બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / આરોગ્ય / joint pain can also be a symptom of blood cancer be careful health tips

હેલ્થ / સાંધાના દુઃખાવાને ન કરો નજર અંદાજ, હોઈ શકે છે આ જીવલેણ બીમારી, જાણો કઈ રીતે બચી શકાય

Arohi

Last Updated: 03:55 PM, 31 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગે જોવામાં આવે છે કે બ્લડ કેન્સમાં પ્લેટલેટ્સ ઓછા થઈ જાય છે અને રોગીને પ્લેટલેટ્સ ચઢાવવા પડે છે.

  • આ રીતે કેન્સરના લક્ષણોની મેળવો જાણકારી 
  • આ લક્ષણો દેખાય તો થઈ જજો સાવધાન 
  • જાણો બ્લડ કેન્સરના અન્ય લક્ષણો વિશે 

કેન્સરને જીવલેણ બીમારી એટલા માટે માનવામાં આવે છે કારણ કે જો શરૂઆતમાં જ આ રોગની જાણકારી ન મળે તો જ્યાં સુધી જાણકારી મળે તેને રોકવું મુશ્કેલ થઈ જાય છે. વ્યક્તિમાં કેન્સર થયા બાદ અમુક શરૂઆતી લક્ષણો જોવા મળે છે આ લક્ષણોને હંમેશાથી ગંભીરતાથી લેવા જોઈએ. પરંતુ લોકો તેને ગંભીરતાથી નથી લેતા અને તેને નજરઅંદાજ કરે છે જે બાદમાં ખતરનાક સાબિત થાય છે. 

નિષ્ણાંતો અનુસાર બ્લડ કેન્સર થવા પર સેલ્સ વ્યક્તિને શરીરમાં લોહીને બનવા નથી દેતા. જેવા કારણે શરીરમાં લોહીની કમી આવે છે. બ્લડ કેન્સરના બીજા પણ ઘણા લક્ષણો હોય છે જેને નજર અંદાજ કરવા ભારે પડી શકે છે. 

આ છે બ્લડ કેન્સના પ્રકાર 
નિષ્ણાંતો અનુસાર બ્લડ કેન્સર ત્રણ પ્રકારના હોય છે. તેમાં લ્યુકેમિયા, લિમ્ફોમા અને મલ્ટીપલ માયલોમાનો સમાવેશ થાય છે. બ્લડ કેન્સર બાળકોથી લઈને મોટામાં પણ થઈ શકે છે. ખાસ કરીને આ બીમારી 30 વર્ષ બાદ વધુ થવાની સંભાવના હોય છે. 

આ ઉપરાંત હાડકા અને સાંધામાં સતત દુખાવો થવો, મોઢુ, નાક અથવા શૌચ ક્રિયા વખતે લોહીનું નિકળવું, તાવ આવવો, રાત્રે પરસેવો આવવો અને ચક્કર આવવા, વારંવાર સંક્રમણ અને શરીરના વજનમાં ઘટાડો થાય તો આ લક્ષણ હાર્ટની બીમારી નહીં પરંતુ બ્લડ કેન્સરના સંકેત હોઈ શકે છે. જો આવા લક્ષણ તમને જણાય તો તરત ચેક કરાવો. 

આ ઉપરાંત ધ્યાન રાખો કે જો બ્લડ કેન્સરને શરૂમાં દર્દીના મોઢા, ગળા, ચામડી અને ફેફસામાં ઘણી સમસ્યાઓ શરૂ થઈ જાય છે. બ્લડ કેન્સર જો દર્દીના શરીરમાં ઘર કરી રહ્યું છે તો મોટાભાગે તાવ રહેવાનું શરૂ થઈ શકે છે અને વારંવાર તે મુશ્કેલી થઈ શકે છે. આ ઉપરાંત હાડકાઓ, મસલ્સમાં પેઈન અનુભવાય છે બ્લડ કેન્સરનું પણ આ એક શરૂઆતી લક્ષણ છે. 

પ્રકાર પર આધાર રાખે છે તેની સારવાર 
બ્લડ કેન્સ ઘણા પ્રકારના હોય છે. કેન્સરની સારવાર હંમેશાથી તેના પ્રકાર પર નિર્ભર કરે છે. કેન્સરની સારવારમાં કીમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, રેડિએશન થેરેપી, બાયોલોજીકલ થેરેપી અને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ થેરાપી આપવામાં આવે છે. જણાવી દઈએ કે જો તમને બ્લડ કેન્સર છે તો લોહીની એક સામાન્ય કપાસથી તેની જાણકારી મળી જાય છે. આમ તો આ કેન્સની તપાસ માટે જનરલ બ્લડ પિક્ચરની તપાસ કરવામાં આવે છે. આ ટેસ્ટમાં બ્લડ કેન્સની જાણકારી મળવા પર તેની સારવાર સંભવ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ