બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / jasprit bumrah back surgery successful new zealand out for recovery 6 months
ADVERTISEMENT
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાલી રહેલી 4 મેચોની રોમાંચક બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચ 9 માર્ચે ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. રોહિત શર્મા એન્ડ કંપની આ સમયે 2-1થી આગળ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલમાં પહોંચવા માટે ભારત માટે અમદાવાદમાં રમાવા જઈ રહેલી મેચ ખૂબ જ મહત્વપૂર્ણ બનશે. પરંતુ ચોથી ટેસ્ટ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ આગામી 6 મહિના સુધી મેદાનમાં જોવા મળશે નહીં.
ADVERTISEMENT

જસપ્રીત બુમરાહને થઈ છે ઈજા
દરેક વ્યક્તિ એ હકીકતથી વાકેફ છે કે ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઇજાને કારણે લાંબા સમયથી ક્રિકેટ રમતા નથી. ઈજાને કારણે તેઓ એશિયા કપ અને ટી-20 વર્લ્ડ કપ 2022નો પણ ભાગ બની શક્યા નહોતા. આ કડીમાં હવે બુમરાહ આગામી 6 મહિના સુધી મેદાનમાં પગ મૂકી શકશે નહીં.
ADVERTISEMENT
ન્યુઝીલેન્ડમાં થઈ બુમરાહની સર્જરી
જસપ્રીત બુમરાહ સર્જરી કરાવવા માટે ન્યુઝીલેન્ડના ક્રિસ્ટચર્ચ શહેરમાં ગયા હતા. જ્યાંથી હવે એક સમાચાર સામે આવ્યા છે કે તેમની સર્જરી સફળતાપૂર્વક થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે, તેમની સર્જરી પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન ડો. રોવન સ્કાઉટન દ્વારા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, એવું કહેવામાં આવી રહ્યું છે કે બુમરાહ આગામી 6 મહિના સુધી ક્રિકેટ રમી શકશે નહીં, જેના કારણે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર વનડે વર્લ્ડ કપ 2023માં બુમરાહના ભાગ લેવા પર પણ સવાલ ઉઠી રહ્યા છે.

ADVERTISEMENT
શાનદાર રહ્યું છે આંતરરાષ્ટ્રીય કરિયર
29 વર્ષીય જસપ્રીત બુમરાહે અત્યાર સુધીમાં ભારત માટે 30 ટેસ્ટ, 72 વનડે અને 60 ટી 20 મેચ રમી છે, જેમાં તેમણે ક્રમશ 128, 121 અને 70 વિકેટ લીધી છે. આ સિવાય આઇપીએલની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કરતા બુમરાહે આઈપીએલમાં કુલ 120 મેચ રમી છે, જેમાં તેમણે 145 વિકેટ લીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Fifa World Cup 2026 / ટ્રૉફી તો બધાએ જોઇ છે..., પરંતુ આ વર્ષે ચેમ્પિયન્સને FIFA આપશે ગોલ્ડ 'Ring'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.