બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Janhvi Kapoor reached Tirupati Balaji with boyfriend Shikhar Pahariya and sister Khushi, VIDEO went viral

ગપશપ / બોયફ્રેન્ડ Shikhar Pahariya અને બહેન ખુશી સાથે તિરુપતિ બાલાજીના દર્શન કરવા પહોંચી Janhvi Kapoor, VIDEO થયો વાયરલ

Megha

Last Updated: 01:48 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાહ્નવી કપૂર તેની બહેન ખુશી અને શિખર પહાડિયા સાથે તિરુપતિના તિરુમાલા બાલાજી મંદિરમાં દર્શન કરવા પહોંચી હતી.હાલ એવું કહેવાઈ રહ્યું છે કે શિખર અને જાહ્નવી રિલેશનશીપમાં છે

  • તિરુપતિના તિરુમાલા બાલાજી મંદિરમાં દર્શન કરવા પહોંચી જાહ્નવી કપૂર
  • બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે દેખાઈ જાહ્નવી કપૂર
  • હાલ ફિલ્મ 'NTR 30'ના શૂટિંગમાં વ્યસ્ત છે જાહ્નવી 

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર એ અભિનેત્રીઓમાંથી એક છે જેને ઓછા સમયમાં ફિલ્મી દુનિયામાં મોટું નામ બનાવ્યું છે. જાહ્નવી હંમેશા તેની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે પણ છેલ્લા કેટલાક સમયથી તે તેની ફિલ્મો કરતા તેના અંગત જીવનના કારણે ચર્ચામાં છે. એવામાં હાલ અભિનેત્રી જાહ્નવી કપૂર તિરુપતિના તિરુમાલા બાલાજી મંદિરમાં દર્શન કરવા પહોંચી હતી. 

બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે દર્શન કરવા પંહોચી જાહ્નવી કપૂર
બોની કપૂરની પુત્રી જાહ્નવી કપૂર તેના કહેવાતા બોયફ્રેન્ડ શિખર પહારિયા સાથે આંધ્ર પ્રદેશના તિરુમાલાના તિરુપતિ બાલાજી મંદિરમાં જોવા મળી હતી. જાહ્નવી કપૂર તેની બહેન ખુશી અને શિખર પહાડિયા સાથે મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જાહ્નવી કપૂર ટ્રેડિશનલ લૂકમાં નજર આવી હતી.  જણાવી દઈએ કે એવી અફવા છે શિખર પહરિયા સાથે જાહ્નવી કપૂર રિલેશનશીપમાં છે. જો કે આ વિશે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. 

ફિલ્મ 'NTR 30'ના શૂટિંગમાં વ્યસ્ત છે જાહ્નવી 
જાહ્નવી કપૂરે તાજેતરમાં સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર સાથે તેની પહેલી સાઉથ ડેબ્યૂ ફિલ્મ 'એનટીઆર 30'નું શૂટિંગ શરૂ કર્યું છે. અને આ માટે તે હજુ પણ સાઉથમાં છે. આ દરમિયાન જાહ્નવી કપૂર અને શિખર પહારિયાનો તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન કરવા જવાનો વીડિયો સામે આવ્યા છે, એવામાં ચાહકો અનુમાન કરી રહ્યા છે કે શિખર જાહ્નવીને કંપની આપવા ત્યાં પહોંચ્યો છે. 

મુંબઈમાં 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર'ના લૉન્ચ ઈવેન્ટમાં હાજરી આપનાર બૉલીવુડના તમામ મોટા સ્ટાર્સમાં નિર્માતા બોની કપૂરનું નામ પણ સામેલ હતું. આ ઇવેન્ટનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જાહ્નવી કપૂરનો અફવા બોયફ્રેન્ડ શિખર પહરિયા બોની કપૂર સાથે જોવા મળ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ