બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ટેક અને ઓટો / jio phone prima 4g launched know features and price

JIO phone / દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: 2600 રૂપિયામાં જોરદાર 4G ફોનની એન્ટ્રી, જુઓ કેવા છે ફીચર્સ

Manisha Jogi

Last Updated: 11:42 AM, 29 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2023 ઈવેન્ટમાં આ ફોન લોન્ચ કરવામાં આવ્યો છે. આ લેટેસ્ટ ફોનમાં જબરદસ્ત ફીચર્સ આપવામાં આવ્યા છે.

  • જિયોએ 4G ફોન Jio Phone Prima 4G લોન્ચ કર્યો
  • ફોનમાં જબરદસ્ત ફીચર્સ આપવામાં આવ્યા છે
  • જિયો માર્ટમાંથી આ ફોન ખરીદી શકાય છે

રિલાયન્સ જિયોએ 4G ફોન Jio Phone Prima 4G લોન્ચ કર્યો છે. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2023 ઈવેન્ટમાં આ ફોન લોન્ચ કરવામાં આવ્યો છે. આ લેટેસ્ટ સ્માર્ટફોનમાં જબરદસ્ત ફીચર્સ આપવામાં આવ્યા છે. કંપનીએ આ ફોનમાં વ્હોટ્સએપ અને યૂટ્યૂબ જેવી એપ્લિકેશન પણ આપી છે. આ ફોન કંપનીની ઈ-રિટેઈલ વેબસાઈટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. યૂઝર્સ આકર્ષક ઓફર્સ સાથે જિયો માર્ટમાંથી આ ફોન ખરીદી શકે છે. આ ફોન પીળો અને વાદળી કલરના વેરિયન્ટમાં ઉપલબ્ધ છે, જેની કિંમત 2,599 રૂપિયા છે. કંપનીએ જણાવ્યું છે કે, દિવાળી પર આ ફોનનું ઓફિશિયલ લોન્ચિંગ કરવામાં આવશે. જિયો માર્ટ અનુસાર આ સ્માર્ટફોન દિલ્હી અને મુંબઈમાં ડિલીવરી માટે તૈયાર છે. 

ફીચર્સ
આ ફોનમાં 320x240 પિક્સલ રિઝોલ્યુશન આપવામાં આવ્યું છે અને 2.4 ઈંચની શાનદાર TFT ડિસપ્લે આપવામાં આવી છે. ફોનની બેક રેનલ પર રાઉન્ડેડ ડિઝાઈનની સાથે જિયોનો લોગો પણ છે. કંપની આ ફોનમાં ફ્લેશ લાઈટ અને કેમેરા પણ આપી રહી છે. સેલ્ફી માટે આ ફોનના ફ્રંટમાં 0.3 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે. જિયોના આ ફોનમાં 512 MB રેમ છે. માઈક્રો SD કાર્ડની મદદથી 128 GB સુધી RAM વધારી શકાય છે. 

આ ફોન ARM Cortex A53 પ્રોસેસર પર કામ કરે છે. ફોનમાં એન્ટરટેઈનમેન્ટ માટે એફએફ રેડિયો પણ છે. આ ફોન KaiOS પર કામ કરે છે. સિંગલ સિમ સ્લોટવાળા આ ફોનમાં કનેક્ટિવિટી માટે બ્લુટૂથ 5.0 છે. ફોનમાં 1800mAhની બેટરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ