બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

VTV / ગુજરાત / અમદાવાદ / Jivrajpark bridge will be repaired after Eid

ચક્કાજામ / અમદાવાદના આ બ્રિજ પર બે મહિના સુધી ચાલશે રિપેરિંગ, દરરોજ હજારો લોકોને થશે અસર

Khyati

Last Updated: 05:26 PM, 29 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ વધતી જતી ટ્રાફિકની સમસ્યા, બીજી તરફ વિકાસના કાર્યો અને હવે રિપેરીંગનું કામ શરુ થતા વાહનચાલકોને થશે પરેશાની

  • જીવરાજ પાર્ક બ્રિજનું કરાશે સમારકામ
  • ઇદ બાદ શરુ કરશે રિપેરીંગની કામગીરી
  • 2-3 મહિના રિપેરીંગમાં નીકળી જશે 

મેગાસિટી અમદાવાદમાં ટ્રાફિક જામની સમસ્યા સતત વકરતી જાય છે. મ્યુનિ. સત્તાવાળાઓ ટ્રાફિકના પ્રશ્નોના નિરાકરણ માટે નવા નવા બ્રિજ પ્રોજેક્ટ હાથ ધરે છે. તંત્રના બ્રિજ પ્રોજેક્ટને કારણે એક-દોઢ વર્ષમાં નદી, રેલવે, રોડ પરના નાના-મોટા બ્રિજ મળીને કુલ બ્રિજની સંખ્યા ૧૦૦ના આંકને પાર કરશે. બીજી તરફ વર્ષો જૂના હયાત બ્રિજ ખખડધજ બન્યા હોવાથી તેને રિપેર કરીને વાહનચાલકો માટે સુગમ બનાવવાની દિશામાં પણ તંત્ર પ્રયત્નશીલ છે. જે હેઠળ સત્તાધીશોએ હવે પશ્ચિમ અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારને શ્યામલ ચાર રસ્તા, શિવરંજની ચાર રસ્તા સાથે જોડનારા રેલવે ઓવરબ્રિજનાં રિપેરિંગ માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

ઈદ બાદ જીવરાજ પાર્ક બ્રિજનું સમારકામ

મ્યુનિ. તંત્ર દ્વારા જીવરાજ પાર્ક બ્રિજના રિપેરિંગનું આયોજન કરવામાં આવનાર છે.  ઈદ બાદ તેને ગમે ત્યારે તેના અમલીકરણની કામગીરી કરવામાં આવશે. ૮૦ લાખના ખર્ચે રિપેરિંગ હાથ ધરાશે. આ બ્રિજ શ્યામાપ્રસાદ મુખરજી બ્રિજ તરીકે પણ ઓળખાય છે, જેનું નિર્માણ ૧૯૯૫માં ઔડાએ કર્યું હતું. હવે સમયાંતરે તે આશરે ૨૭ વર્ષ જૂનો થયો હોવાથી  રિપેરિંગ માગે તેવી હાલતમાં મુકાઈ ગયો છે.

કેમ રિપેરીંગની જરુરિયાત ?

ખાસ તો જીવરાજ પાર્ક બ્રિજ ઉપરની રોડ સાઇડ વાહનચાલકો માટે જોખમી બની છે. બ્રિજના રોડ પરના એક્સ્પાન્શન જોઇન્ટથી વાહનચાલકોને અકસ્માત થઈ રહ્યા છે. તેમાંય વિશેષ કરીને રાતના સમયે એક્સ્પાન્શન જોઇન્ટની તિરાડો ટુ-વ્હીલરચાલકો માટે ઘાતક બની રહી છે, જેના કારણે તંત્રને તેનાં રિપેરિંગની જરૂર ઊભી થઈ છે.
 

રિપેરિંગ કામગીરી પાછળ બે મહિનાનો સમય લાગશે

ઈદ બાદ ગમે ત્યારે જીવરાજ પાર્ક બ્રિજનું રિપેરિંગ હાથ ધરવામાં આવશે. પહેલાં સત્તાવાળાઓ જીવરાજ પાર્કથી શ્યામલ ચાર રસ્તા તરફ ચડતી લેનનું રિપેરિંગ હાથ ધરશે. આ રિપેરિંગ એક મહિનો ચાલશે. ત્યાર બાદ શ્યામલ ચાર રસ્તાથી જીવરાજ પાર્ક તરફ ઊતરતી બીજી લેનનું રિપેરિંગ હાથ ધરાશે. આ બંને લેનનાં રિપેરિંગ પાછળ બે મહિનાનો સમય લાગશે તેવો તંત્રનો દાવો છે, પરંતુ અન્ય રિવરબ્રિજના રિપેરિંગમાં થયેલા વિલંબને જોતાં બેને બદલે અઢી-ત્રણ મહિના સુધી રિપેરિંગ કામ ચાલી શકે છે. જીવરાજ પાર્ક બ્રિજના રિપેરિંગ પાછળ મ્યુનિસિપલ તિજોરીમાંથી 80લાખ રુપિયા ખર્ચાશે.

વાહનચાલકોને બે મહિના મુશ્કેલી

જોકે આ બ્રિજ પરથી રોજ હજારો વાહનો પસાર થઈ રહ્યાં છે તેમજ પશ્ચિમ અમદાવાદના વાસણા, જીવરાજ પાર્ક, વેજલપુર જેવા વિસ્તારોને જોધપુર, બોડકદેવ સાથે જોડવા માટેનો મહત્ત્વનો બ્રિજ હોઈ સત્તાધીશો એક લેનને રિપેર માટે બંધ રાખીને બીજી લેન પરથી અપ-ડાઉનનો ટ્રાફિક ચાલુ રાખશે. એટલે બે મહિના ટ્રાફિક જામ રહેશે. જીવરાજ પાર્ક બ્રિજ જુલાઈની આસપાસ વાહનચાલકો માટે આશીર્વાદરૂપ બનશે.

જીવરાજ પાર્ક બ્રિજના કુલ ૪૪ જોઇન્ટ રિપેર થશે

તંત્રનાં આયોજન મુજબ બંને તરફની લેનમાં ૨૨-૨૨ જોઇન્ટ છે એટલે કુલ ૪૪ જોઇન્ટને તંત્ર રિપેર કરવા જઈ રહ્યું છે.

આ બ્રિજ 780 મીટર લાંબો અને 18 મીટર પહોળો છે

જીવરાજ પાર્ક બ્રિજની લંબાઈ 780 મીટરની છે. તેમજ 7.5 મીટરની બંને લેન, 500 સેન્ટિમીટરની સેન્ટ્રલ વર્જ અને બંને તરફ એક-એક મીટરની ફૂટપાથ મળીને તેની કુલ 18 મીટરની પહોળાઈ છે.

ખોખરા રેલવે ઓવરબ્રિજ બાદ અન્ય બ્રિજ હાથ પર લેવાશે

અત્યારે તો મ્યુનિ. સત્તાધીશોએ વર્ષોથી વિલંબમાં ચાલી રહેલા ખોખરા રેલવે ઓવરબ્રિજના રી-કન્સ્ટ્રક્શન પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ બ્રિજ ૧૫ ઓગસ્ટની આસપાસ લોકોપયોગી બને તેવી શક્યતા છે. ત્યાર બાદ શહેરના અન્ય રેલવે ઓવરબ્રિજના રિપેરિંગની દિશામાં તંત્ર ચક્રો ગતિમાન કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ