બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / Politics / Kailash gadhvi resign from congress

ઇલેક્શન-2022 / થાક બહુ થયો, હવે નવું કરીએ: કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાનું રાજીનામું, કેજરીવાલ સાથે કરી હતી મીટિંગ

Khyati

Last Updated: 02:15 PM, 22 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં નવા જૂની, કૈલાશ ગઢવીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ

  • કૈલાશ ગઢવીએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું
  • પ્રદેશ કોંગ્રેસ પર રોષ ઠાલવી આપ્યું રાજીનામું
  •  કૈલાશ ગઢવી AAPમાં જોડાય તેવી શક્યતાઓ

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ ઉભી થઇ છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા  ગુજરાત કોંગ્રેસમાં ઉકળતા ચરૂની સ્થિતિ સામે આવી છે. કોંગ્રેસના નેતા કૈલાશ ગઢવીએ કોંગેસમાંથી રાજીનામું આપી આપ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પર રોષ ઠાલવીને રાજીનામું આપ્યું. આ અંગે તેઓએ પાર્ટી વિરુદ્ધ ટ્વિટ કરીને બળાપો કાઢ્યો હતો. 

ટ્વિટર પર કાઢ્યો બળાપો 

કોંગ્રેસમાં એક બાદ એક નારાજગીના સૂર ઉઠી રહ્યા છે. અહેમદ પટેલના દિકરાએ અગાઉ ટ્વિટ કરીને કોંગ્રેસથી નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે હવે કૈલાસ ગઢવીએ રાજીનામુ આપતા કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડ્યું છે. તેઓએ ટ્વિટ કરતા જણાવ્યું કે સત્તા મેળવવા માટે કે સરકાર બનાવવા માટે કટ્ટર સંકલ્પના અભાવમાં છેલ્લા ઘણા સમયથી  કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાતમાં સરકાર બનાવવામાં અસફળ રહ્યું છે. જેના કારણે સૌથી વધુ નુકસાન જમીની સ્તર સાથે જોડાયેલા એ કાર્યકર્તાઓને થાય છે જેઓ દિવસ રાત મહેનત કરે છે. હવે  બહુ થાક થયો, ચાલો કંઇક નવું કરીએ. તો બીજી તરફ મળતી માહિતી મુજબ કૈલાશ ગઢવી પક્ષના 10થી 15 જેટલા હોદ્દેદારો પણ કોંગ્રેસ છોડશે.

મક્કમતા હજી દેખાતી નથી- કૈલાશ ગઢવી 

વીટીવી ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે 2007થી પાર્ટીમાં એક્ટિવ રહ્યો છું. પાર્ટીએ જે કીધુ એ કામ કર્યું. પરંતુ સરકાર બનાવવાની જે આગ હોયને તેની ઉણપ દેખાય છે.  પાર્ટીને સત્તામાં લાવવા માટે કાર્યકરો મહેનત કરે છે.  પછી થોડા દિવસોમાં વ્યવસ્થા ખોરવાઇ જાય છે, અને પછી એવા નિર્ણયો લેવામાં આવે છે જેના કારણે પાર્ટી સત્તામાં આવતી આવતી રહી જાય છે. ગઇ વખતે પણ 20 સીટી આવી રીતે જ ગઇ. અને હજુ પણ જે મક્કમતા આવવી જોઇએ એ દેખાતી નથી.. જગદીશભાઇ મહેનત ઘણી કરી રહ્યા છે પણ બાકીના લોકો તેમની મહેનત ફળવા દે તેમ નથી લાગતું. 
 

તો શું આપમાં જોડાશે કૈલાશ ગઢવી ?

વીટીવી ન્યૂઝ દ્વારા કૈલાશ ગઢવીએ આગામી રણનીતિ અંગે જ્યારે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેઓએ જણાવ્યુ કે આવતી કાલ બપોર સુધીમાં જણાવી દેશે કે તેઓ કયા પક્ષ સાથે જોડાઇ રહ્યા છે. તો બીજી તરફ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કૈલાશ ગઢવી આપમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સીએ કૈલાશ ગઢવી કોંગ્રેસ પ્રવક્તા રહી ચૂક્યા છે. પ્રોફેશનલ કોંગ્રેસના વડા પણ રહી ચૂક્યા છે. કૈલાશ ગઢવી થોડા દિવસ પહેલા અરવિંદ કેજરીવાલને મળી ચૂક્યા છે. ત્યારે તે આપમાં જોડાઈને નવાજૂની કરવાના એંધાણ કરે તો નવાઇ નહી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ