બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / Just this one vote in the presidential election created a commotion in politics

રાજનીતિ / રાષ્ટ્રપતિ ચૂંટણીમાં માત્ર આ એક વોટથી રાજકારણમાં મચ્યો ખળભળાટ, ભાજપ થઈ ગયું ખુશ

Priyakant

Last Updated: 02:49 PM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળમાંથી એક મતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુની ઐતિહાસિક જીતમાં ફાળો આપ્યો, 140 સભ્યોની કેરળ વિધાનસભામાં BJP પાસે એકપણ MLA નથી છતાં મત મળ્યો

  • રાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુની ઐતિહાસિક જીત
  • કેરળમાંથી મળેલા આ અણધાર્યા મત પર ભાજપે ખુશી વ્યક્ત કરી
  • રાષ્ટ્રપતિ  ચૂંટણીમાં માત્ર એક વોટથી રાજકારણમાં ખળભળાટ  
  • 140 સભ્યોની કેરળ વિધાનસભામાં BJP પાસે એકપણ MLA નથી છતાં મત મળ્યો 

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુની ઐતિહાસિક જીત થઈ છે. જોકે હવે ચૂંટણીમાં માત્ર એક વોટથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, કેરળમાંથી એક મતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુની ઐતિહાસિક જીતમાં ફાળો આપ્યો. જો કે આ વોટને નું કારણ એ છે કે, 140 સભ્યોની રાજ્ય વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે એકપણ ધારાસભ્ય નથી. 

અણધાર્યા મત પર ભાજપે ખુશી વ્યક્ત કરી 

દેશના ઘણા રાજ્યોમાં મુર્મુની તરફેણમાં ક્રોસ વોટિંગ વચ્ચે કેરળમાંથી મળેલા આ અણધાર્યા મત પર ભાજપે ખુશી વ્યક્ત કરી છે. કેરળ વિધાનસભામાં ભાજપની ગેરહાજરીને કારણે એવી ધારણા હતી કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને રાજ્યના તમામ મતો મળશે. શાસક કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI-M)ના નેતૃત્વ હેઠળના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) એ પણ સિંહાને સમર્થન જાહેર કર્યું હતું.

ભૂલથી વોટ આપ્યો કે જાણી જોઈને ? 

વિધાનસભા સચિવ પ્રભારી કવિતા ઉન્નિતન જે રિટર્નિંગ ઓફિસરે જણાવ્યું કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન ગુપ્ત મતદાન દ્વારા થયું હતું. તેથી રાજ્ય વિધાનસભામાં મુર્મુની તરફેણમાં કોણે ક્રોસ વોટિંગ કર્યું તે શોધવું શક્ય નથી. રાજકીય નિરીક્ષકો હવે એવો સવાલ પણ ઉઠાવી રહ્યા છે કે,  શું આ એક વોટ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવારને ભૂલથી કે જાણી જોઈને આપવામાં આવ્યો હતો.

ભાજપે વ્યક્ત કરી ખુશી 

ભાજપના રાજ્ય એકમે આ અણધાર્યા મતદાન અંગે ખુશી વ્યક્ત કરી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ કે. સુરેન્દ્રને કહ્યું કે, કેરળમાંથી દ્રૌપદી મુર્મુને મળેલા એક વોટનું અન્ય 139 વોટ કરતા વધુ મહત્વ છે. તે નકારાત્મકતા સામે "સકારાત્મક મત" છે.

દ્રૌપદી મુર્મુની ઐતિહાસિક જીત 

દ્રૌપદી મુર્મુએ વિપક્ષી પાર્ટીઓના ઉમેદવાર યશવંત સિન્હાને હરાવીને આદિવાસી સમુદાયમાંથી પ્રથમ રાષ્ટ્રપતિ બનીને ઈતિહાસ રચ્યો છે. મત ગણતરીમાં મુર્મુને 64 ટકાથી વધુ માન્ય મત મળ્યા હતા. શાસક ભાજપનો દાવો છે કે, સંસદના બંને ગૃહોના 17 સાંસદો અને રાજ્યોના 126 ધારાસભ્યોએ સંબંધિત પક્ષની રેખાઓને અવગણીને NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુની તરફેણમાં મતદાન કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ