બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ISROમાં અધિકારી બનવાની તક, છેલ્લી તારીખ 14 જુલાઈ, ફટાફટ કરો એપ્લાય

તક ઝડપી લો / ISROમાં અધિકારી બનવાની તક, છેલ્લી તારીખ 14 જુલાઈ, ફટાફટ કરો એપ્લાય

Chintan Chavda

Last Updated: 08:50 PM, 24 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ISRO Recruitment 2025: ISRO એ સાઇન્ટિસ્ટ અને એન્જિનિયરની 39 પોસ્ટ માટે સત્તાવાર નોટિફિકેશન જારી કરી છે.  જે પણ ઉમેદવાર અંતરીક્ષ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે દેશની સેવા કરવા ઈચ્છતા હોય તેમની માટે આ એક શાનદાર તક છે.

ભારતીય અંતરીક્ષ અનુસંસાધન સંગઠન (ISRO) માં નોકરી કરવાનું સપનું જોતા યુવાનો માટે સારા સમાચાર છે. ઇસરોએ સાઇન્ટીસ્ટ અને એન્જિનિયરની 39 પોસ્ટ માટે સત્તાવાર નોટિફિકેશન જારી કરી છે.  જે પણ ઉમેદવાર અંતરીક્ષ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે દેશની સેવા કરવા ઈચ્છતા હોય તેમની માટે આ એક શાનદાર તક છે.

ઇસરો દ્વારા ગ્રુપ-A કેટેગરી હેઠળ સાઇન્ટિસ્ટ/એન્જિનિયર SC પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. ઇચ્છુક અભ્યાર્થી 24 જૂનથી 14 જુલાઈ 2025 વચ્ચે ISRO ની વેબસાઇટ isro. gov. in પર જઇને અરજી કરી શકે છે.

isro-last

કઈ પોસ્ટ પર ભરતી થશે?

સિવિલ એન્જિનિયર -18 પદ

ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ- 10 પદ

રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ -9 પદ

આર્કિટેક્ચર- 1 પદ

ઓટોનોમસ બોડી હેઠળ સિવિલ એન્જિનિયર- 1 પદ

શૈક્ષણિક યોગ્યતા શું હોવી જોઈએ?

આ પોસ્ટ માટે અરજી કરતા અભ્યાર્થીઓને કોઈ પણ માન્ય વિશ્વવિધ્યાલયમાંથી ઓછામાં ઓછા 65% સાથે BE કે B.Tech પાસ કરેલું હોવું જોઈએ. આ સિવાય સંબંધિત વિષયમાં કુશળતા અને નિર્ધારિત લાયકાત હોવી ફરજિયાત છે.

એજ લિમિટ

સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 28 વર્ષ (14 જુલાઈ 2025 ના રોજ) નક્કી કરવામાં આવી છે. OBC ઉમેદવારોને 3 વર્ષની છૂટ આપવામાં આવશે અને SC/ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટ આપવામાં આવશે.

app promo5

પસંદગી કેવી રીતે થશે?

પાર્ટ I માં, વિષયને લગતા 80 બહુવિકલ્પીય પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક સાચા જવાબ માટે 1 માર્ક આપવામાં આવશે, જ્યારે દરેક ખોટા જવાબ માટે 1/3 માર્ક કાપવામાં આવશે. ભાગ II માં એપ્ટીટ્યુડ અને એલિજિબિલિટી સંબંધિત 15 પ્રશ્નો હશે, જેમાં કોઈ નેગેટિવ માર્કિગ રહેશે નહીં. લેખિત પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

વધુ વાંચો: VIDEO: આન્ટીને લાયસન્સ મળશે? ટેસ્ટ ટ્રેક પર એવું ડ્રાઈવિંગ કર્યું કે વીડિયો વાયરલ

અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે, ઉમેદવારોએ પહેલા ISRO ની સત્તાવાર વેબસાઇટ isro.gov.in પર જવું.
  • તે પછી ઉમેદવારોએ "Careers" વિભાગમાં જઈને રજીસ્ટ્રેશન કરવું.
  • ત્યારબાદ ઉમેદવારો ઓનલાઇન અરજી ફોર્મ ભરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવા.
  • હવે ઉમેદવારોએ અરજી ફી ચૂકવવી પડશે.
  • તે પછી, ઉમેદવારોએ ફોર્મ સબમિટ કરવું.
  • પછી ઉમેદવારો તેને ડાઉનલોડ કરો અને તેનું પ્રિન્ટઆઉટ લઈ લો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ISRO Jobs ISRO Recruitment 2025
Chintan Chavda
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ