બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jignesh Mevani's statement on the matter of the young man being beaten while going to collect salary in Raniba Industries

નિવેદન / 'બાઈક પર જય ભીમ લખાવો એટલે...', એટ્રોસિટીમાં સજા મુદ્દે જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું

Dinesh

Last Updated: 04:14 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jignesh Mevani statement: રાણીબા ઈન્ડસ્ટ્રીઝમાં પગાર લેવા જતા યુવાનને માર મરાયા મામલે જીગ્નેશ મેવાણીએ ઓછા સમયમાં આરોપીઓને સજા કરવામાં આવે તેવી માંગ કરી છે.

  • રાણીબા ઈન્ડસ્ટ્રીઝમાં પગાર લેવા જતા યુવાનને માર મરાયો
  • માર મારવા મામલે જીગ્નેશ મેવાણીનું નિવેદન
  • "અત્યાચાર વધવાનું કારણ એટ્રોસિટીમાં સજા નથી થતી"

મોરબીમાંથી શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. મોરબીની રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં પગાર લેવા મામલે યુવાનને માર મરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. અનુસુચિત જાતિના આગેવાનો, મહિલાઓ સહિતના લોકો કલેકટર કચેરીએ પહોચ્યા હતા. અત્રે જણાવીએ કે, બે દિવસ અગાઉ પગાર લેવા ગયેલા યુવાનને 12 લોકોએ પટ્ટા વડે માર માર્યો હતો. જેમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત અન્ય કેટલાક શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. મોરબી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

જીગ્નેશ મેવાણીનું નિવેદન
મોરબી રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં પગાર લેવા જતા યુવાનને માર પડ્યાની ઘટના પ્રકાશમાં આવતા ફરિયાદ નોંધાઈ છે. જે સમગ્ર મામલે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં દલિતો પર અત્યાચાર થઈ રહ્યા છે. એટ્રોસીટીમાં સજા ન થવાને લીધે આવી ઘટનાઓ બને છે. તેમણે આ ઘટનાને નીમ્ન સ્તરની ગણાવી છે તેમજ ઓછા સમયમાં આરોપીઓને સજા કરવામાં આવે તેવી માંગ કરી છે. 

'જાતિવાદી તત્વોમાં મેસેજ..': જિગ્નેશ મેવાણી
જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, ભારતભરમાં દલિતો પર થતાં અત્યાચારની ઘટનામાં સજાનો દર 100માંથી 36 ટકા છે, એટલે કે, અત્યાચારની 100 ઘટના બને ત્યારે માત્ર 36 ઘટનામાં સજા થાય છે. વધુમાં કહ્યું કે, જ્યારે ગુજરાતમાં આવા કિસ્સાઓમાં સજાનો દર માત્ર 5 ટકા જ છે. જેના કારણે જાતિવાદી તત્વોમાં એવો મેસેજ ગયો છે કે, દલિતોના આત્મસન્માનમાં ચેડા કરો તેમજ બાઈક પર જય ભીમ લખાવો ત્યારે મારો તેમજ મૂછ રાખો ત્યારે હુમલો કરો કે પંદર દિવસનો વેતન માગવા પર માર મારવો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ