલા ઉમેદવારોને આપ્યો હતો કારમો પરાજય  
2017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસપીનુ ગઠબંધન નહીં થયું હોવા છતા કાંધલ જાડેજાએ એકલા હાથે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષો સહિતના 11 જેટલા ઉમેદવારોને કારમો પરાજય આપ્યો હતો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી એનસીપી નેતા કાંધલ જાડેજાએ ભાજપ નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ