બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Japanese girl harassed during Holi celebration, 3 nabbed

છેડતીનો વીડિયો વાયરલ / VIDEO : ભારતમાં 'ઈજ્જત લૂંટાઈ' બાંગ્લાદેશ જઈને ભારતની 'ઈજ્જત ઢાંકી' જાપાની છોકરીએ, જુઓ શું બોલી

Hiralal

Last Updated: 09:42 PM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં હોળીએ જાપાની છોકરીની છેડતી કરનાર 3 યુવાનોને પોલીસે ઝડપી પાડ્યાં છે આ દરમિયાન પીડિતા તેના બાંગ્લાદેશ પહોંચી છે.

  • દિલ્હીમાં હોળીએ જાપાની છોકરીની છેડતીનો મામલો
  • પોલીસે છેડતી કરનાર 3 યુવાનોને ઝડપ્યાં
  • જાપાની છોકરીની ઈચ્છા વિરૃદ્ધ છોકરાઓ તેની સાથે હોળી રમ્યાં 
  • પીડિતાએ બાંગ્લાદેશ જઈને કહ્યું કે આઈ લવ ઈન્ડીયા 

હોળી પર જાપાની મહિલા ટૂરિસ્ટની છેડતી અને જબરદસ્તી કરવાના આરોપમાં દિલ્હી પોલીસે એક સગીર સહિત ત્રણ યુવકોની અટકાયત કરી છે. દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં હોળીએ કેટલાક યુવાનો જાપાનની એક છોકરી સાથે જબરજસ્તી કરતા જોવા મળ્યાં હતા.સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી પોલીસે આ મામલે તાબડતોબ કાર્યવાહી કરીને યુવાનોને પકડીને જેલમાં નાખ્યાં છે. જાપાની છોકરીની છેડતીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસે વીડિયોના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે. 

પીડિતાએ હજુ સુધી નથી કરી ફરિયાદ
છોકરાઓની અણછાજતી હરકતોનો ભોગ બનેલી છોકરીએ હજુ સુધી દિલ્હી પોલીસમાં કે જાપાની એમ્બેસીમાં ફરીયાદ કરી નથી.  ઘટના બાદ દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલ અને બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ આ મામલે ટ્વીટ કરીને દિલ્હી પોલીસને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઇને રાજકીય નિવેદનબાજી પણ થઇ હતી.

શું કર્યું હતું નફ્ફટ છોકરાઓએ 
દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં હોળીના દિવસે કેટલાક યુવાનો જાપાનની છોકરી સાથે બળજબરીપૂર્વક હોળી રમ્યાં હતા. લફંગા યુવાનો સાથે છોકરીની હોળી રમવાની જરા પણ ઈચ્છા નહોતી તેમ છતાંય તેને આવું જોવાનો વારો આવ્યો. છોકરાઓએ સૌથી પહેલા જાપાની છોકરીને ઘેરી લીધી ત્યાર બાદ તેને પરાણે પકડીને રંગ લગાવતા લાગ્યાં એટલું જ નહી પરંતુ એક જણાએ તો તેના માથા પર ઈંડુ ફેંક્યું હતું. આ દરમિયાન છોકરી નફ્ફટોની ચૂંગાલમાંથી પોતાની જાતને છોડાવવા તરફડિયા મારી રહી હતી તેમ છતાં પણ છોકરા તેને મૂકતા નહોતા. આખરે એક વ્યક્તિએ તેને ફરીથી સ્પર્શ કર્યો કે તરત જ તેણે તેને થપ્પડ મારી અને ત્યાંથી નીકળી ગઈ.

બાંગ્લાદેશ જઈને બોલી છોકરી, આઈ લવ ઈન્ડીયા
પોતાની સાથે આટલી મોટી ઘટના બની તોય છોકરીએ કહ્યું કે આઈ લવ ઈન્ડીયા. દિલ્હીમાં છેડતીનો ભોગ બનેલી છોકરીએ બાંગ્લાદેશ જઈને કેટલાક ટ્વિટ કર્યાં હતા જેમાં તેણે ભારત તરફી પ્રેમ છતો કર્યો હતો. છોકરીએ 9 માર્ચે છેડતીનો વીડિયો પણ ટ્વિટ કર્યાં હતા પરંતુ તરત ડિલિટ કર્યો હતો તેણે કહ્યું કે વીડિયો પર જે કોમેન્ટ અને રિએક્શન આવ્યાં તેનાથી હું ડરી ગઈ અને તરત ટ્વિટ ડિલિટ કરી નાખ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ