બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સ્પોર્ટસ / અન્ય જિલ્લા / junior badminton player tasnim mir get gold in Dubai international series
ADVERTISEMENT
મહેસાણાની 14 વર્ષીય બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે બે ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું છે. 11મી સપ્ટેમ્બરે શરૂ થયેલી બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં તસનીમ મીરે મહિલા સિંગલ્સ અને મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
તસનીમ મીર ગોલ્ડ મેડલ જીત્યા બાદ આજે(સોમવાર) સવારે મહેસાણા પરત ફરવાની છે. તસનીમની આ સિદ્ધિને લઈને તેના પરિવારજનોમાં આનંદની લાગણી છવાઇ ગઈ છે. તો તસનીમ આગામી મહિને રશિયા ખાતે પણ રમવા જવાની છે.
ADVERTISEMENT

મહત્વનું છે કે, દુબઇ જૂનિયર ઇન્ટરનેશનલ સિરીઝમાં ભારતે ત્રણ ગોલ્ડ મેડલ સહિત છ પુરસ્કાર જીત્યા છે. ભારતના જૂનિયર ખેલાડીઓએ ત્રણ ગોલ્ડ મેડલ સહિત ત્રણ સિલ્વર મેડલ પણ પોતાના નામે કર્યા છે. તસનીમ મીરે મહિલાઓના સિંગલ્સનો જીત્યો જ્યારે અયાન રાશિદ અને તસનીમની જોડી પણ ચેમ્પિયન બની. ભારતને ત્રીજો ગોલ્ડ મેડલ તનીષા ક્રાસ્ટો અને અદિતિ ભટની મહિલાઓની યુગલ જોડીએ અપાવ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.